જ્યાંરે મનમેં વિરહ નહીં…. – રાણી રૂપાંદે 1


જી રે વીરાં! જ્યાંરે મનમેં વિરહ નહીં,
હો જી, જ્યાંરો ધૂડ સો જીણો
જ્યાં રે મનમેં વિરહ નહીં હો જી.

જી રે વીરાં, ઉપર ભેખ સુહામણો,
હો જી, ગેરુ સું રંગ લીનો,
આપ અગન મેં જલિયો નહીં,
હો જી, હોય રયો મતિ હીણો…

જી રે વીરાં, વિરહ સહિત સાધુ હોયા
હો જી, જિકા સિર ધર દીનો
મરણે સું ડરિયા નહીં
હો જી, મગ મેં મારગ કીનો.

જી રે વીરાં, વિરહ હોય ભારત લડ્યા
હો જી, પાછા પગ નહીં દીના
મતવાલા, ઝૂમે મદ ભરિયા
હો જી, રંગ ભર પ્યાલા પીણા…

જી રે વીરાં, ગુરુ ઊગમસી સાધુ મિલ્યા
હો જી, જીકા મન કીઆ સીણા
બાઈ રૂપાંરી વિનતી
હો જી, પરગટ નિજ પદ ચીણા…

– રાણી રૂપાંદે

વિરહભાવની અનિવાર્યતા બતાવતા પ્રસ્તુત ભજનમાં અસ્તિત્વજ્ઞાન વચ્ચેના અંતરાયો અને પ્રાપ્તિની યુક્તિઓના સંકેતો સરળતાથી દર્શાવાયા છે. નવનીત સમર્પણ સામયિકના ૨૦૧૨ જાન્યુઆરીના અંકમાંથી આ વિષય પર શ્રી ફારૂક શાહ દ્વારા વિગતે લખાયેલ કૃતિમાંથી આ રચના સાભાર લેવામાં આવી છે. મૂળ નાથપંથના રાણી રૂપાંદે અને તેમના પતિ રાવળ માલદેની સંત બેલડી પ્રખ્યાત છે. મૂળ રાજસ્થાની મહાપંથના નારી સંત રૂપાંદેનો કચ્છ સૌરાષ્ટ્ર ગુજરાતમાં પણ એટલો લોકસ્વીકાર થયો છે કે તેઓ સૌરાષ્ટ્રનાં જ છે એવી લોકમાન્યતા ઊભી થઈ ગયેલી. રાવળ માલદે / મલ્લીનાથનો ઈતિહાસ ઈ.સ. ૧૩૨૮ – ઈ.સ. ૧૩૯૯નો છે, ગુરુ ઊગમશી ભાટીના મુખ્ય સાત શિષ્યોમાં આ બંને છે. રામદેવપીર તેમના અનુગામી સમકાલીન હોવાની વિગત સાંપડે છે.

બિલિપત્ર

જ્યાં રે જોઉં ત્યાં નર જીવતા, મરેલા મળે નહીં કોઈ,
મરેલા મળે તો મહાસુખ માણીએ, જેને આવાગમન ન હોય.
એ જી મડદું પડ્યું મેદાનમાં, એને કળી શકે ન કોઈ,
આશા ત્રશ્ના ઈરષા ઈ ત્રણેને ખાધેલ હોય.

– સંત અખૈયાજી


આપનો પ્રતિભાવ આપો....

One thought on “જ્યાંરે મનમેં વિરહ નહીં…. – રાણી રૂપાંદે