તદ્દન સરળ અને મૂળભૂત વાંચન અનુભવો - કૃતિની નીચે "સરળ વાંચન" કડી પર ક્લિક કરો |
|---|
મોબાઈલનો વારસદાર – રતિલાલભાઈ બોરીસાગર
Feb 3rd
મોબાઈલનો વારસદાર
ભેટ્યે ઝૂલે છે મોબાઈલ વીરાજી કેરી ભેટ્યે ઝૂલે રે!
મારા પપ્પાને બે’ન બે બે કુંવરીયા બૈ વચ્ચે પાડ્ય છે ભાગ – વીરાજી કેરી
મોટે માંગ્યો છે બે’ન અવિચળ ટેલીફોન નાને માગ્યો છે મોબાઈલ,
હાં રે બેની નાને માંગ્યો છે મોબાઈલ – વીરાજી.
મોટો બેઠો છે ઘેર આરામ ફરમાવતો નાનો રખડતા રામ – વીરાજી.
મોબાઈલ ફોનની રિંગુડી વાગતી નાનો બાઈકનો અસવાર – વીરાજી.
રમઝમતી બાઈકે નાનો ફોનુડા સાંભળે વાતુંનો આવે ના પાર – વીરાજી.
એક દી બીજો બાઈકનો અસવાર ભટકાયો નાનાની સાથ – વીરાજી.
વેરાયા બોલ વીરના ફેલાયા આભમાં પછડાયો સાવ ઊંધમૂંધ – વીરાજી.
બેઉ હાથે થયાં નાનાને ફ્રેક્ચર મોબાઈલનાં છૂટ્યાં બંધાણ – વીરાજી.
ભેટ્યે ઝૂલે છે મોબાઈલ વીરાજી કેરી ભેટ્યે ઝૂલે રે.
- શ્રી રતિલાલભાઈ બોરીસાગર
(ઝવેરચંદ મેઘાણીનાં કાવ્ય “તલવારનો વારસદાર” નું પ્રતિકાવ્ય )
****************
ગુજરાતી હાસ્ય લેખન ક્ષેત્રે પ્રસ્થાપિત લેખકોની પ્રથમ શ્રેણીમાં બિરાજતા અને સાહિત્ય ક્ષેત્રે જેમનું નામ ખૂબજ આદરથી લેવાય છે તેવા શ્રી રતિલાલ બોરીસાગર સાહેબનો આ હાસ્ય અઠવાડીયાનાં પ્રયત્નમાં આશિર્વાદ અને પ્રોત્સાહન આપવા માટે અધ્યારૂ નું જગત તરફથી ખૂબ ખૂબ આભાર. પ્રયત્નને જ્યારે પ્રોત્સાહન મળે ત્યારે તેની મહેનત સફળ થઈ જાય છે. શ્રી રતિલાલ સાહેબનો આ માટે હાર્દિક આભાર અને પ્રણામ. તેમનો સંપર્ક ratilalborisagar@gmail.com પર કરી શકાય છો.
“આપના દ્વારા શરૂ કરવામાં આવી રહેલા આ હાસ્ય અઠવાડીયા માટે મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સાહિત્ય પ્રસારના આ પ્રયત્નો અને હાસ્ય લેખન ક્ષેત્રે થઈ રહેલું આ કામ ખરેખર આનંદની ઘટના છે. આ પ્રયત્નની સફળતા માટે ખૂબ આશિર્વાદ.” - શ્રી રતિલાલભાઈ બોરીસાગર
*****************
મોબાઈલનું ગુજરાતી નામ ‘મેઘદૂતમ’ રાખ્યું હોય તો ?
| Print article | Email This Post | સરળ વાંચન - પ્રાયોગિક પ્રયત્ન |
.png)




about 3 years ago
“આપણા માટે તો મોબાઈલ એજ મેઘદૂતમ”
about 3 years ago
મોબાઈલ માટે ‘મેઘદૂતમ’ નામ રાખવાનો વિચાર સારો છે. અહીં પુણેમાં મોબાઈલને ‘ભ્રમણધ્વનિ’ કહે છે!
about 3 years ago
mobile parnu kaavya khub maanyu
about 3 years ago
khub saru name che..meghdutam
about 2 years ago
તલવારનો વારસદાર અહિ વાંચો http://www.forsv.com/guju/?p=634