હાસ્ય વ્યંગ્ય
શું તમે આ ખણખોદ વાંચી? (10) – સંકલિત
હસે એનું ખસે કે ઘર વસે એ વિષય પર થોડી કન્ફ્યૂઝન થઈ જાય એવા સુંદર મજાના એકપંક્તિય ગરીબ ટૂચકાઓ (PJ એટલે poor joke નું મૌલિક ભાષાંતર) ઘણાં વખતથી એકત્રીત થયા કરતા હતાં, અનેકવિધ સ્તોત્રથી મેળવેલા આ બીચારા ગરીબ હાસ્યશ્લોકો આજે એક સાથે આપ સૌ માટે પ્રસ્તુત છે. હસો અને હસાવો અને ખસેલું ન હોય તો ખસાવો…
મને પણ એક જો બૈરી અપાવો… – ગિરિરાજ બ્રહ્મભટ્ટ “સરળ”
આપણે ત્યાં અનેક પ્રકારના ‘વા’ નું વર્ણન આવે એ, જેમ કે હડકવા, રતવા, લકવા, સંધિવા વગેરે, આમ સંસારશાસ્ત્રમાં પણ એક ‘વા’ નો ઉપદ્રવ ફેલાયેલો છે, એ પરણ’વા. અનેક માંગા નાખ્યા પછી, ટ્રાય કર્યા પછી, રિજેક્ટ થયા પછી હજુ પણ જેને સંસાર-કાર ચલાવવાનું લાયસન્સ મળ્યું નથી એવાઓ માટે આ રચના પ્રસ્તુત છે. આવા ચૂંટાવા લાયક મૂરતીયાઓ તે પછી સાધુ સંતો, દોરા ધાગાના રવાડે ચઢી જાય છે, કોઈક પોતાના જીવનરથના પૈડાની વ્યવસ્થા કરી આપે તે માટે કંઈ પણ કરવા તૈયાર લોકોના મનની વેદનાને વાચા આપી છે ગિરિરાજ બ્રહ્મભટ્ટ, ‘સરળ’ ની પ્રસ્તુત રચનાએ. તો કાવ્યનું જેમ પ્રતિકાવ્ય હોય તેમ આ ગઝલની પ્રતિગઝલ આપી છે આશિત હૈદરાબાદીએ. આવો આજે આ હાસ્યહોજમાં ડૂબકા મારીએ.
આઉચ્ચ … – અશોક દવે
હાસ્યલેખોની આપણે ત્યાં એક આગવી પધ્ધતિ છે અને ગુજરાતી હાસ્યલેખકોની બોલબાલા તો આજકાલ આખા ભારતમાં ફેલાઈ રહી છે. વર્ષોથી બુધવારની બપોર વડે લોકોની સવારોને હાસ્યમય બનાવતા આપણાં આદરણીય લેખક શ્રી અશોક દવેનું પુસ્તક પેટ છૂટી વાત હમણાં વાંચવામાં આવ્યું, અને હસતાં હસતાં કોઈકને લાગે કે આપણું ખસી ગયું છે એટલું હસ્યાં. આ જ પુસ્તકમાંથી એક કૃતિ અત્રે પ્રસ્તુત છે. રાધેશ્યામ શર્માએ તેમના માટે કહ્યું છે કે, “આ માણસે બુધવારની સવાર વર્ષો પર્યંત પડવા નથી દીધી!…..હાસ્યજ્યોતિથી બપોરિયાં ઊજવે છે.” પ્રસ્તુત લેખ અંગ્રેજી શબ્દો પરનો ગુજરાતી કટાક્ષ છે. આ લેખ અક્ષરનાદ પર મૂકવાની પરવાનગી આપવા બદલ શ્રી અશોકભાઈનો ખૂબ ખૂબ આભાર.
અખિલ બ્રહ્માંડમાં એક તું માંદગી – જ્યોતીન્દ્ર દવે
જ્યોતિન્દ્ર દવે આપણી ભાષાના સીમાસ્તંભ રૂપ હાસ્યકાર છે, તેમની ડંખ કે કટુતા વગરની સરળ અને સુંદર રચનાઓ હાસ્યરસનું નવનીત છે, એમની રચનાઓ ખૂબ વંચાય છે. પ્રસ્તુત રચનામાં તેઓ પોતાની માંદગી અને શરીર વિશે ઠેકડી ઉડાડતા જોવા મળે છે, પોતાના નબળા શરીર અને ઓછા વજન વિશેની તેમની સમજણ અને તે અંગેનું વિચાર અવલોકન ખરેખર દાદ માંગી લે તેવું છે. પોતાની શારીરિક નબળાઈઓને અને માંદગીઓ સાથેના સત્તત સંબંધને તેઓ હાસ્યરસમાં તરબોળ કરીને આપણી સમક્ષ મૂકે છે, નરસિંહ મહેતાના પદની પ્રતિરચના “અખિલ બ્રહ્માંડમાં એક તું માંદગી, જૂજવે રૂપે અનંત ભાસે….” પણ કેટલી સચોટ ઉપયોગ કરી છે ! આખોય લેખ આવી જ સહજતા – સરળતાને લીધે માણવાલાયક છે.












Thanks Wordpress
આપના પ્રતિભાવો