આપણા ખીસાના પાકીટમાં શું હોય? જેમ કે પૂરો થવા આવેલો રેલ્વેપાસ કામનાં અને નકામાં વિઝિટીંગ પાસ, રેવન્યુ સ્ટેમ્પસ રબર બેન્ડસ બેંકનો હપ્તો ભર્યાની રસીદ સાંઈબાબાના ફોટા વાળુ ચાલુ વર્ષનું કેલેંડર કાલાતીત થયેલ પાચ પૈસાનો સિક્કો બસ ટીકીટ અને એની પાછળ ઉતાવળે લખી લીધેલ દોસ્તનો ફોન નંબર અને ઈ મેલ એડ્રેસ બાએ આસ્થાથી રખાવડાવેલી ભભૂતની પડીકી…