સળગતો રહ્યો – પિયુષ આશાપુરી
Jan 3rd
પરિચય એમનો સદા કનડતો રહ્યો,
પળની ભીનાશે રોજ હું સળગતો રહ્યો.
પ્રેમ શું? સમજાયા છતાં શોધતો રહ્યો,
પ્રણયની કટારે રોજ હું પીગળતો રહ્યો.
એમની યાદોનો કાફલો સદા કણસતો રહ્યો,
ને મુજને મહેફિલમાં પણ એ એકલો કરતો રહ્યો.
વિષય નો’તો મારો પ્રણયનો છતાં પરખતો રહ્યો,
કે ફરી ફરીને ચાહવાની ભૂલ હું કરતો રહ્યો.
કેફિયતમાં મારી ખુદાને સદા ફરમાવતો રહ્યો,
કૈ ગુનો નથી તોય વિરહને સત્તત વહોરતો રહ્યો.
- પિયુષ આશાપુરી
મિત્ર શ્રી પિયુષ આશાપુરીની રચનાઓ, ખાસ કરીને તેમની પ્રેમપ્રચૂર ગઝલોનો ચાહક કોલેજના સમયથી રહ્યો છું. તેમના પત્નિ શ્રીમતી ડિમ્પલ આશાપુરીની રચનાઓ આપણે અક્ષરનાદ પર ઘણી વખત માણી છે, પિયુષની અક્ષરનાદ પર આ ત્રીજી રચના છે. આશા છે તેમની રચનાઓ આમ જ માણવા મળતી રહેશે. અક્ષરનાદને આ કૃતિ પ્રસિધ્ધિ અર્થે મોકલવા બદલ તેમનો ખૂબ આભાર.
| Print article | Clutter free reading |
No trackbacks yet.
તમારે લગ્ન કરવા છે? શરતો અને પૂર્વધારણાઓ … – જીજ્ઞેશ અધ્યારૂ
about 3 years ago - 10 comments
શ્રી સુરેશ દલાલની ક્ષમાયાચના સાથે તેમની ખૂબજ સુંદર રચના “તમને તારાઓની બારાખડી ઉકેલતાં આવડે છે ?” નું પ્રતિકાવ્ય બનાવવાનો પ્રયત્ન કર્યો છે.
અમારા સહકાર્યકર અને મિત્ર અને વ્યવસાયે સિવિલ ઇજનેર શ્રી ભરત માલાણીના શુભલગ્ન પ્રસંગે તેમને આ રચના સપ્રેમ પ્રસ્તુત કરી છે. પ્રભુ તેમના સહજીવનને આનંદ-ઉલ્લાસભર્યું, સફળ અને સુખદ બનાવે તેવી પ્રાર્થના. જો કે મિત્રોને લગ્નપ્રસંગે આવા કાવ્યો આપવા એવી કોઈ પ્રથા પાડી નથી પરંતુ એક મિત્રના લગ્નપ્રસંગે લખેલી રચના તારા Marriage થઇ જશે પછી આ બીજી એવી જ રચના થઈ છે.
તારા વિનાની જીંદગી (ગઝલ) – વિકાસ બેલાણી
about 3 years ago - 5 comments
સૂરતમાં એક ખાનગી કંપનીમાં ઇલેક્ટ્રીકલ ઈજનેર તરીકે કામ કરતા મિત્ર વિકાસ બેલાણી અમારા જૂના સહકર્મચારી હતાં. તેમની આ રચના ઘણાં વખતે આવી છે. જીવનને, પ્રેમને એકબીજાની જરૂરત કેટલી છે એ સ્પષ્ટ કરવાનો અહીં તેમણે પ્રયત્ન કર્યો છે. પ્રિયતમ વગરના એકલા પ્રેમીની હાલત અહીં વ્યક્ત કરવાનો પ્રયાસ થયો છે. તેમની હજુ વધુ રચનાઓ, ભાવપ્રધાન એવી તેમની ગદ્ય-પદ્ય રચનાઓ વધુ રચાતી રહે અને આપણને મળ્યા કરે તેવી ઈચ્છા સાથે તેમને શુભકામનાઓ.
વાત ખાસ છે – જીજ્ઞેશ ચાવડા
about 3 years ago - 6 comments
હમણાં મિત્રતા વિશેની રચનાઓની અક્ષરનાદ પર જાણે મૌસમ ચાલે છે. મિત્ર જીજ્ઞેશ ચાવડાના ઘણાં મિત્રોમાંથી તેમના બે ખાસ મિત્રોને લક્ષમાં રાખીને કાવ્ય લખવાની ઈચ્છા થઈ. તેમની પાસે ઈચ્છા વ્યક્ત કરી તો તેમણે જીજ્ઞેશભાઈને ધમકી ભરી હા પાડી… જે હતી “તુ તારી ઈચ્છા પૂર્ણ કર પણ, જો અમારા વિષે કાંઈ પણ અયોગ્ય લખ્યુ છે તો જોઈ લેજે…..” અને આખરે તેમના વખાણ કરતુ કાવ્ય તેમણે બનાવ્યું, પણ આખરી પંક્તિઓમાં તેમના ” ખરેખર વખાણ ” કરવાનું ચૂક્યા નહીં, હવે તેમને શું શું સહન કરવું પડશે એ જાણવું રસપ્રદ રહેશે….
કાં સાહ્યબા ! – દાન વાઘેલા
about 3 years ago - 4 comments
પ્રણયના ભીના રંગે રંગાયેલી આ સુંદર ગઝલ બે ઉત્કટ પ્રેમી હૈયાઓની વાત ખૂબ સુંદર અંદાઝમાં રજૂ કરે છે. જવાનીના દિવસોમાં અનુભવાયેલી ઉત્કટતા, વૃદ્ધત્વનો સહારો બની રહે છે, અને એ અગમ્ય ખેંચાણ, એ હા અને ના વચ્ચેનું નાનકડું અંતર, અને એ મિલન પછીની જુદાઈ ભૂલી ભૂલાતી નથી. કોઈ જૂના પુસ્તક પરથી જેમ ધૂળ ખરે અને રંગો સ્પષ્ટ થઈ જાય તેમ પ્રણયના રંગો તાજા જ રહ્યાં છે. જે ઝરમરતાં વરસાદમાં પ્રણયથી ભીંજાવાનો અનુભવ તેમણે લીધો હતો, તે દ્રશ્યોના સહારે આજે ઘડપણમાં જીવન વ્યતીત થઈ રહ્યું છે. આ બધાંજ અનુભવોનો એક સુંદર પ્રાદુર્ભાવ એટલે શ્રી દાન વાઘેલાની આ ગઝલ. અને આ સુંદર ગઝલના દરેકે દરેક શે’ર બેનમૂન છે, “કાં સાહ્યબા !”
ઢાળી દે છે – પ્રવિણ શાહ
about 3 years ago - 12 comments
અક્ષરનાદના વાંચકમિત્ર શ્રી પ્રવીણભાઈ શાહ વડોદરા રહે છે અને પદ્ય રચનાઓ તેમનો પ્રિય વિષય રહ્યો છે. પ્રસ્તુત રચનામાં તેઓ એક વિદ્યાર્થીની વેદના અને તેના ભવિષ્ય વિશેની આપણી જડ મનોવૃત્તિ પર ચિંતા વ્યક્ત કરતા જણાય છે. ડોક્ટર, ઈન્જીનીયર વગેરે ઢાળોમાં, બીબાઓમાં તેને ઢાળવાનો પ્રયત્ન તેના પ્રથમ ડગલાથી જ શરૂ થઈ જાય છે. તેની વિકસવાની શક્યતાઓ પર કાતર ફેરવી દેવામાં આવે છે, તેની ક્ષિતિજ ખૂબ સંકુચિત થઈ જાય છે. અને તેના સપનાઓ સપના રહે છે અને તે બીજાઓના સ્વપ્ન માટે, તેમની આકાંક્ષાઓ માટે મંડ્યો રહે છે. ચીલાચાલુ વિષયથી સહેજ હટીને એક સચોટ વાત કહેતો આ ગઝલરચના નો પ્રયત્ન ખૂબ જ સુંદર છે. પ્રવીણભાઈને એ માટે ખૂબ શુભેચ્છાઓ.
મુક્તકો – જીજ્ઞેશ ચાવડા
about 3 years ago - 10 comments
મિત્ર જીજ્ઞેશ ચાવડાની રચનાઓ એવા કેટલાક મુક્તકો આજે પ્રસ્તુત કર્યા છે. મુખ્યત્વે પ્રેમની અને વિરહની વાતો કરતા આ મુક્તકો હજી શરૂઆત છે. અમે હજી આ ક્ષેત્રમાં પા પા પગલી કરી રહ્યા હોઈ જે જગ્યાઓ પર વિસ્તારને અથવા વિચાર સુધારાને અવકાશ હોય ત્યાં મુક્તપણે સૂચવશો તો આનંદ થશે. વિચારને, કલ્પનાને યોગ્ય ક્ષેત્ર, યોગ્ય રસ્તો અને પ્રસ્તુતિની કળા સાંપડે એ ઈચ્છવાયોગ્ય જ હોય.
માસ્ટર્સ ઈન કરપ્શન ટેકનોલોજી – ‘અફાટ’ પોરબંદરી
about 3 years ago - 5 comments
મહેરબાની કરી ઉપરના શીર્ષકનો અર્થ એમ ન કરવો કે લેખકની ડિગ્રી માસ્ટર્સ ઈન કરપ્શન ટેકનોલોજી છે. એ ફક્ત એટલું સૂચવે છે કે આ શીર્ષકની કવિતા ‘અફાટ’ પોરબંદરી એ લખી છે. લેખક મારા ખૂબ સારા મિત્ર છે અને તેમની પોતાનું નામ જાહેર ન કરવાની વિનંતિએ તેમને આ નવું તખલ્લુસ અપાવ્યું છે. તેઓ સૂરતમાં એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરે છે અને આ કવિતા તેમના અનુભવની રજૂઆત છે, જો કે બધાંયને આ પોતાનો અનુભવ લાગે તો નવાઈ નહીં. પ્રતિભાવો તેમને આ નવા ક્ષેત્રમાં ડિગ્રી ન લેવાની પ્રેરણા અવશ્ય આપશે…
સંબધ ની નાવ – જીજ્ઞેશ ચાવડા
about 3 years ago - 7 comments
વૈવિશાળ અને લગ્ન વચ્ચેનો સમયગાળો યુગલ માટે, પ્રેમીઓ માટે જીવનના સ્વપ્નોને શણગારવાનો એક અનોખો અવસર છે. વૈવિશાળ થઈ ગયા હોય અને લગ્ન બાકી હોય ત્યારે હૈયામાં અનેક સ્વપ્નો હોય છે, ઉમંગો અને જીવનના આયોજનોથી મન છલકાઈ જાય છે. આવાજ સંજોગો દરમ્યાનની લાગણીઓને શ્રી જીગ્નેશ ચાવડાની ઉપરોક્ત રચનામાં સુપેરે વ્યક્ત થઈ છે. એક બીજાનો સાથ સહકાર, મિત્રો અને સગાવહાલાંનો વિશ્વાસ અને જીવનના ગમે તેવા કપરા સંજોગોમાં સતત આગળ વધ્યા બંનેને એક મજબૂત તાંતણે એક બીજા સાથે જોડે છે, એ બંધનમાં બંધાવાની, ઉલ્લાસથી જીવન જીવી જવાની ભાવના અહીં વર્ણવાઈ છે. અંતિમ પંક્તિઓમાં તેઓ સહજીવનની શરૂઆત થયા પછીની વાત કહે છે.
પ્રભુ, હવે શું માંગું? – જીગ્નેશ ચાવડા
about 3 years ago - 7 comments
પ્રસ્તુત રચના પ્રભુ શ્રી કૃષ્ણના જીવન સાથે માનવ જીવનની સરખામણી અને તેમને ભોગવવા પડેલા કષ્ટો અને મુસીબતોની સામે તેમણે કવિને આપેલી સગવડો અને સુખોની વાત કરવાનો પ્રયત્ન કરે છે, પ્રભુ પાસે શું માંગવું એ વિશે વિચારતા કવિને દરેક રીતે પ્રભુના જીવન કરતા પોતાના જીવનના સુખો અને સગવડો વધારે લાગે છે, પ્રભુએ તેમને બધુંજ જરૂરી આપ્યું છે એમ અનુભવતા કવિને ક્ષુલ્લક સુખોની માંગણી કરવી ગૌણ લાગે છે, કદાચ એટલે જ તેઓ પ્રભુના ચરણ કમળમાં જ જીવનનો અંત થાય તેવી માંગણી મૂકે છે. રોજીંદી ઘરેડથી અને સામાન્ય વિષયોથી કાંઈક અલગ રચના એ શ્રી જીગ્નેશ ચાવડાની વિશેષતા રહી છે, આ રચના તેમની સર્જન પ્રક્રિયામાં મોરપીંછ છે એ વાતમાં શંકાને સ્થાન નથી.
બે કાવ્ય રચનાઓ – નીરજ પરમાર
about 3 years ago - 5 comments
પ્રણયભીના હૈયા અભિવ્યક્તિના કોઈ બંધનોમાં જકડાતાં નથી, તેમને શબ્દોની કારીગરી કરવી પડતી નથી, એ આપોઆપ સર્જાઈ જાય છે, આવી જ બે રચનાઓ આજે પ્રસ્તુત છે. અક્ષરનાદના વાચક મિત્ર શ્રી નીરજભાઈ પરમારનો આ સુંદર કાવ્ય રચનાઓ પ્રકાશન માટે અક્ષરનાદને મોકલવા બદલ ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ. આશા છે તેમની તરફથી આમ જ ભવિષ્યમાં પણ સુંદર રચનાઓ સર્જાતી રહેશે.
.png)

about 3 years ago
કેફિયતમાં મારી ખુદાને સદા ફરમાવતો રહ્યો,
કૈ ગુનો નથી તોય વિરહને સત્તત વહોરતો રહ્યો.
સરસ
about 3 years ago
ધન્યવાદ્
about 3 years ago
સરસ ભાવવાહી રચના.
આ ગઝલ (?)નું છંદોવિધાન શું છે? પકડાયું નહીં.