શિવાજીનું હાલરડું – ઝવેરચંદ મેઘાણી
Sep 15th
આભમાં ઉગેલ ચાંદલો ને જીજીબાઈને આવ્યા બાળ
બાળુડા ને માત હિંચોળે
ઘણણણ ડુંગરા બોલે !
શિવાજીને નીંદરૂ ના’વે,
માતા જીજીબાઈ ઝૂલાવે.
પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લખમણની વાત
માતાજીને મુખ જે દી થી,
ઊડી એની ઉંઘ તે દી થી…. શિવાજીને ….
પોઢજો રે મારા બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ
કાલે કાળા જુધ્ધ ખેલાશે
સુવાટાણું ક્યાંય ન રે’શે…. શિવાજીને ….
ધાવજો રે, મારા પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ
રેશે નહીં રણ ઘેલુડા
ખાવા મુઠ્ઠી ધાનની વેળા …. શિવાજીને ….
પેરી ઓઢી લેજો પાતળા રે ! પીળા – લાલ પીરોજી ચીર
કાયા તારી લોહીમાં ના’શે
ઢાંકણ તે દી’ ઢાલનું થાશે …. શિવાજીને ….
ઘૂઘરા, ધાવણી પોપટ લાકડી ફેરવી લેજો આજ
તે દી તો હાથ રે’વાની
રાતી બંબોળ ભવાની …. શિવાજીને ….
લાલ કંકુ કેરા ચાંદલાને ભાલે તાણજો કેસર આડપ
તે દી તો સિંદોરિયા થાપા
છાતી માથે ઝીલવા, બાપા…. શિવાજીને ….
આજ માતા ચોડે ચૂમીયું રે ! બાળા ઝીલજો બેવડ ગાલ,
તે દી તારા મોઢડા માથે
ઘુંવાધાર તોપ મંડાશે. શિવાજીને ….
આજ માતાજીની ગોદમાં રે, તુંને હુંફ આવે આઠે પોર,
તે દી કાળી મેઘલી રાતે
વાયુ ટાઢા મોતના વાશે …. શિવાજીને ….
આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડા કેરી સેજ
તે દી તારી વીર પથારી
પાથરશે વીશ ભુજાળી …. શિવાજીને ….
આજ માતાજીને ખોબલે રે, તારા માથડાં ઝોલે જાય
તે દી તારે શિર ઓશીકાં
મેલાશે તીર બંધૂકા …. શિવાજીને ….
સૂઇ લેજે મારા કેસરી રે ! તારી હિંદવાણું જોવે વાટ
જાગી વે’લો આવ બાલુડા
માને હાથ ભેટ બાંધવા …. શિવાજીને ….
જાગી વે’લો આવજે વીરા
ટીલું માના લોહીનું લેવા.
શિવાજીને નીંદરૂ ના’વે
માતા જીજીબાઇ ઝૂલાવે.
બાળુડાને માત હિંચોળે, ઘણણણ ડુંગરા બોલે !
- ઝવેરચંદ મેઘાણી
( આભાર સહ ભેટ પુસ્તક ” અમને ગમતા કાવ્યો, ગઝલો ” માંથી. પુસ્તક સંકલન શ્રી ઇન્દીરા શાહ અને ડો. પ્રફુલ્લ શાહ, સાવરકુંડલા, જી. અમરેલી)
| Print article | Email This Post | Clutter free reading |
.png)





about 3 years ago
ઋવાટા ઊભા થઈ ગયા.
about 3 years ago
મને સૌથી વધુ ગમતી રચના.
about 3 years ago
આખુ કાવ્ય આજે વાચવા મ્ળ્યુ
about 3 years ago
હુજ સરસ્ મરઅથિ મ હોઇ તો મરથિ ફ્રિએન્દ્સ ને મોક્લિ સકાય્
બરોદા ના કોઇ હેલ્પ કરિ સકે.
about 3 years ago
યાર આ સોન્ગ મને એમ્ે પિ ૩ ફોર્મટ મા મલે ???
about 3 years ago
નિચે લખેલ પન્ક્તિ વારે વારે વાગોલ્તો હતો આજ આખુ ગેીત માણ્યુ…આભાર, મજા આવિ ગઈ….
ઢજો રે મારા બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ
કાલે કાળા જુધ્ધ ખેલાશે
સુવાટાણું ક્યાંય ન રે’શે…. શિવાજીને ….
Jig..!
about 3 years ago
Mr. Rajbhai Thakrey Ko Yeh Padhne ko Bhejna chahiye…!
Superb Kavita from Zaverbhai Meghani.