સાહિત્યકાર મુજબ સંગ્રહ... : અલ્પ ત્રિવેદી


જ્ઞાનેશ્વરના રત્નો – સંત જ્ઞાનેશ્વર 3

મૃણાલીની દેસાઈ ‘જ્ઞાનદેવ’ માં લખે છે, ‘જ્ઞાનભંડારને દેવવાણીના મસમોટાં તાળા મારેલાં છે. એની ચાવીઓ થોડાક માણસોએ પોતાના જનોઈના તાંતણામાં બ્રહ્મગાંઠ કરીને બાંધી રાખી છે. નથી તેઓ ઉઘાડતાં નથી, કોઇને ઉઘાડવા દેતા!’ તો મુક્તાબાઈ કહે છે, ‘તાટી ઉઘડા જ્ઞાનેશ્વરા’ તેઓ કયા તાળા ખોલવાની વાત કરે છે? એ તાળા છે જ્ઞાનભંડાર પર પડેલા અજ્ઞાનના અને અંધવિશ્વાસના – અશ્રદ્ધાના તાળા. જ્ઞાનેશ્વરની વાણી સદીઓથી અનેકોને સન્માર્ગે પ્રેરતિ રહી છે. આજે પ્રસ્તુત છે તેમની વાણીના કેટલાક સંકલિત અંશો.


કવિ અર્જુનને કૃષ્ણોપદેશ …. – અલ્પ ત્રિવેદી 5

શ્રી હરેશભાઈ ત્રિવેદી ‘અલ્પ’ ના કાવ્યસંગ્રહ ‘પછી’ નો આસ્વાદ લેખ આપણે આ પહેલા અક્ષરનાદ પર માણ્યો હતો. આજે પ્રસ્તુત છે એ કાવ્યસંગ્રહના વિવિધતા ભર્યા સંચયમાંથી એક અનોખું અછાંદસ – (કવિ) અર્જુનને કૃષ્ણોપદેશ. મનપ્રદેશમાં રહેતા શબ્દો જ્યારે અક્ષરદેહ ધારણકરીને કાગળ પર અવતરિત થવા આનાકાની કરતા હોય અને એ ખેંચતાણને લઈને શસ્ત્ર હેઠા મૂકવા તૈયાર થયેલા અર્જુનને નાદરૂપી શ્રીકૃષ્ણ મનમાં પડઘાતા શું કહે છે…. આવો જાણીએ એ જવાબ શ્રી અલ્પ ત્રિવેદીના આ સુંદર અછાંદસ દ્વારા.


ને હું એકલો – અલ્પ ત્રિવેદી 7

શ્રી હરેશભાઈ ત્રિવેદી, ‘અલ્પ’ આપણા અનોખા ગઝલકાર છે અને ટૂંકી બહેરની ગઝલોની રચનામાં તેમની હથોટી ખૂબ પ્રસંશા પામી છે. પ્રસ્તુત ગઝલ તેમના ગઝલસંગ્રહ પછી… માંથી લેવામાં આવી છે. ગઝલસંગ્રહ પછી… નો આસ્વાદ આપણે આ પહેલા અક્ષરનાદ પર માણ્યો હતો. ‘ને હું એકલો’ એવા અસામાન્ય રદીફનો ઉપયોગ કરીને તેમણે અનેરી સુંદરતા સર્જી છે સાથે ગઝલનો આંતરીક ભાવ પોતાની એકલતાથી શરૂ થાય છે અને પછી વિસ્તરતો જાય છે, ગઝલના અંત તરફ જતાં એ વિશ્વમાં વ્યાપ્ત થઈ જાય છે.


ચાલો ગઝલ શીખીએ… ભાગ ૧૪ – અલ્પ ત્રિવેદી (ગઝલરચનાની લપસણી ભૂમી) 2

આ પહેલા આ શૃંખલામાં આપણે ગઝલની પૃષ્ઠભૂમી, લઘુ ગુરૂ અક્ષરો વિશે, ગઝલના શુદ્ધ તથા મિશ્ર અને વિકારી છંદો, છંદશાસ્ત્ર પ્રમાણેના ગઝલ સિવાયના પ્રકારો, એના અંગો રૂપ રદીફ, કાફીયા, મત્લા અને મક્તા, ફિલ્મી ગઝલો, ગઝલના છંદો પારખવા તથા ગઝલરચના વિશેના ખ્યાતનામ પુસ્તકો વિશે ટૂંક પરિચય વગેરે વિશે જાણ્યું. આજે પ્રસ્તુત છે ‘ગઝલની લપસણી ભૂમી’ એ વિષય પર શ્રી અલ્પ ત્રિવેદી દ્વારા આ શૃંખલા માટે લખાયેલ વિશેષ લેખ. તેમનું મૂળ નામ હરેશભાઈ ત્રિવેદી, વ્યવસાયે પ્રાથમિક શિક્ષક – આચાર્ય. આરંભકાળથી પ્રતિભા સંપન્ન અને ચીવટવાળા કવિ. તેમની સર્જનયાત્રામાં ક્યાંય જરાય ઉતાવળ નહીં, ઉલટું ખૂબ સંયમના દર્શન થાય છે. થોડા જ સમય પહેલા તેમના ગઝલસંગ્રહ ‘પછી…’ નું વિમોચન થયું હતું. અક્ષરનાદ પર ચાલી રહેલી ‘ચાલો ગઝલ શીખીએ…’ શૃંખલા માટે પ્રસ્તુત વિશેષ કૃતિ બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


પાર્થની આંખે મત્સ્યવેધની ઘટના.. ‘પછી’ – તરૂણ મહેતા 6

કવિ શ્રી હરેશભાઈ ત્રિવેદીના સુંદર કાવ્યસંગ્રહ ‘પછી..’ નું વિમોચન થોડાક દિવસ પહેલા મહુવામાં પૂજ્ય શ્રી મોરારિબાપુ અને ગુજરાતના જાણીતા હાસ્યકાર શ્રી જગદીશભાઈ ત્રિવેદીના વરદહસ્તે થયું. આ પ્રસંગે એક કાવ્યગોષ્ઠિનું પણ આયોજન થયું હતું. અક્ષરનાદને આ સંગ્રહ ભેટ આપવા બદલ શ્રી અલ્પ ત્રિવેદીનો ખૂબ ખૂબ આભાર. શ્રી હરેશભાઈની સર્જનાત્મકતા આમજ વિકસતી – મહોરતી રહે તેવી અમારા અને અક્ષરનાદના અનેક વાંચકો વતી શુભકામનાઓ. આજે પ્રસ્તુત છે એ કાવ્યસંગ્રહનો આસ્વાદ શ્રી તરુણભાઈ મહેતાની કલમે. શ્રી હરેશભાઈની રચનાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થતી રહી છે (પહેલાની રચનાઓ માટે અહીં ક્લિક કરો). આશા રાખીએ કે આ કાવ્યસંગ્રહના નામમાં છૂપાયેલા પ્રશ્ન ‘પછી..’ નો ઉત્તર તેમની કલમ આવા વધુ સુંદર સંગ્રહો વડે આપતી રહે.


ચિત્ર દોરેલાં બધાં પાછાં મળે – અલ્પ ત્રિવેદી 6

શ્રી અલ્પ ત્રિવેદી મહુવા (ભાવનગર) ની એક આગવી રચનાત્મક પ્રતિભા છે. જાન્યુઆરી 1977માં તેમની એક નવલકથા “છેલ્લું પગથીયું પ્રેમનું” પ્રસિધ્ધ થઇ હતી. તે પછીથી તેઓ શ્રી પાંડુરંગ શાસ્ત્રી આઠવલે દાદાના સ્વાધ્યાય પરિવારમાં જોડાયા અને વર્ષો સુધી તેમાં ખૂબ સક્રિય રહ્યાં અને હજુ પણ છે. એ સમયગાળામાં તેમની રચનાત્મકતા તેમણે રચેલા ભાવગીતોમાં સુપેરે વ્યક્ત થઇ.

પ્રસ્તુત કૃતિ તેમની ગઝલરચનાની હથોટીનો ખ્યાલ સુપેરે આપી જાય છે. અક્ષરનાદને આ રચના પ્રસિધ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


મુન્ની મારી બે’ન – અલ્પ ત્રિવેદી 3

શ્રી અલ્પ ત્રિવેદી મહુવા (ભાવનગર) ની એક આગવી રચનાત્મક પ્રતિભા છે. જાન્યુઆરી 1977માં તેમની નવલકથા “છેલ્લું પગથીયું પ્રેમનું” પ્રસિધ્ધ થઇ હતી. તેમનો કવિતા સંગ્રહ “પછી” પ્રસિધ્ધિના પંથે છે. આ સર્જન ઉપરાંત તેમણે ખૂબ સરસ એવા બાળગીતો પણ ઘણાં રચ્યા છે. બાળકોની ભાષામાં સરળ સહજ રીતે તેમની વાતો અને ભાવનાઓની અભિવ્યક્તિ એ કુશળ કલાકારનું જ કામ છે. તેમણે રચેલા બાળગીતોના સંગ્રહમાંથી આજે એક સરસ મજાનું બાળગીત અહીં મૂક્યું છે.