ધર્મ અધ્યાત્મ
વિદાય વેળાએ … – ખલિલ જિબ્રાન (અનુ. કિશોરલાલ મશરૂવાળા)
ખલિલ જિબ્રાનના વિશ્વવિખ્યાત પુસ્તક “The Prophet ” નો ગુજરાતી અનુવાદ શ્રી કિશોરલાલ મશરૂવાળાએ “વિદાય વેળાએ…” નામથી કરેલો છે. આ પુસ્તક વિશે જ્યોર્જ રસેલ કહે છે, “મને નથી લાગતું કે રવિન્દ્રનાથ ઠાકુરની ગીતાંજલી પછી પૂર્વમાંથી એવો સુંદર ધ્વનિ નીકળ્યો હોય જેવો – ખલિલ જિબ્રાન – જે ચિત્રકાર તેમજ કવિ છે – તેમના ‘ધ પ્રોફેટ’ માંથી સંભળાય છે. વિચારમાં આના કરતાં વધારે સુંદર પુસ્તક મેં વર્ષોથી જોયું નથી. અને એ વાંચતા સોક્રેટીસે ‘ધ બેંક્વેટ’ માં કહેલું વાક્ય કે – વિચારનું સૌંદર્ય આકૃતિના સૌંદર્ય કરતા વધારે જાદુઈ અસર ઉપજાવે છે – એ મને વધારે સ્પષ્ટપણે સમજાય છે.” આ અનુવાદમાંથી આજે ધર્મ અને પ્રાર્થના વિશેના બે પ્રકરણો અહીં પ્રસ્તુત છે.
જ્ઞાનનો ઉદય – મહેન્દ્ર નાયક (પુસ્તક ડાઉનલોડ)
આપણાં માટે જ્ઞાનના મૂળભૂત સ્ત્રોત વેદો અને પુરાણો જ છે, જે આપણને આપણા પૂર્વજ ઋષિ મુનિઓએ વારસામાં આપ્યો છે. આ ઋષિ મુનિઓ પણ મંત્રદ્રષ્ટા જ કહેવાતા, દ્રષ્ટા એટલા માટે કે એમને આ મંત્રોનું કેવળ દર્શન થતું, જ્ઞાન થતું – એ યુગમાં જ્યારે અક્ષરની ઉત્પત્તિ હજી નહોતી થઈ ત્યારે આ મંત્રો એમને અસ્તિત્વ સાથે અનુસંધાન થતાં કેવળ નાદ કે અવાજ રૂપે જ પ્રાપ્ત થતાં અને એક પેઢીથી બીજી પેઢીને અપાતા. આપણે આજે એને શ્રૃતિ અને સ્મૃતિ સ્વરૂપે ઓળખીએ છીએ. આપણા વેદો, પુરાણો અને ઉપનિષદોમાં સંગ્રહાયેલું આ પાયાનું જ્ઞાન વહેંચવાનો આ એક પ્રયત્ન માત્ર છે, અને કોઈપણ ક્રિયા કે મંત્ર કોઈ એક માનવીનું સર્જન ન હોઈ શકે, એ તો કેવળ એની સમજ મુજબ એને અન્યો સમક્ષ રજુ માત્ર કરે છે. આવાં કેટલાક સુંદર વિચારોને અધ્યાત્મિક રીતે મૂકતું પુસ્તક “જ્ઞાનનો ઉદય” અત્રે મૂક્યું છે. અહીં શ્વાસ વિશે, શરીર અને મન વિશે, વિવિધ શક્તિચક્રો વિશે અને મનની કાર્યપ્રણાલી વિશેના વિચારો આ પુસ્તકમાં આવરી લેવાયાં છે. પ્રસ્તુત પુસ્તક ડાઉનલોડ વિભાગમાં સમાવેશ કરવાની પરવાનગી આપવા બદલ શ્રી મહેન્દ્ર નાયક નો ખૂબ ખૂબ આભાર.
દાસ્યભક્તિ – આનંદશંકર ધ્રુવ
આ અનોખા નિબંધમાં દાસ્યભક્તિનો મર્મ ખૂબ સુંદર અને અર્થદર્શક રીતે સ્ફૂટ થાય છે. દાસ્યભક્તિ નવધાભક્તિનો એક પ્રકાર છે. શ્રી આનંદશંકર ધ્રૃવ દ્વારા આલેખાયેલા આ નિબંધમાં ધર્મભક્તિ અને ધર્મતત્વ વિચારણા શબ્દરૂપ પામી છે. દાસ્યભક્તિ એટલે માત્ર શરણાગતિનો ભાવ નહીં, એમાં વિશુધ્ધ હ્રદયનો પ્રેમ પણ ભળેલો હોય છે. કૃષ્ણભક્તિમાં રત યોગીઓ કેટલા યત્ન અને તપથી તેમને મેળવે છે જ્યારે મીરાં તેમના પ્રતિ ઉત્કટ ભક્તિભાવ અનુભવે છે, પ્રેમમાર્ગ દ્વારા તેમને પામવાનો યત્ન કરે છે, પ્રાપ્ત કરે છે એ વાતનું પ્રતિપાદન મીરાંના જ એક પદ દ્વારા કર્યું છે. પ્રેમલક્ષણા ભક્તિનો આ આવિર્ભાવ ખૂબ ઉત્કટ આલેખન બની રહે છે.
તને મળ્યો મનુષ્ય અવતાર…. – ગંગાદાસ
તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને તેંતો ભજ્યા નહીં ભગવાન હેત ધરીને, તેથી ખાશો જમનો માર પેટ ભરીને, તેથી રામનામ સાંભળ……તને. ગઇ પળ પાછી નહીં મળે, મૂરખ મૂઢ ગમાર, ભવસાગરની ભૂલવણીમાં, વીતી ગયા જુગ ચાર ફેરા ફરીને…..તને. જઠરાગ્નિમાં જુગતે રાખ્યો, નવમાસ નિરધાર, સ્તુતિ કીધી તેં અલબેલાની બહાર ધર્યો અવતાર, માયામાં મોહીને…તને. કળજુગ કુડો રંગ રૂડો,












આપના પ્રતિભાવો