મંદિરના નિયમમાં શું ફેરફાર ન થઇ શકે ? – રૂપેન પટેલ 32


( રૂપેનભાઈ પટેલની આ કૃતિ, તેમણે વર્ણવેલા પ્રસંગ દ્વારા આપણા સામાજીક રૂઢીગત નિયમો પર એક કટાક્ષ છે. મંદિરમાં દર્શન કરવા માંગતા કોઈક ભક્ત પર તેની અક્ષમતાને લઈને જે નિયમોના પાલન માટે ફરજ પડાય છે તે આપણા સમાજના જડ નિયમોની એક તદ્દન ઝાંખી ઝલક છે. ક્યાંક આવા નિયમોનું પાલન શું માણસની શ્રધ્ધા અને ભક્તિની લાગણીઓથી ઉપરવટ જઈને કરવું જરૂરી છે એમ વિચારતા કરી દે એવો આ પ્રસંગ અક્ષરનાદ સાથે વહેંચવા બદલ શ્રી રૂપેનભાઈનો ખૂબ ખૂબ આભાર. )

આપણા દરેક મંદિરમાં પૂજારીઓ, ટ્રસ્ટીઓ, હરિભક્તો દ્વારા કેટલાંક નિયમો બનાવ્યા હોય છે. આ નિયમ દરેક ભક્તોને માન્ય પણ હોવા જ જોઈએ, પણ આ નિયમમાં ક્યારેક કોઈ અપવાદમાં ફેરફાર ન થઇ શકે? જયારે આ નિયમ ભક્તનાં માટે કદાચ તકલીફરૂપ બની જતો હોય તો અપવાદરૂપે તેમાં ફેરફાર ન જ થઇ શકે એવું જડ વલણ શા માટે? હું જે નિયમની વાત કરું છુ તે છે ચામડાના ચંપલ, બુટ મંદિરની બહાર ઉતારીને જવાની.

હું અને મારા મમ્મી દર રવિવારે નિયમિત અમદાવાદમાં માધુપુરા વિસ્તારમાં આવેલાં અને પૌરાણિક મનાતાં એવાં અંબાજી માતાના મંદિરમાં જઈએ છીએ. આ મંદિરમાં રવિવારે ઘણા બધા દર્શનાર્થીઓની ભીડ હોય છે, તેવી ભીડમાં પણ ગયા રવિવારે મેં જોયું કે એક અપંગ પતિ, પત્ની અને તેમનું ચારેક વર્ષનું બાળક મંદિરના પંદરેક પગથિયા માંડમાંડ ચડીને ઉપર આવે છે, અને ત્યાંજ આ પતિ અને પત્ની અટકી જાય છે, કેમકે બંનેએ અપંગ હોવાને કારણે ચામડામાંથી બનેલાં બુટ અને સ્ટેન્ડ પહેરેલાં હતાં. સ્વયં શિસ્તમાં તેઓ ચામડાનાં બુટનાં કારણે મંદિરમાં પ્રવેશ કરતાં નથી અને તેમના માટે આ બુટ, સ્ટેન્ડ કાઢવા અને પહેરવા કદાચ સરળ ન હતાં. બહાર ઉભા ઉભા તેઓ માંના દર્શન કરવાનો નિષ્ફળ પ્રયત્ન કરતાં હતાં અને તેમના બાળકને દર્શન કરાવવામાં પણ અસમર્થ હતાં. આ દ્રશ્ય ત્યાં મારા મમ્મી એ જોતાં તે બાળકને તેડી અંદર દર્શન કરાવી પ્રસાદ પણ અપાવ્યો. આ બધું ત્યાં ઉભેલાં બીજા ભક્તો અને પૂજારી પણ જોતાં હતાં, પણ કોઈએ તે અપંગો માટે ચામડાના બુટ માંથી છુટ આપવાની કોશિશ કે વિચાર પણ નાં કર્યો. કે ન તેમને અંદર આવી દર્શન કરવા કહેવાયું. શું ત્યાં ઉભેલા કોઈનામાં તેમના માટે સારો ભાવ નહીં થયો હોય. અંદર મંદિરમાં બેઠેલાં માંએ આ અપંગોને દર્શન કર્યા વગર ગયા તે જોયું નહી હોય?

આપણામાંનાં કેટલાય શારીરિક અને માનસિક રીતે સક્ષમ હોવાં છતાં પણ મંદિરે દર્શન કરવાં જતાં નથી. જયારે આ બંને અપંગ હોવાં છતાં સમાજના જડ નિયમનાં કારણે મંદિર સુધી આવ્યા છતાં દર્શનથી વંચિત રહી ગયા.

ચામડાનાં ચંપલનો નિયમ બનાવનારે સારા માટે જ બનાવ્યો હશે પણ તે બનાવનારને આ અપંગો વિશે કદાચ ધ્યાન નહી હોય. ચામડાનાં પર્સ અને પટ્ટો કાઢીને આવવાના નિયમમાં શું એકાદ અપવાદ ન બની શકે. ભગવાન આવા કઠોર નિયમ બનાવનારને સદબુદ્ધિ આપે.

– રૂપેન પટેલ

બિલિપત્ર

કહું હું શું અહીં, મુજ દિલતણો હર તાર જુદો છે,
અને ફરિયાદનો હર તારમાં પોકાર જુદો છે.
– ફકીર


આપનો પ્રતિભાવ આપો....

32 thoughts on “મંદિરના નિયમમાં શું ફેરફાર ન થઇ શકે ? – રૂપેન પટેલ

  • Rameshbhai patel

    rupenbhai tamari vat sachi 6e ane apana samaj ne sarmave ava niyamo nu jad pane palan karva vala pan jad buddhi na kevaya

  • jatin bhatt

    રુપેનભાઇ,
    મે ઘણા ધાર્મિક પુસ્તકોનો અભ્યાસ કર્યો છે.
    પરંતુ આવું બુટ પહેરીને મંદિરમાં ના જવાય, આવું કોઈ પુસ્તક લખેલું નથી. કદાચ બુટ પહેરીને મંદિરમાં જવાથી રેતી અથવા કચરો આવતા હોવાથી અથવા સ્વછતા જળવાતી ના હોવાથી આ પ્રકાર નો નિષેધ હોઇ શકે છે.
    જતિન ભટ્ટ.

  • vipul

    મંદિરના ટ્રસ્ટ દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામા આવે તો વંદનીય છે.

  • સુભાષ પટેલ

    શ્રીમદ્ ભગવદ્ગીતા એ ઘણા માટે માર્ગદર્શક છે. મહાત્મા ગાંધી સંકટની ઘડિયોમાં તેમાંથી સમાધાન શોધતા. ગાંધીજી આપણા માટે શ્રદ્ધેય છે. તેમના સુવિચારોમાંનો એક છે – Temples are for sinners, not for saints. એ વાત ખરી છે કે આપણાંમાંના ઘણા sinners છે એટલે મંદિરમાં જવું જરુરી છે. ગીતાજી પ્રમાણે ભગવાને અર્જુનને વિરાટના દર્શન કરાવીને પોતાનું સ્વરુપ બતાવ્યું હતું. એ મંદિરમાં જોવા નથી મળતું. તો પછી માણસો મંદિરમાં જાય છે શા માટે? એ શ્રદ્ધાનો વિષય છે. પણ બધું ઇશ્વર જુએ જ છે. તેમ ઉપરનો બનાવ પણ જોયો જ હશે. એ આવું શું કામ થવા દેતો/દેતી હશે?

  • harshal brahmbhatt

    અરે હું તો કહું છુ એ લોકો માટે વિશેષ દર્શનનો લાભ આપવો જોઈએ
    રહી વાત ચામડાની તો …દર્શનાર્થીમાં કેટલાક પાન મશાલા ખાઈ ને ગયા હશે, કેટલાક મનમાં એમ પણ કેહતા હશે કે આ ભીડ ઓછી થાય તો સારું, તો કેટલાક પોતાનું શરીર સાફ કરીને નહિ આવ્યા હોય અને જો આવ્યા હશે તો મન સાફ નહિ હોય , એના કરતા ધન્ય છે એ બાળક ને જે સાચી શ્રદ્ધા સાથે ભીડ કે અન્ય તકલીફની ચિંતા વિના દર્શનનો લાભ લેવા આવ્યો છે.
    હર્ષલ બ્રહ્મભટ્ટ

  • pathik patel

    અફસોસ કે તમને એ વ્યક્તિ નિ મજબુરિ ફક્ત મન્દિર પુરતિ દેખાઇ ઘના સરકરિ કામ કરાવવા એ ને ઘના ધક્કા ખાવા પડ્યા હસે પણ એનુ દુખ ફક્ત મન્દિર મા દેખાયુ

  • dave mrugesh

    rupen bhai tame bahu j sachi vat kari 6e paratu 1 bijee vat pan kav ke khas kari ne surastra ni bahar darsan karvana pan paisa aapava pade 6e to su bhagava ne tavu kidhu 6e k mara darsan pasa aapine j karva

  • Yogesh Chudgar-Chicago US

    રુપેનભાઈ નુ ઓબઝર્વેશન સાચે જ વ્યહવારિક છે.
    મદિર માટેના નિયમો સમય પ્રમાણે બદલાય તે જરુરી છે. પણ મદિર પર કોનો કાબુ છે, તે વિચાર માગી લે છે. મદિરો પણ હાલમા જાણે કોમર્શીયલ છે.
    પરિવર્તનની જરુર છે, પણ કોણ પહેલ કરશે ?

  • anju

    લોકોનેી સમજણનો અભાવ વ્યક્તિની સન્વેદનાને કેમ સમજી ન શકે?
    આવા જડ નિયમો શા માટે?
    ખુબ હ્ર્દયસ્પર્શી વાત કરિ.

  • naresh patel

    મદિર્ મઅ ચપ્લ પહેરિ ને નહિ જવા નો નિયમ સ્વ્ચ્હ્તા માટે જ હશે પરન્તુ અપન્ગ ને બુટ પહેરિ ને જવા નુ કહેવા નિ પહેલ રુપેનભાઈ તમે કેમ ન કરિ કેમ કે તમે સમાજ થિ ડરો છઓ અને જે સમાજ મા લેખક સાચુ કહેતા ડરે તે સમાજ મા પરિવ્ર્તન ના આવિ શકે

  • ધવલ સુ. વ્યાસ

    હૃદયસ્પર્શી વાત કરી છે રૂપેનભાઈ. ખાસતો તમે જે કહ્યું કે “અંદર મંદિરમાં બેઠેલાં માંએ આ અપંગોને દર્શન કર્યા વગર ગયા તે જોયું નહી હોય?” તે વિચારવા જેવું છે. જે પુજારીઓએ આ અપંગ દંપતિને જોઈને અવગણ્યાં તે પોતે પણ શુદ્ધ નહી હોય. તેમણે પોતે પણ કદાચ ક્યારેક તો (મંદિર બંધ હોય ત્યારે કે ભક્તોની ગેરહાજરીમાં) મંદિરમાં પ્રવેશ કરવા માટેનાં ઘણા નિયમો તોડ્યા હશે. સવાલ ત્યાં નિયમનો નથી, પણ પુજારી ચાલુ દર્શને, અને તે પણ રવિવારે, માધુપુરાનાં અંબાજીના મંદિરની એટલી બધી ભીડને મુકીને પેલા દંપતિને આવકારવા જાય તો તેની આવકમાં કેટલું નુકશાન થાય તે વિચારે જ તેને પાછળ પાડ્યો હશે, અથવાતો પેલા અપંગ લોકોએ હાથ ઉંચો કરીને સોની કે પાંચસોની નોટ ફરકાવી હોત તો કદાચ પુજારી તેમને તેડીને માતાના દર્શન કરાવવા લઈ જાત. આ દુનિયામાં બધુ લક્ષ્મિ માટે થાય છે ભાઈ.

  • અશોકકુમાર-'દાદીમા ની પોટલી'

    રૂપેનભાઈ,

    મંદિરના નિયમમાં ફેરફાર કરવા જોઈએ કે નહિ ? વિષય અને વસ્તુને ગહનતાથી વિચારીએ તો આ કોઈ જળ નિયમ જ છે તેવું નથી, મોટાભાગના લોકોની સમજણના અભાવ ના કારણે આવું ઘટતું હોય છે.

    હકીકતમાં મંદિર હોય કે ઘર હોય, નિયમની જ્યાં વાત છે ત્યાં જે તે સમયની સોચને/જરૂરીયાથને ધ્યાનમાં રાખી / આધારે સામાન્ય સંજોગમાં નિયમ નક્કી કરેલા હોય છે, પરંતુ માણસ હંમેસા ડરથી જ જીવ્યો છે અને જીવતો આવે છે તેથી જે તે નક્કી કરેલી વાત / નિયમને જડ સ્વરૂપ આપી દેવામાં આવતું હોય છે. જે બદલી શકાય છે, તેથી કોઈ ધાર્મિક લાગણી ને ઠેસ પોહંચતી નથી. પરંતુ આપણે હંમેશાં અનેક રૂઢિગત માન્યતામાં ઘેરાયેલા હોય આવું ઘટતું જોવા મળે છે.

    મને નથી લાગતું કે આ કોઈ મોટો પ્રશ્ન હોય ? !

    પરંતુ આવી ચર્ચા જરૂરી ખરી. જે પરંપરાથી કોઈ દિવસ બહાર આવવા માટે માર્ગદર્શક બની રહેશે.

    • Nilesh

      ૧૦૦૦૦ હજાર વર્ષ જૂની હિંદુ સાંસ્કુતિના મંદિરોની સરખામણી ચર્ચ સાથે થઇ જ કેવી રીતે શકે?

      • Vandit

        Hindus believe in worshiping Idols and Christians they don’t believe in worshiping idols (except catholic). So, when we have our God’s idol in front of us we are feeling like ashamed to go into temple etc without removing our shoes. This is not a matter that since how long time the Hindu culture and religion does exist etc. This is the only matter of your own belief. Moreover I’m in US and I do attend the Church service on every Sunday and honestly speaking I have seen a way systematic practice and holiness into the Churches then anywhere else. No offence to anyone. Please don’t feel that I’m against any religions or I’m a bias. Thank you.

  • Madhav

    એકદમ સાચી વાત કરી છે રૂપેનભાઇ,

    ધાર્મિકતા માં એટલા બધા જડ નિયમો માં થોડા ઘણા અપવાદ છે જેને આપણે સ્વીકારવા રહ્યા.. તમારા માતુશ્રી ને પણ અભિનંદન અપાવા ઘટે કે તેમને તે બાળક ને તેડી ને દર્શન કરાવ્યા બાકી આજકાલ તો અમુક જડવાદી લોકો તેમના જેવા જ હાડ-માંસ થી બનેલા લોકો ને સ્પર્શવા માં પણ પાપ સમજે છે.
    http://www.sthitpragnaa.wordpress.com

  • પી. યુ. ઠક્કર

    ચંપલ કે ચામડુ પોતે જ અપવિત્ર નથી. આ સ્વચ્છતાની જાળવાણીના ખ્યાલમાંથી આવ્યુ હશે. કારણ કે, આપણે રસ્તા પર ચાલતા હોઇએ તે રસ્તા પર કેટલાય લોકો થૂંક્યા હોય, પશુ-૫ક્ષીએ તેમની દૈનિક ક્રિયાઓ રસ્તા પર જ કરી હોય. તે જોડાના તળીયે કંઇક બેક્ટેરીયા હોય.

    પણ આમ છતાં રૂપેન ભાઇએ જે વાત કરી છે તે બહુ મહત્વની છે. આવા અપવાદરૂપ કિસ્સામાં મંદિરના સંચાલકોએ પગની તકલીફવાળાઓને માટે દયાભાવ રાખીને દર્શન કરાવવા માટે મદદરૂપ થવું જોઇએ. અને બીજા જે કોઇ મદદરૂપ થાય તેમને પ્રોત્સાહન મળે તેવી વ્‍યવસ્થા મંદિર તરફથી હોવી જોઇએ. પણ જોવા એ મળે છે કે, ભીડમાં પૂજારીઓ તેમનું પેટીયું રળતા ડાકોરમાં ક્યાં જોવા નથી મળતા?

  • કશ્યપ

    રૂપેન ભાઈ. આપની વાત ખુબા જ સાચી છે .

    કોઈ પણ માણસ નિર્મિત નિયમ અફર હોતો નથી . યોગ્ય લાગે તો એને બદલાવવો જ પડે છે.

    મને નથી લાગતું કે કોઈ ચપ્પલ – બુટ પહેરી ને જાય તો ભગવાન દર્શન આપવાની નાં પાડે. જો આવું જ હોય તો ચપ્પલ પહેરવા જ નાં જોઈએ. ઘર, શાળા, ઓફીસ, દુકાન એક મંદિર જ છે. માં-બાપ , વડીલ ભગવાન જ છે. એની સામે તે પહેરાય જ કેમ .

    • Hamza

      કશ્યપે એક દમ સાચ વાત કિધિ છે… અપંગ લોકો ને પણ માલદાર લોકો ની જેમ ધાર્મિક સ્થાનો એ બધી કડાકુટ માં થી છૂટ હોવી જોઈએ…

  • "માનવ"

    એક વાર એક શોપીંગમોલના ઓટલા પર બેઠા બેઠા આ વિશે વાત કરેલી અને એજ વાત અહીંયા જોઈ દીલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું.

  • Lata Hirani

    રુપેનભાઇ, એક સારો વિચાર આવવો એ ય સારી વાત છે.અભિનન્દન.
    હુ આને કાર્યમા પલટાવવામા માનુ છુ.
    હુ આવા સમયે મન્દિરમા જઇને વાત કરુ કે આમ થવુ જોઇએ. એ વગર આપણા સમાજ્મા ફેલાયેલી મૂઢતા દૂર નહિ થાય.

  • સોહમ રાવલ

    સરસ લેખ રુપેનભાઇ…
    આ બાબતે સુધારો લાવવાની જરુર છે જ.લોકો ભગવાનના દર્શન કરવા જાય છે પણ એમ નથી સમજતા કે દર્શન કરવા જતા રસ્તામા કોઇકને સહાય કરવી એ ભગવાનના દર્શન કરતા પણ મોટી વાત છે.

  • gujjustuff

    Rupenbhai, tamari vaat ek dam sachi chhe.. samaj na kahevata bhakto bija bhakto ni majburi samajta nathi ane aava jad jeva niyamo ma koi ferfar karta nathi… aaj vastu aapda karta videsho ma ghani sari chhe, teo aava majbur loko mate potana niyamo ma apvad rakhe chhe..

  • gujarati

    રુપેનભાઈ,
    તમારુ નીરીક્ષણ સારુ છે.

    નીયમ બનાવાય છે સારી વ્યવસ્થા જળવાય તે માટે, જેની જોડે બિજા પણ ધાર્મીક કારણો હોઈ શકે.

    વાત અહી સાચી સમજણ ની છે. સાચી સમજણ હોય તો અપવાદ રુપ કિસ્સા મા છુટછાટ આપી શકાય. પુજારી તથા અન્ય ભક્તજનો ભણ્યા પણ ગણ્યા નહી તે વાત મુખ્ય છે.

    આ જ પ્રસન્ગ મા એક આમ અપંગ આદમી ની જગ્યા એ જો કોઇ માલેતુજાર અપંગ કે કોઇ ઊચ્ચ હોદ્દા ધારાવતો પ્રધાન હોય તો ………. જરા વીચારજો … પ્રસંગ નો અંત કેવો હોય અને પુજારી નુ વર્તન કેવુ હોત.

    સલમાનખાન નિ ટ્વિટર પોસ્ટ વાંચવા જેવી છે…. મેરા ભારત મહાન.

  • Piyush Ashapuri

    Rupenbhai, khub sachot nirdesh 6e. Banavela and padvama avta niyamo jarurthi sara mate j hoy 6e, pan koi koi vakhat jarur pade lokhit ne dhyan ma rakhne ane change/ Update karij sakay. ghanu dukh thay 6e jyare aaje pan mandir jeva pavitra sthane kyerek avu janva made k shtrio mate k amuk kom na loko mate pravesh ni pabandhi hoy!!!