સંપાદક પરિચય
પ્રતિભા અધ્યારૂ
જીવનમાં કેટલાક લોકોને પોતાના કામને ફરજિયાત મનગમતું કરવું પડે છે જ્યારે ઘણાને સામેથી મનગમતું કામ મળી રહે છે. પરંતુ આ બંને પ્રકારોનો સમન્વય દરેક ગૃહિણીના જીવનમાં તો રોજ થતો હોય છે ! રોજબરોજનું ઘરકામ ક્યારેક કંટાળાજનક લાગે તોય તેને ગમાડવું પડે છે; તો વળી, થોડો શોખ કેળવીએ તો મનગમતી પ્રવૃત્તિ પણ આપણી નજરની સામે જ ઊભેલી હોય છે ! ‘અક્ષરનાદ’ મારા માટે એવી જ મનગમતી પ્રવૃત્તિ છે. મને એમ લાગે છે કે આ પ્રવૃત્તિ માત્ર એક દિવસનો નહીં, પરંતુ જાણે અનેક જન્મોનો થાક ઉતારીને મનને આનંદથી તરબતર કરી મૂકે છે. એ ખરેખર અંતરના નાદ તરફ અક્ષરના માધ્યમથી દોરી જાય છે.
આ પ્રવૃત્તિનું મંગલાચરણ થયું કોમ્પ્યુટર પર ગુજરાતી લેખનની સુવિધા દ્વારા. એક દિવસ અનાયાસ એકાદ ફકરો ગુજરાતીમાં લખવાની, કહો કે ટાઇપ કરવાની જરૂરિયાત ઊભી થઈ અને એ અનુભવ એવો તો મનમાં વસી ગયો કે ધીમે ધીમે કોમ્પ્યુટરના માધ્યમ વડે ગુજરાતી લખવાનું ગમવા લાગ્યું. એ પછી બપોરે ઘરનું કામકાજ પરવારીને સરસ પુસ્તકો વાંચવાનું, લેખ શોધવાનું અને આંગળીઓને કી-બોર્ડ પર સરકાવવાનું રોજનું થઈ પડ્યું ! લગ્ન બાદ બંધ થયેલા લેખન-વાંચનની પ્રવૃત્તિના દ્વાર જાણે ફરીથી ખૂલી ગયા. મને ખૂબ આનંદ આવવા લાગ્યો. વિચારોની દુનિયામાં વિહરવાનો મોકો મળ્યો અને સંવેદનાનું સરોવર ફરીથી હિલોળા લેવા લાગ્યું.
હું માનું છું કે ગૃહિણીના જીવનમાં વાંચન-લેખનનું વિશેષ સ્થાન હોવું જોઈએ. તેણે પરિવારને સંભાળવાનો છે, સંતાનોને કેળવણી આપવાની છે અને સાથે અનેક સામાજિક જવાબદારીઓ નિભાવવાની હોય છે. જો તેના વિચારો અને ચિંતન વિશાળ નહીં હોય તો એ કેમ કરીને આ બધું સંભાળી શકશે ? વાંચન જીવનમાં નવા રંગો પૂરે છે. લેખનની પ્રવૃત્તિ આપણને લાગણી વ્યક્ત કરવાની તક પૂરી પાડે છે. એના વગરના જીવનની કલ્પના કેમ કરી શકાય ? સભ્ય સમાજ માટે વાંચન સમય પસાર કરવાની પ્રવૃત્તિ ભલે હોય, પણ હું માનું છું કે તે સ્વસ્થ જીવનની એક આવશ્યક જરૂરિયાત છે અને મારી એ જરૂરિયાત ‘અક્ષરનાદ’ના માધ્યમથી મને સતત પરમ સુખ આપતી રહે છે. તે ઘણા વ્યર્થ વિચારોનો ભાર ઓછો કરીને જીવનમાં હળવાશ લાવે છે. પ્રકૃતિની નિકટ લઈ જાય છે અને જીવનની તમામ ઘટનાઓને નવી નજરે જોવાની સ્ફૂર્તિ અને તાજગી બક્ષે છે.
‘અક્ષરનાદ’થી મારી અંદર પડેલા વાંચનના બીજને અંકુરિત થવાનો મોકો મળ્યો છે; જેનો તમામ શ્રેય હું મારા પતિને આપું છું. એમની લેખન, વાંચન અને પરિભ્રમણની પ્રવૃત્તિએ મારા અને અમારા પરિવારના સૌનું જીવન રસમય બનાવ્યું છે. એનાથી અમે દુનિયાની ભાગદોડ વચ્ચે પણ અલિપ્ત રહીને જીવનનો સાચો આનંદ માણી શક્યા છીએ. તેમની કલમે મેં કવિતાઓનો આસ્વાદ માણ્યો છે તો તેમની આંખે મેં પ્રકૃતિના આસ્વાદની અનુભૂતિ માણી છે. બાળસાહિત્યથી લઈને અધ્યાત્મ સુધીના વિવિધ વિષયો પર ‘અક્ષરનાદ’ને ખોળે બેસી અમને સહચિંતન કરવાનો મોકો મળ્યો છે. એનાથી વધારે ધન્યતા જીવનમાં બીજી કઈ હોઈ શકે ?
અમે બંને ઈચ્છીએ કે ‘અક્ષરનાદ’ના માધ્યમથી આપ સૌ અમારા આ આનંદમાં સહભાગી બનો અને અમારું આતિથ્ય સ્વીકારો. જીવનની જે મધુર ક્ષણો સાહિત્યના સાનિધ્યમાં અમે માણી છે તેને આપ સુધી પહોંચાડવામાં અમે નિમિત્ત બની શકીએ તો એના જેવું રૂડું બીજું શું હોઈ શકે ? આશા રાખું છું કે આપની આ સાહિત્યિક સફર પરમ આનંદદાયક બની રહેશે. હંમેશની જેમ આપના સૂચનો અને પ્રતિભાવો સદા આવકાર્ય છે.
અસ્તુ.
પ્રતિભા અધ્યારૂ.
જીગ્નેશ અધ્યારૂ
સંસ્કૃતભાષામાં એક શબ્દ છે ‘કિલક’ – જેનો અર્થ થાય છે : ‘વ્યક્તિની ચેતનાનું એક અંતરતમ સૂક્ષ્મતત્વ જે કદી પણ બદલાતું નથી અને ક્યારેક તો આખા જીવનને તે સંચારિત કરતું હોય છે.’ મારા માટે લેખન, વાંચન અને ભ્રમણની પ્રવૃત્તિ આવા ‘કિલક’ સમાન છે. સામાજિક, આર્થિક અને વ્યાવસાયિક જવાબદારીઓના ગમે તેટલા ઢોળ ચઢે પણ આ ‘કિલક’ને તેની કોઈ અસર થતી નથી, બલ્કે જેમ જેમ બાહ્ય પ્રવાહોની તીવ્રતા વધે છે તેમ તેમ આ પ્રવૃત્તિઓનો સંગાથ વધારે ને વધારે રૂચિકર લાગે છે. ‘અક્ષરનાદ’ મારા માટે આ ત્રણેય પ્રવૃત્તિઓનું સંગમ સ્થાન ‘પ્રયાગ’ છે. તેને કેન્દ્રમાં રાખીને મારી અનુભૂતિના કેટલાક ‘અક્ષર’ આપની પાસે લઈને આવ્યો છું.
ત્રણેય પ્રવૃત્તિઓને જો મારે ક્રમમાં ગોઠવવી હોય તો પહેલો નંબર હું ‘પરિભ્રમણ’ને આપું. એને તમે મારું પ્રથમ ‘કિલક’ કહી શકો. ક્યારેક એવું બનતું હોય છે કે આપણી અંતરંગવૃત્તિઓને બહાર લાવવામાં આપણી આસપાસનું વાતાવરણ ભાગ ભજવી જાય છે. મને એ વાતાવરણ પૂરું પાડ્યું છે સૌરાષ્ટ્રના ‘કશ્મીર’ ગણાતા મહુવા ગામે. સિવિલ એન્જિનિયરિંગના અભ્યાસે મને જમીન સાથે જોડ્યો છે, તો મહુવા પાસે આવેલા પિપાવાવ પોર્ટેની નોકરીએ મને દરિયાનું સાનિધ્ય પૂરું પાડ્યું છે. પાસે આવેલા ગીર વિશે તો મારે શું કહેવું ? ગીરનું ભ્રમણ એ મારો શોખ જ નહીં, સ્વભાવ બની ગયો છે. ગીરના અડાબીડ જંગલોમાંથી દેખાતા મધ્યરાત્રિના આકાશે જાણે પોતાની છાતી ચીરીને મને બ્રહ્માંડદર્શન કરાવ્યું છે. નેસમાં વસતા ભોળા માણસોની દુનિયા અને જગતથી અલિપ્ત એવા નાદાન બાળકોનું સ્મિત મને સતત એમની તરફ ખેંચતા રહે છે. હું હંમેશા ત્યાં દોડી જવા માટેની તક શોધતો હોઉં છું. કુદરતના ખોળે વહેતા ઝરણાં, શીતળ ધોધ, ચોમાસામાં ગિરે ઓઢેલી લીલી ચાદર, વહેલી સવારે સંભળાતો સિંહોના ડૂકવાનો અવાજ, ઝાડી પાછળ દેખાતી દિપડાની તગતગતી આંખો – આ બધું જાણે મને કોઈ અનોખી અગોચર દુનિયામાં મૂકી દે છે. ચાલુ ઑફિસમાં ગમે તેટલી વ્યસ્તતાની વચ્ચે કોઈ જો ‘ગીર’ શબ્દ બોલી દે તો એ ક્ષણ જાણે સમાધિમાં ફેરવાઈ જાય છે.
મારો બીજા ક્રમનો શોખ તે વાંચન. વાંચન વગરના જીવનની હું કલ્પના પણ કરી શક્તો નથી. તેમાંય ગીતો, કાવ્યો અને ગઝલોનું મને અદમ્ય આકર્ષણ રહ્યું છે. નવમા ધોરણમાં ‘મરીઝ’, બશીરભદ્ર અને મિર્ઝા ગાલિબ સાહેબને વાંચ્યા ત્યારે એ લય એટલો બધો સ્પર્શી ગયો કે કાવ્ય લખવાની શરૂઆત અજાણતા જ થઈ ગઈ ! જો કે શબ્દ અને લયમાં એ સમયે મનમેળ નહોતો પરંતુ એ ઘટનાએ જીવનની એક નવી બારી ખોલી આપી. એ પછીથી બાળસામાયિકોથી લઈને નવલકથાઓ સુધી વાંચન વિસ્તર્યું અને તેમાંથી લેખનના બીજ ધીમે ધીમે અંકુરિત થયા.
સ્વભાવે હું જીઓટેકનિકલ (સિવિલ) એન્જિનિયર છું એટલે લેખન મારા માટે ધરતીના પેટાળમાં ઊતરવા જેવી અંતર્મુખ પ્રવૃત્તિ છે. આ ‘કિલક’ બીજ રૂપે પાંગર્યું તો બાળપણમાં, પણ આજે તેની શાખાઓ ‘અક્ષરનાદ’ સુધી વિસ્તરી છે જેનો મને અત્યંત આનંદ છે. આખા દિવસની દોડધામ પછી રાત્રિની નિરવ શાંતિમાં કોઈક નાદ કાનોને ઘેરી વળે છે અને કલમ એ નાદને શબ્દસ્થ કરવા તત્પર બની જાય છે. રીડગુજરાતી પર પ્રકાશિત થયેલી મારી કૃતિઓએ આ નાદને બળ આપ્યું અને પરિણામે જાન્યુઆરી, 2008થી ઈન્ટરનેટના માધ્યમદ્વારા નિયમિતરૂપે કંઈક ને કંઈક લખવાનો સંયોગ બનતો રહ્યો. વાચકોએ મારી પ્રત્યેક કૃતિને વધાવી અને વખાણી જે મારી કલમ માટે અમૂલ્ય પ્રેરકબળ બની રહ્યું.
અગાઉ જણાવ્યું તેમ, આ ત્રણેય પ્રવૃત્તિઓ કેન્દ્રસ્થાને રહીને મારા સમગ્ર જીવનને સંચારિત કરી રહી હોય તેમ હું અનુભવું છું. એ મારા માટે ગમતાનો ગુલાલ કરવાની ઘટના છે. સર્જનાત્મક કાર્યમાં વીતાવેલો સમય એ મારી વ્હાલી દીકરી સાથે ગાળેલી આત્મીય ક્ષણો જેટલો જ કિંમતી છે તેમ હું માનું છું. અને તેથી જ ‘અક્ષરનાદ’ના માધ્યમ દ્વારા હું આપને આ મધુર ક્ષણોમાં સહભાગી થવાનું આમંત્રણ પાઠવું છું. આશા છે કે મારી જેમ આપની પણ આ શબ્દ-સફર આનંદદાયક બની રહેશે. પ્રત્યેક કૃતિ માટે આપના પ્રતિભાવો તેમજ સૂચનો સદા આવકાર્ય છે.
અસ્તુ.
જીગ્નેશ અધ્યારૂ.

Dear Mr. Jignesh,
many compliments for giving us such a beautiful site. Let me first introduce myself. I am Shetal R Bhatt, Male, 35 from Vadodara, working in a pharma company. I specifically mentioned my gender ‘male’ as I dont want you to missunderstand me as a lady as my name sounds like.
Literature, is one of my interest since my childhood. Because of time constraint I cant operate with my own blog or website. But surely spend some time to go thru such nice sites. I just want to ask you one thing that can I contribute my photographs for your blog? As I am having collection of some clicks which may not be able to stand with professional photographer but definitely shows serious hobby. Your reply is awaited. You may contact me on mobile.
Thanks and regards.
અભિનંદન જીગ્નેશભાઇ..આપ બંનેને….
જિગ્નેશભાઈ,
વાન્ચન-મનન, આપે સરસ જિવન.
પરન્તુ સાતત્ય જળવાતુ નથિ
jigneshbhai-pratibhaben
abhinandan ane khub khub shubhechchhao…..tame banne khub nasibdar chho ke tamari gamti pravrutio koi avrodh vina kari shako chho……..
તમારી આ વેબસાઈટ કેટલા દિવસથી સક્રિય હશે તેની તો મને ખબર નથી પરંતુ હજુ બે દિવસ પહેલા જ મારા ધ્યાનમાં આવી. વિષય વૈવિધ્ય જોઈ ખૂબ આનંદ થયો. વાસ્તવમાં ગાંધીની કાવડ શીર્ષક વાંચ્યું ત્યારે જ તમારી વેબસાઈટમાં પ્રવેશવાનું થયું, કેમકે આ નવલકથા મેં છેક 1994-95ના અરસામાં વાંચી હતી અને ત્યારબાદ તેના ઉપર પ્રતિબંધ મૂકાઈ ગયો હતો એવું કંઈક મને યાદ આવે છે. જોકે એ પછી થોડા વર્ષ પહેલા રાજકોટ જવાનું થયું ત્યારે પ્રવીણ પ્રકાશનમાંથી ગાંધીની કાવડ મળી ગયું અને મેં ખરીદી લીધું હતું. એની વે હવે મને લાગે છે કે દરરોજ મારે અક્ષરનાદની મુલાકાત લેવી જ પડશે.
અલકેશ.
અધ્વર્યુ – અધ્યારુ મૂળ તો શિક્ષક. યજુર્વેદ જાણનાર, યજ્ઞ કરાવનાર પણ કહેવાય. તમે બન્નેએ આ કાર્ય યજ્ઞરુપે હાથ ધર્યું તે લેખે છે. અધ્યારુનો એક અર્થ આમંત્રણ દેનાર એવોય છે.
સાથે મળીને આ કાર્ય કરતાં દંપતી બ્લોગ ઉપર કદાચ તમે જ છો. ખૂબ ખૂબ અભિનંદન.
ગઈ કાલે શ્રી ગોપાલભાઈ સાથે ફોન પર લંબાણ વાતો થઈ. જીગ્તનેશભાઈનો ઉલ્લેખ તેમણે કર્યો હતો. મને બહુ આનંદ છે.
wonderful……..
Dear Bhai shree Jignesh And PratibhaJii,
I don’t know how to discribe the joy in me today. After reading your blog for a moment my early years come back alive! Me happened to be a civil Eng.by profesion and worked for irrigarion projects in Guj Govt.in 1963 and on words till you could brand me as NRI! Here I miss my identity but feel home going after your contect. You both have nice mind and heart to preserve joy in life! For a long time I could not make to come there, but if I may I’m sure to meet you and say thank you personaly. I’m saying that because i was read Hindi blog of ranu bhatiya, she is a fan of Amrita Pritam panjabi writer and well known name in Hindi Lit. And I loved to read her when I was in colledge.
Ranju and her Hubby has similar personal life story like yours! And I thought I got Ranju in Pratibhben’s forms in my guju!
Thanks and HAPPY NAVRAATRI Jignesh & pratibha and your family
Arvind Patel
Parsippany,NJ usa
Note : One of my retired Engineer friend who lives in Ahmedabad sent me, your link and I have opprtunity to be your friend.I was living in Baroda
પતિ-પત્નિ બંનેના રસના વિષયો એક સમાન હોય અને બંને જણ મળીને આવું સુંદર કાર્ય કરતા હોય એ ખરેખર ખુબ જ વિરલ ઘટના છે. અક્ષરનાદની મુલાકાતથી આંતરિક આનંદ પ્રાપ્ત થયો. આપ બંને ખુબ ખુબ અભિનંદનના અધિકારી છો.
–’મન’ પાલનપુરી
ખુબજ સરસ. અભિનંદન બન્નેને.
kub maja padi a rite gujrati ma vadhu mahiti apsho shixsan mate guj vebsite moklsho maru nam satish trivedi deo Office-bhavnagar mb.9427181881
ખરેખર જ્યારે પતિ- પત્નિ બન્ને સમાન વિષયોમા રસ ધરાવતા હોય ત્યારે એ વિષય પરના કાર્યો સરળતાથી સંપન્ન થાય છે.. આપ બન્ને ને હાર્દિક અભિનંદન ..!
તમારા બંને વિશે વાંચીને ખુબ આનંદ થયો.. ઇશ્વરે કેવી મજાની જોડી રચી છે..
લતા હિરાણી
You add calendar on your site
I want to prepare, but due to hand injury ( 5 mon. & still )
I couln’t do it, I can add some and if you want to share, you can !!
સરસ, અભિનન્દન
ઇન્ટરનેટ અને ગુજરાતી લખવાની સગવડ તો બધેય છે. પણ દંપતિ એક બીજાની પ્રવૃત્તિમાં રસ લે તે એક બીજાના સાચા અને પરમ મિત્રો છે. કેટલાક મિત્રો સાથે જે બાબત share કરી શકતા હોય તે બાબત પત્ની સાથે share કરવાનો વિચાર પણ નથી કરી શકતા અને મિત્રો સાથે વધુ સમય ગાળે. ત્યારે પત્ની તો રસોઇ અને ઘરકામ કરનાર એક સેવિકા બની જાય. અને દિવ્ય અને પવિત્ર મિત્રતાનો સંબંધ દંપતિ ગુમાવી દે. આવુ બનતું ઘણુ જોવામાં આવે છે.
અક્ષરનાદ માટે આપ દંપતિ દ્વારા લેવાતો આ શ્રમ ઘણાં માટે પ્રેરણાદાયી છે.
અક્ષરનાદના શ્રી અને શ્રીમતી જીગ્નેશઅધ્યારૂને ખૂબ ખૂબ અભિનંદન.
સુંદર બ્લોગ અને એથી વિશેષ સદ્ભાગી પતિ-પત્ની. એકબીજાને ગમતા શોખ પરસ્પર લાગણીથી જોડાવામાં મદદ રુપ થાય છે.
સતત લખતા અને પીરસતા રહો તેવી અંતરની શુભેચ્છાઓ.
ખુબજ સરસ જીગ્નેશભાઇ…
આપણી સ્વાભાવિક શકિત સર્જન તરફ વળે છે ત્યારે તે શરીર અને મન, બન્નેને શુદ્ધ પણ કરે છે. શુદ્ધતા આઘ્યાત્મનું આવશ્યક તત્ત્વ છે. માનવી સર્જન તરફ વળે ત્યારે જ તેને શાંતિ મળે છે.