પ્રવાસ વર્ણન
ગીરમાં ત્રીજા નેત્રની પ્રસાદી – તરુણ મહેતા.
ગીરની અમારી મુલાકાતોનું વર્ણન તો અક્ષરનાદ પર ઘણીય વખત માણ્યું છે, પરંતુ આજે માણીએ શ્રી તરુણભાઈ મહેતાની એક અછડતી પરંતુ ખૂબ યાદગાર મુલાકાત નું વર્ણન. જો કે ફક્ત સિઁહ જોવા જ ગીરમાં જવું જોઈએ એવી માન્યતાઓની વિરુદ્ધમાં તેમણે પ્રકૃતિદર્શનની વાત પણ કરી છે, દરેક ગુજરાતી માટે એક વખત અચૂક લેવા જેવો અવસર એટલે ગીરનું સિંહ જોવાની આશા સિવાયનું ફક્ત પ્રકૃતિદર્શન માટેનું ભ્રમણ. સામાન્ય રીતે નેશનલ પાર્કમાં સિંહ જોવા આવતા મુલાકાતીઓને સોરઠી સંસ્કૃતિનો અછડતો પરિચય પણ થતો નથી, એવામાં આ પ્રકારની મુલાકાતો એક આગવું નજરાણું બની રહે છે.
“સવાઈબેટ” ગુજરાતના દરિયાકાંઠાનું અનેરું મોતી – જીજ્ઞેશ અધ્યારૂ
ગુજરાત પાસે ૧૬૦૦ કિલોમીટરથીય વધુ લાબો દરિયાકાંઠો છે અને તેથી જ બીજા કોઈ પણ રાજ્યની સરખામણીએ ગુજરાતમાં દરિયાનું મહત્વ અદકેરું છે, પરાપૂર્વથી ગુજરાતીઓને દરિયા સાથે અનેરો સંબંધ રહ્યો છે. આવી લાંબી દરિયાઈ પટ્ટી પર પ્રાચીનકાળથી અનેક ધાર્મિક, વ્યાપારીક અને પ્રવાસન સ્થળો વિકસ્યા છે અને ભારતીય પ્રવાસન નકશામાં તેમનું અગત્યનું સ્થાન છે. પરંતુ આવા જાણીતા સ્થળો સિવાય પણ આ દરિયા કિનારે ઘણાંય અપ્રસિદ્ધ પણ મોતી સમાન મૂલ્યવાન સ્થળો આવેલાં છે. કદાચિત તેમની ઉપેક્ષા અને અવગણના થઈ છે, એટલે આવા સ્થળો વિશે ખૂબ ઓછી જાણકારી ઉપલબ્ધ છે. ગુજરાતના દક્ષિણ પશ્ચિમ કિનારે દરિયાની વચ્ચે આવેલા એક નાનકડા ટાપુ એવા શિયાળબેટ વિશે આ પહેલાં એક લેખમાં અક્ષરનાદ પર લખ્યું જ હતું. આજે વાત કરવી છે તેની તદ્દન નજીક આવેલા એવા બીજા નાનકડા ટાપુની.
તરાપાથી ૪૩૦૦ માઈલની દરિયાઈ ‘કોન-ટિકિ’ સફર – જીજ્ઞેશ અધ્યારૂ
પંદર સૈકાઓ પહેલા દક્ષિણ અમેરિકાના આદિવાસીઓ વાપરતા તેવા વાંસના તરાપા પર ચઢીને વીસમી સદીના મધ્યમાં પેસિફિક મહાસાગરનો ૪,૩૦૦ માઈલનો પટ ઓળંગનારા છ યુરોપી જવાંમર્દોની આ આપવીતી આપણા જમાનાની શ્રેષ્ઠ સાહસકથા બની રહી છે. પંદરથી વધુ ભાષાઓમાં તેના અનુવાદો થયા છે તો લાખો નકલો વેચાઈ ગઈ છે. વાત મૂળ તો લગનની છે. લેખક નોર્વેના વતની છે અને દક્ષિણ અમેરિકા અને ઓસ્ટ્રેલીયા વચ્ચે આવેલા ટાપુઓમાં વસતા લોકોના પૂર્વજો ક્યાંથી ત્યાં પહોંચ્યા એ વિશે મતમતાંતરો હતાં, શ્રી હાયરડાલે સાબિત કરવાનો યત્ન કર્યો કે તેઓ દક્ષિણ અમેરીકાથી જ ત્યાં જઈને વસ્યા હોવા જોઈએ. જો કે તેમના આ દાવાને સજ્જડ ફગાવી દેવાયો. દક્ષિણ અમેરીકાથી મધ્ય પેસિફિકનો આ ૪૩૦૦ માઈલનો પંથ ૧૫૦૦ વર્ષ પહેલા કઈ રીતે પાર કરી શકાય એ પ્રશ્નનો ઉત્તર આપવા તેમણે વાંસના તરાપા પર આ આખોય પ્રવાસ ખેડ્યો. પ્રસ્તુત છે આ પુસ્તક વિશે કેટલીક વાત અને થોડાક અંશો.
મારી પ્રથમ દરીયાઈ મુસાફરી (2) – જીગ્નેશ અધ્યારૂ
મારી જાફરાબાદ થી મુંબઈની મુસાફરી, દરીયાઈ માર્ગે ક્રૂઝથી કરેલી પ્રથમ યાત્રાનો આ બીજો ભાગ આજે પ્રસ્તુત છે. આ યાત્રા માટે ખૂબ ઉત્સાહ હતો, અને એ ઉત્સાહ એક તસું પણ ઓછો પડ્યો નથી, જો કે યાત્રા દરમ્યાન ઘણા લોકોને એમ કહેતા પણ સાંભળ્યા કે આ તો કંટાળાજનક છે, પણ એ તો તમારી દ્રષ્ટિ છે, નહીંતો દરીયાની વચ્ચે કંટાળો આવે તો ક્યાંથી?












Thanks Wordpress
આપના પ્રતિભાવો