પૂછું એક વાત (બાળગીત)- રાજુ કાનાણી
Jan 20th
પૂછું એક વાત ?
ચાંદામામા, તમને પૂછું એક વાત ?
અમાસે ક્યાં ગયા’તા આખી રાત ?
સૂરજ દાદા, તમને પૂછું એક વાત ?
રહો છો ક્યાં તમે આખીયે રાત ?
દાદાજી, તમને પૂછું એક વાત ?
થાય કેવી રીતે આ દિવસ અને રાત ?
દાદીમાં, તમને પૂછું એક વાત ?
ચમકે તારલિયા કેમ આખી રાત ?
પપ્પાજી તમને પૂછું એક વાત ?
તમરા શીદ બોલતાં આખી રાત ?
મમ્મીજી, તમને પૂછું એક વાત ?
સપનામાં કેમ આવે તારી જ વાત ?
- રાજુ કાનાણી
{ “બાળકો આવો ગીતો ગાઓ” માંથી સાભાર }
| Print article | This entry was posted by AksharNaad.com on January 20, 2009 at 12:01 AM, and is filed under કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય, બાળ સાહિત્ય. Follow any responses to this post through RSS 2.0. You can leave a response or trackback from your own site. |












about 1 year ago
બાળપણ યાદ આવી ગયુ
” તમારો આભાર”
about 1 year ago
કેટલું ભોળપણ છે બાળપણમાં!!!!!
સાચે મઝા આવી ગઈ