સાહિત્યકાર મુજબ સંગ્રહ... : બેફામ


બસ એટલું કે એના ઉપર મારો હક નથી… – બરકત વીરાણી ‘બેફામ’ 9

આજે પ્રસ્તુત છે બેફામ સાહેબની મારી મનગમતી ગઝલોમાંની એક અગ્રગણ્ય ગઝલ. આ ગઝલ મને ખૂબ ગમે છે તેના અનેક કારણો છે, એક તો તેનો ભાવ, પ્રથમ શેરથી જ એ સૂચવી દે છે કે આ વિરહ પછીની ગઝલ છે, એમાં જુદાઈ છતાંય પ્રગટ થતી પ્રેમની ખુમારી અનોખી છે, પોતાના અને પ્રેમીકાના ચૈતસિક જોડાણની વાત ગઝલકાર અહીં કહે છે. આજે ઘણા વખતે બેફામ સાહેબની ગઝલ મૂકવાનો અવસર મળ્યો છે, આશા છે મારી આ પસંદ આપ સૌને પણ ગમશે.


કવિ છું હું – બરકત વીરાણી ‘બેફામ’ 6

ખૂબ ભાવવહી અને અર્થસભર આ ગઝલમાં શાયર શ્રી બરકત વીરાણી મત્લાના શે’રમાં કવિની ફરજ બતાવે છે, પોતાની ફરજ બધાંને કાજ જીવવાની એ, બીજાના દુખને પોતાના કરી એક કવિએ જીવવાનું હોય છે મારી અત્યંત પ્રિય ગઝલોમાંની એક એવી આ ગઝલ શ્રી બેફામની રચનાત્મકતા અને અભિવ્યક્તિનો પરિચય ખૂબ સુંદર રીતે આપી જાય છે. એક ગઝલના એકે એક શે’ર ખૂબ ચોટદાર હોય એવી સંપૂર્ણ ગઝલો ખૂબ જ ઓછી મળે છે. પ્રસ્તુત ગઝલ તેવી જ એક રચના છે.


માતા – બરકત વીરાણી ‘બેફામ’ 8

પોતાની સ્વર્ગસ્થ માંને યાદ કરીને કવિ શ્રી બરકત વીરાણી તેમને ઉદ્દેશીને માતાની મહત્તાનું ખૂબ ભાવનાસભર વર્ણન કરે છે. માતા એક બાળકને જન્મ આપે છે, પણ બાળકની પાછળ નામ તેના પિતાનું લાગે છે, આમ પ્રભુ જેમ તેના સર્જનની પાછળ પોતાનું નામ લખતો નથી તેટલી જ મહાનતા માતા પણ બતાવે છે. માતાની સામે પોતે સદાય નાનાં, સદાય વામણા છે તેમ કહેતા ખૂબ હ્રદયસ્પર્શી રીતે કવિ માતાને આ સુંદર કાવ્યમય ભાવાંજલી આપે છે.


કેટલાક ચુનીંદા શેર 4

ગઝલ સમ્રાટ શયદા ના ચુનીંદા શેર તમારી મ્હેફિલની એ જ રંગત, તમારી મ્હેફિલની એ જ હલચલ; હજાર બેસે, હજાર ઊઠે, હજાર જાયે, હજાર આવે. * * * * મને એ જોઈને હસવું હજારો વાર આવે છે, પ્રભુ તારા બનાવેલા તને આજે બનાવે છે ! * * * * આપ અથવા આપની યાદ જો તડપાવે નહીં તો પછી આ જિંદગાનીમાં મઝા આવે નહીં. … કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે ; અલગતા આપણી એમ જ સ્મરણને જીવતું રાખે -રઈશ મનીઆર * * * * મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ; આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ. – -ઓજસ પાલનપુરી તફાવત એ જ છે, તારા અને મારા વિષે, જાહિદ! વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું – અમૃત ધાયલ * * * * ઓ હૃદય, તેં પણ ભલા કેવો ફસાવ્યો છે મને, જે નથી મારા બન્યા એનો બનાવ્યો છે મને. – બેફામ અને આખરે… ભૂલી વફાની રીત ન ભૂલી જરી મને, લ્યો એના લગ્નની મળી કંકોતરી મને… કંકોતરીથી એટલું પુરવાર થાય છે, નિષ્ફળ બને જો પ્રેમ તો વહેવાર થાય છે – અસીમ રાંદેરી