તદ્દન સરળ અને મૂળભૂત વાંચન અનુભવો - કૃતિની નીચે "સરળ વાંચન" કડી પર ક્લિક કરો |
|---|
થોડાંક હાઈકુ – વિજય જોશી
Nov 17th
૧.
મેઘધનુષ્ય
રંગ્યું તારી યાદમાં
ચાલ દેખાડું!
૨.
વૃક્ષની નીચે
બરફનું ગાદલું
સુતું પાંદડું!
૩.
અંધારી પૃથ્વી
ચાંદલાનું સામ્રાજ્ય
સૂર્યગ્રહણ!
૪.
અંતિમ ક્રિયા
વારાણસીમાં, છેલ્લું
ગંગામાં સ્નાન!
૫.
પાંદડું નમ્યું
ઝાકળ બિંદુ પડ્યું
આસુંનું ટીપું!
૬.
શંખનો નાદ
મંદિરનો ઘોંઘાટ
હું સ્તબ્ધ શાંત!
૭.
હવાનું ઝોકું
સરોવરમાં રમે
તરંગો સાથે!
૮.
ટૂટ્યો ચહેરો
ટૂટેલા અરીસામાં
સાંધવો કોને?
૯.
મૃગજળનું
પાણી, સ્પર્ષાય નહિ
પીવાય નહિ!
૧૦.
છેલ્લું પાંદડું
લે આખરી વિદાય
ખિન્ન વૃક્ષની!
૧૧.
કોઈએ કીધું
તું નસીબમાં નથી
નસીબ મારું!
- વિજયભાઈ જોશી, અમેરીકા
જાપાનમાં હાઈકુ એક જ લીટીમાં લખાય છે (જેમ કે 古池や 蛙飛込む 水の音 ), અંગ્રેજીમાં તેને ત્રણ લીટીમાં લખવાની શરૂઆત થયેલી. હાઈકુ એવું નામકરણ ૧૯મી સદીમાં માશોકા શીકી દ્વારા કરવામાં આવેલું. પાંચ, સાત અને પાંચ એમ સત્તર અક્ષરની સીમામાં રહીને અભિવ્યક્તિને પાંખો આપતો આ પદ્યપ્રકાર પોતાનામાં એક વિશેષ લય લઈને આવે છે. નાનકડી પણ ચોટદાર રચના એ એક સુંદર હાઈકુના લક્ષણ છે. મૂળે જાપાની કાવ્યપ્રકાર એવા હાઈકુ પોતાનું અર્થગાંભીર્ય લઈને આવે છે અને કવિ જે વાત ભાવક સુધી પહોંચાડવા માંગે છે તે ખૂબ સચોટ છતાં સરળ રીતે મૂકી જાય છે. અને એટલે જ હાઈકુનું સર્જન પોતાનામાં એક પડકાર છે.
મૂળ વડોદરાના પણ ૪૦ વર્ષથી અમેરીકામાં સ્થાયી અને હવે નિવૃત્તિમય પ્રવૃત્તિશીલ જીવન અને કાવ્યમય પ્રકૃતિ સાથે આનંદ કરી રહેલા વિજયભાઈ ગુજરાતી, મરાઠી, હિન્દી અને અંગ્રેજીમાં કાવ્યરચનાઓ લખે છે. તેમની રચનાઓમાંથી આજે માણીએ થોડાક સુંદર હાઈકુઓ. અક્ષરનાદને આ સુંદર રચનાઓ પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ શ્રી વિજયભાઈનો ખૂબ ખૂબ આભાર.
| Print article | Email This Post | સરળ વાંચન - પ્રાયોગિક પ્રયત્ન |
.png)




about 6 months ago
અર્થસભર રચનાઓ…સરસ. – હદ.
about 6 months ago
વિજય ભાઈ
લઇ આવે હાઈકુ
માઈન્ડ ફ્રેશ
about 6 months ago
“હાયકુ” એટલે ગાગર માં સાગર…
અત્યાર ના ભાગદોડ ના સમય માં મળતી થોડી ક્ષણો માં મળતી જ્ઞાન ની સરવાણી.
about 6 months ago
અદભુત વિજયભાઇ,
ખુબ જ સરસ અને અર્થસભર રચના (હાઇકુ)……
about 6 months ago
ખુબ જ સરસ્
about 6 months ago
સરસ
about 6 months ago
adbhut,thodama ghanu.majo thai gayo.
about 6 months ago
jabardast rachna banavi sakey chhe anand n abhar
about 6 months ago
haiku bahuj difficult hova chhata sari ritey aa umarey pan karey chhe te dhanyawad ney patra chhe
about 6 months ago
સરસ.
મન ને સ્પર્શી ગઈ.
અર્થસભર.
about 6 months ago
ગમ્યું। ભાવનાની અભિવ્યક્તિ સુપેરે…સારી અને ટૂંકમાં !
<>
લા’કાન્ત / 18-11-11
about 5 months ago
અનેક ધન્યવાદ સર્વ વાચકોના
મારેી બે પન્ક્તિઓ યાદ આવેી
પન્ખિ અને કવિ ઉઙે બન્ને
એક પાન્ખ થેી બીજો આન્ખથી!
મારા નવા હાઈકુ તૈયાર છે. જોતા રહેજો
ધન્યવાદ
વિજય જોશી
about 5 months ago
ખુબ જ સરસ વિજય ભૈ
about 5 months ago
સુઁદર હાઈકુ..મનગમતું..મને લાગ્યું..
about 2 months ago
ખુબ જ સરસ છે…. મને બો ગમ્યુ………
about 2 months ago
વર્ડ હંટરજી…
ધુન્ઢનેસે કુછ ન કુછ મીલેગા હી !
કીસીને પૂછા: ‘ યે હાઇકુ ક્યાં હૈ?’
હાઈકુ યાને,
૧૭ અક્ષર,કોમા,
એકજ વાક્ય.
***
૧૭ અક્ષર ,
માત્ર એક વાક્યમાં ,
ઉઘડે અર્થ.
***
સરલ બયાન,
સત્તર અખ્ખરમાં,
છુપાયા મર્મ.
***
ફૂલ પરાગ,
અર્થ-મર્મ વાહક,
શબ્દો મરકે.
***
ક્ષણ-ક્ષણમાં
સરતા શબ્દો.સંગ-
અર્થ ને મર્મ.
***
કૈસા લગા જી?-લાકાંત / ૨૭-૨-૧૨