આપણે પ્રથમ-મધ્યમ પુરુષ નો અભ્યાસ કર્યો. હવે ઉત્તમ પુરુષ નો અભ્યાસ કરીશું. જ્યારે આપણે પોતના વિષે વાત કરતા હોઇએ ત્યારે ઉત્તમ પુરુષ નો પ્રયોગ કરીશું. એક બાળકની દિનચર્યા દ્વારા સમજવાનો પ્રયાસ કરીશું.

दिनचर्या

अहं सुरेशः अस्मि।

अहं प्रातः पंचवादने उत्तिष्ठामि।

षडवादनात् पूर्वम् स्नानम् समापयामि।

षडवादने प्रार्थनां करोमि।

सप्तवादने भ्रात्रा सह अल्पाहारं करोमि।

आवाम् अष्टवादने पठावः।

आवां नववादने क्रीडावः।

दशवादने भोजनं कुर्वः।

एकादशवादने विद्यालयं गच्छावः।

विद्यालये मम अनेकानि मित्राणि सन्ति, वयं तत्र पठामः क्रीडामः च।

आवां पंचवादने गृहम् आगच्छावः।

षडवादन पर्यन्तं क्रीडावः।

षडवादनात् सप्तवादन पर्यन्तं पठावः।

सप्तवदनात् अष्टवादन पर्यन्तं दूरदर्शनं पश्यावः।

अष्टवादने सह परिवारं वयं भोजनं कुर्मः।

वयं रात्रौ नववादने वयं शयनं कुर्मः।

અહીં ક્રિયાપદના એકવચનમા ‘मि’ નો પ્રયોગ થાય છે.

 • अस्मि = છું
 • उत्तिष्ठामि = ઉઠુ છું
 • समापयामि = પતાવુ છું
 • करोमि = કરુ છું

ક્રિયાપદના દ્વિવચનમા ‘वः’ નો પ્રયોગ થાય છે.

 • पठावः = ભણીએ છીએ
 • क्रीडावः = રમીએ છીએ
 • कुर्वः = કરીએ છીએ
 • गच्छावः = જઇએ ચીએ
 • आगच्छावः = આવીએ છીએ
 • पश्यावः = જોઇએ છીએ

ક્રિયાપદના બહુવચનમા ‘मः’ નો પ્રયોગ થાય છે.

 • पठामः = ભણીએ છીએ
 • क्रीडामः = રમીએ છીએ
 • कुर्मः = કરીએ છીએ

સહાયક કોષ્ઠક -

સર્વનામ-

अहं = હું

आवाम् = અમે બે

वयं = અમે બધા

वादने = વાગે (સમય પર)

वादनात् = વાગ્યાથી (સમય થી)

प्रातः = સવારે

पूर्वम् = પહેલા

भ्रात्रा सह = ભાઇની સાથે

अल्पाहारं = નાસ્તો

विद्यालये = વિદ્યાલયમાં

अनेकानि = અનેક

मित्राणि = મિત્રો

तत्र = ત્યાં

गृहम् = ઘર/ઘરે

पर्यन्तं = સુધી

दूरदर्शनं = T.V

रात्रौ = રાત્રે