Monthly Archives: February 2011


અક્ષરનાદ લોકમત – ભેટ યોજના ૨ : ગંગાસતીના ભજનો (ઑડીયો સી.ડી)

ગંગાસતીને નામે બાવન જેટલી ભજન રચનાઓ મળે છે. એમાં સદ્દગુરુ મહિમા‚ નવધા ભક્તિ‚ યોગસાધના‚ નામ અને વચનની સાધના‚ ક્રિયાયોગ‚ શીલવંત સાધુના લક્ષણો‚ સંતના લક્ષણો‚ આત્મસમર્પણ‚ ભક્તિનો માર્ગ‚ નાડીશુદ્ધિ‚ મનની સ્થિરતા‚ સાધુની સંગત‚ વચનનો વિવેક અને સંપૂર્ણ શરણાગતિના ભાવો આલેખાયા છે. આ રીતે આ ભજનોમાં ભક્તિ‚ જ્ઞાન અને યોગનો ત્રિવેણીસંગમ થયેલો જોવા મળે છે. ગંગાસતીના ભજનોનું ઈ-પુસ્તક તો અક્ષરનાદ પર ડાઊનલોડ માટે તદ્દન નિઃશુલ્ક ઉપલબ્ધ છે જ, પરંતુ આજે એથી પણ વધુ આનંદની વહેંચણીના સમાચાર છે…
તો અક્ષરનાદ ફરી એક વખત આપના માટે લઈને આવ્યું છે અનેરી ભેટ જીતવાનો સુંદર અવસર, ટી સીરીઝ તરફથી હાલમાં જ પ્રસ્તુત થયેલી ગંગાસતીના ભજનોની ઓડીયો સીડી આપ જીતી શકો છો, એ માટે આપે શું કરવાનું છે? વધુ વિગતો માટે સમગ્ર પોસ્ટ જુઓ…


જય સોમનાથ – હાર્દિક યાજ્ઞિક (First audiocast) 28

અક્ષરનાદના ઑડીયો વિભાગની શરૂઆત માટે ‘જય સોમનાથ… !’ થી વિશેષ શું હોય ? સોમનાથ દાદાની આ કૃપા જ છે કે વિશેષ રૂપે મેં હાર્દિકભાઈને આ નાટકની એક નાનકડી પરિચય કડી આપવા વિનંતિ કરી અને તેમણે હોંશે હોંશે એ મોકલી આપી છે, અને બીજી કોઈ પણ રીતે આ સાંભળવાનો અવસર કદાચ ન મળે પણ અહીં તેનો પરિચય, ક. મા. મુનશીનું વર્ણન, કેટલાક સંવાદો અને એ રીતે આ નાટકની ઝાંખી આપવાનો આ પ્રયત્ન આપ સૌને પસંદ આવશે એવી આશા છે.


આવશ્યક સૂચના – જિજ્ઞેશ અધ્યારૂ 39

આપ સૌને માટે એક-બે સરસ સમાચાર લઈને ઉપસ્થિત થયો છું. અને એટલે જ થયું કે આ સમાચારો સાથે તેમના વિશે થોડીક વિગતે વાત થઈ જાય.


બે ગઝલો – લલિત ત્રિવેદી 5

શ્રી લલિત ત્રિવેદીની ઉપરોક્ત બંને ગઝલો ચોટદાર અંદાઝેબયાંના સજ્જડ ઉદાહરણો પ્રસ્તુત કરે છે, પ્રથમ ગઝલમાં જ્યાં ગઝલકાર પ્રિયતમા અને/અથવા પરમેશ્વરને સંબોધતાં હોય તેવો અહેસાસ ભાવકના મનમાં સહેજે ઉપસે, પ્રભુને કાંઈક પ્રત્યક્ષ કરી દેખાડવાની વાત તો ફક્ત ગઝલકાર જ કહી શકે, તો બીજી ગઝલમાં પોતાની – સ્વની સીમાઓને વર્ણવતા તેઓ એ જ ઇશ્વરને સંબોધીને પોતાના અસ્તિત્વને વિવિધ સ્વરૂપોમાં જેમ કે, ક્ષણભ્ંગુર, ઘેઘૂર, મજબૂર, ચકનાચૂર જેવા કાફિયાઓ દ્વારા ખૂબ અસરકારક રીતે કહી જાય છે. ટૂંકમાં બંને ગઝલો નમૂનેદાર અને માણવાલાયક બની છે.


સુદામાચરિત્ર અને હૂંડી – પ્રેમાનંદ (ઇ-પુસ્તક ડાઊનલોડ) 3

પ્રેમાનંદની અમર કૃતિઓ એવી સુદામાચરિત્ર અને નરસિંહ મહેતાની હૂંડી આપણા સાહિત્યના સરનામાં છે. સુદામાચરિત્ર મિત્રતાની એક અનોખી પરિભાષા સ્થાપે છે તો હૂંડી શ્રદ્ધાનો અને ધીરજનો વિજય બતાવે છે. આપ સૌને માટે આજે પ્રસ્તુત છે ઇ-પુસ્તક સુદામાચરિત્ર આખ્યાનકથા સાથે અને નરસૈયાની હૂંડી. આશા છે આપને આ ઇ-પુસ્તક ઉપયોગી નિવડશે.


બે ગઝલો – મનોજ ખંડેરિયા 3

શ્રી રાજેન્દ્ર શુક્લ જેમના માટે કહે છે, ‘કરતાલ, કરતાલ વિષે જબ અલખની ખોજ હશે, દેખાય ન દેખાય ભલે, બાજુમાં મનોજ હશે.’ એવા આપણી ભાષાના પ્રયોગશીલ કવિતાના – ગઝલના એક અગ્રગણ્ય સર્જકની બે ગઝલો આજે પ્રસ્તુત છે. પ્રથમ ગઝલ ‘સાચવી રાખો…’ માં અંતરના સૂક્ષ્મતમ ભાવોને ટકાવી રાખવાની સરસ લાગણીશીલ વાત તેઓ કરે છે. દરેક પ્રકારના ભાવની, લાગણીની પોતાની આગવી જરૂરત છે અને એ જરૂરતોને જાળવેલી સંવેદના વડે પૂરી કરવાની વાત અહીં ખૂબ સરસ રીતે રજૂ થઈ છે, તો બીજી ગઝલમાં ‘શું ચીજ છે’ શબ્દોના અનોખા ઉપયોગથી એ જ આંતરીક ભાવોની અભિવ્યક્તિ તથા કલ્પનાની – રૂપકોની મનોહર રજૂઆત દરેકે દરેક શે’ર પર ભાવકને ‘વાહ..’ કહેવા મજબૂર કરી દે છે.


અફસોસ! – રૂપેન પટેલ 24

શ્રી રૂપેનભાઈ પટેલની પ્રસ્તુત નવલીકા ‘અફસોસ !’ જીવનના અનેક પ્રસંગોને લઈને નિપજતિ વિષમ પરિસ્થિતિઓ અને ઉતાવળીયા નિર્ણયોથી થતી તકલીફોનો અહેસાસ લઈને આવે છે. પ્રસ્તુત નવલિકા અક્ષરનાદને પાઠવવા બદલ રૂપનેભાઈનો ખૂબ ખૂબ આભાર.


બે ગઝલો – જિતેન્દ્ર પ્રજાપતિ 8

મૂળ મહેસાણાના અને હાલ બગદાણા, તા. મહુવાના રહેવાસી શ્રી જિતેન્દ્ર પ્રજાપતિ બગદાણા પાસેના સરા ગામમાં પ્રાથમિક શિક્ષક છે. તેઓ અત્યારની પેઢીના તરોતાઝા ગઝલકાર છે. આજે તેમની બે ગઝલ પ્રસ્તુત છે. પ્રથમ ગઝલમાં જ્યાં તેઓ ભીતરની વાતને મર્માળુ ઉદાહરણો દ્વારા સમજાવીને, એ લાગણીઓને અભિવ્યક્ત થવાનો અવસર આપે છે તો બીજી ગઝલ તો ગઝલની જ વ્યાખ્યા એક અનોખા સ્વરૂપે સ્થાપે છે. બંને ગઝલ ખૂબ સુંદર અને મનનીય થઈ છે. અક્ષરનાદને પ્રસ્તુત ગઝલ પાઠવવા બદલ શ્રી જિતેન્દ્રભાઈનો ખૂબ આભાર.


વર્ડપ્રેસ વડે બનાવો તમારી વેબસાઈટ (ઈ-પુસ્તક ડાઉનલોડ) 15

આજકાલ વેબસાઈટ્સ અને બ્લોગ્સની બોલબાલા છે. એક તરફ જ્યાં વર્ડપ્રેસ.કોમ અને બ્લોગર જેવી અનેક બ્લોગ સુવિધાઓ ઉપલબ્ધ છે, ત્યાં સામે પક્ષે વર્ડપ્રેસ.ઓર્ગની મદદથી પોતાના ડોમેઈન પર વેબસાઈટ બનાવતા અનેક લોકો મળી આવશે. આવા જ હેતુઓને લઈને વર્ડપ્રેસની મદદથી વેબસાઈટ બનાવવાની રીત તથા ઉપયોગી સૂચનાઓ સાથેની એક ઈ-પુસ્તિકા આજે પ્રસ્તુત કરી છે. અહીં આપેલી માહિતિ આ વિષયની ખૂબ પ્રાથમિક અને શરૂઆત કરનારાઓ માટેની છે. વર્ડપ્રેસ.ઓર્ગનું ક્ષેત્ર એટલું વિશાળ છે કે તેને વિગતે સમજાવવા એક અલગ મોટું પુસ્તક લખવું પડે, એટલે અહીં ફક્ત વેબસાઈટ બનાવવા જેટલી જ માહિતિ આપી છે. આજથી આ ઈ-પુસ્તક પણ ડાઊનલોડ વિભાગમાં તદ્દન મફત ઉપલબ્ધ છે.


શ્રી મકરન્દ દવેના કાવ્ય ‘દૂરની ડાળી..’ નો આસ્વાદ – રાજેન્દ્રસિંહ રાયજાદા 6

રહસ્યાત્મક અનૂભુતિની અભિવ્યક્તિની દ્રષ્ટિએ નરસિંહ, મીરાં પછી મકરન્દ દવેને મૂકી શકાય તેવી ક્ષમતા તેમના કાવ્યોમાં છે. તેમની રચનાઓમાં રહસ્યવાદી અનુભવની ભીનાશ, કાવ્યાત્મક સૂક્ષ્મતા અને સૌંદર્ય વિશેષ ઉતર્યા છે. ‘દૂરની ડાળી’ કાવ્ય અગમની ઝૂલતી કાળી કાયાને પ્રતિબિંબિત કરે છે. આંતરપ્રજ્ઞા દ્વારા જે ઉદબુદ્ધ થાય છે તે રહસ્યાત્મક સ્પર્શને સહજ, પ્રવાહી અને માર્મિક રીતે શબ્દોમાં વ્યક્ત કરી શકવાની કવિ શક્તિ ધરાવે છે. આ કાવ્ય સુરેખ, ઉત્કૃષ્ટ અને આંતર અનુભૂતિની રહસ્યાત્મકતાને પ્રકટ કરતું અર્વાચીન ગુજરાતી કવિતાનું એક વિરલ કાવ્ય લાગે તો એમાં આશ્ચર્ય નથી. માણીએ શ્રી મકરન્દ દવેનું આ કાવ્ય અને કાવ્યનો આસ્વાદ.


મિલે સૂર મેરા તુમ્હારા… અક્ષરનાદના જૂના સંપાદક 1

આજથી લગભગ ત્રણેક વર્ષ પહેલા શરૂ થયેલ આવો જ એક સંબંધ જે અક્ષરનાદની જ નિપજ છે, ઘણાં ઓનલાઈન મિત્રો માંથી એક, વડીલ અને છતાં યુવાન, જેમને હું ફક્ત એકાદ વખત ફક્ત અડધા કલાક પૂરતો અલપઝલપ જ મળ્યો છું અને છતાં દિવસમાં એક – બે ફોન ન થાય તો એમને કે મને અડવું લાગે એવા સહજ સ્વભાવવાળા અક્ષરનાદના નવા, પણ જૂના સંપાદક વિશે વાત સાથે બ્લોગજગત વિશે વિચાર.


પ્રણય ત્રિકોણ – હરજીવન થાનકી 4

ના – પ્રણય ત્રિકોણના ખૂણા સાથે ત્રણ બાજુઓ પણ ખરી. પ્રણય ત્રિકોણ શબ્દ ભારે છેતરામણો છે. આ પ્રણયમાં એકે ખૂણાને સ્થાન નથી, ત્યાં ત્રણની તો વાત જ શી કરવી? વાત તો હોવી જોઈએ સાથે ને સાથે રહેતા બે પાટાઓની જે શરૂઆતથી અંત સુધી એકબીજાનો સાથ નિભાવે છે, આવા જ વિચારો લઈને આજે આ નાનકડી ચિંતનિકા…


સાંતીડુ જોડીને – અખો 2

આપણા આદ્ય સાહિત્યકારોએ સામાન્ય જીવનપ્રવૃત્તિઓનો સહારો લઈને તેની પ્રવૃત્તિઓમાં સમજણના સૂર કેવા પ્રગટાવ્યા છે તેનું ઉદાહરણ અખાની આ સુંદર રચના છે. ખેડૂત ખેતી કરવા સાંતીડુ જોડે છે, ત્યારથી લઈને વાવણી સુધીની અનેકવિધ પ્રવૃત્તિઓમાં તેને સતત માનવતા અનુભવવા, શ્રદ્ધા રાખવા અને મહેનત કરવાની શીખ કેવી માર્મિક રીતે અહીં અપાઈ છે !


શે’ર સમૃદ્ધિ – સંકલિત 8

આજે પ્રસ્તુત છે વિવિધ સંદર્ભોમાંથી મેળવેલા અને મને ગમતાં શે’રોનું એક નાનકડું સંકલન. આ શે’ર સંકલન વિવિધ વિષયોને આવરી લે છે અને વિવિધ ગઝલકારોના શે’ર અહીં સાભાર લીધાં છે. ક્યાંક વસંતનો વૈભવ તો ક્યાંક તૂટેલા હૈયાની વેદના, વિષયવૈવિધ્ય પણ આપોઆપ જળવાયું છે.


આપણે… – ‘રાઝ’ નવસારવી 5

સૈયદ સગીરઅહમદ અલીજાન ઉર્ફ રાઝ સાહેબની ઉપરોક્ત ગઝલ ‘આપણે’ શબ્દને રદીફ તરીકે તેના વિશાળ અર્થમાં લઈ સરસ ગઝલ પ્રયોજે છે. ગઝલ પોતાની સાથેની જ વાત અથવા અંતરંગ સંવાદની પરિભાષામાં છે. શે’રની પ્રથમ પંક્તિઓમાં આપણને મળેલા અવસરોની વાત કરાઈ છે, અને બીજી પંક્તિઓમાં તેને આપણે કઈ રીતે વેડફી રહ્યા છીએ તેનું ચિંતન વ્યક્ત થયું છે. તો ગઝલની રવાની એની ચરમસીમા પર પહોંચે એવા મક્તાના શેરમાં ગઝલકાર એક ચોટદાર વિકલ્પ પણ આપે છે. આજે પ્રસ્તુત કરેલી, સ્વની સાથેના સંવાદરૂપી આ ગઝલ ખરેખર માણવાલાયક થઈ છે.


(ગુજરાતની ભજનપરંપરા ) ધુમ્રસરોને દૂર કરતી અખંડ જ્યોત ભાગ ૧ – તરુણ મહેતા 4

આજે પ્રસ્તુત છે ગુજરાતની ભજનપરંપરા અને પાટ ઉપાસના સંદર્ભે પ્રસારભારતી – દૂરદર્શન રાજકોટમાં કાર્યરત મિત્ર શ્રી તરુણભાઈ મહેતાનો આ વિશિષ્ઠ લેખ. આપણી ભજનપરંપરા અને તેના અસ્તિત્વની વિવિધ આધારભૂત તથા સંદર્ભિત વાતો સાથે તેમણે આ પ્રયત્ન કર્યો છે. ભજનનો એક અર્થ ‘છોડવું’ પણ થાય, જીવનની અનેક વિટંબણાને બાજુ પર મૂકી સંતોના વચનમાં શ્રદ્ધા ધરીને ઉપાસના થતી. આપણી આ જ ભજનપરંપરા વિશે વિગતે જાણીએ


સદવિચારોની ગંગોત્રી – સંકલિત 6

કેટલાક વિચારો એક નાનકડા બીજ રૂપે હોય છે, એક વિચારબીજ અનેક વિચારમંથનોને પ્રેરે છે, અને તેમાંય સદવિચારો તો અમૃતસ્વરૂપ હોય છે. મન માટે તે એક સફાઈ કામદારની ગરજ સારે છે, પ્રસ્તુત છે એવા જ કેટલાક વિચારો.


ગાંધી મૂલ્યો : પ્રવર્તમાન પરિસ્થિતિ માટે દીવાદાંડી – મહિમ્ન પંડ્યા 2

ધાંગધ્રાની એસ પી કોલેજમાં પંદર વર્ષથી ગુજરાતી વિષયના પ્રોફેસર તરીકે ફરજ બજાવતાં અને કોલેજના ભીંતપત્ર ‘સ્પંદન’ નું સંપાદન કરતા શ્રી મહિમ્ન ભાઈ ધાંગધ્રા કોલેજમાં જ ગાંધીદર્શન કેન્દ્ર ચલાવે છે જેના માધ્યમથી તેઓ પ્રશ્નોત્તરી સ્પર્ધા, નિબંધ, વકૃત્વ સ્પર્ધા જેવા આયોજનો કરે છે. ગાંધી નિર્વાણ દિન નિમિતે તેમણે અક્ષરનાદને પ્રસિદ્ધ કરવા પાઠવેલો આ સરસ ચિંતન લેખ અમુક કારણોસર થોડોક વિલંબથી આવી રહ્યો છે. પ્રવર્તમાન પરિસ્થિતિઓમાં ગાંધી મૂલ્યો માટેની જરૂરતો તથા તેની મદદથી સમાજના વિભિન્ન વિભાગો અને અંગોને વિકસિત તથા તંદુરસ્ત રાખવા માટેની વિચારસરણી તેમણે પ્રસ્તુત લેખમાં વિગતે આપી છે. આ સુંદર કૃતિ અક્ષરનાદને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ શ્રી મહિમ્નભાઈનો ખૂબ ખૂબ આભાર. તેમની કલમે આવી વધુ રચનાઓ આપણને મળતી રહે તેવી શુભેચ્છાઓ.


ભારેમૂવાંવના ભેરુ – સ્વામી આનંદ (પુસ્તક ડાઉનલોડ) 2

સ્વામી આનંદના પુસ્તક ‘ભારેમૂવાંવના ભેરુ’ ને ખિસ્સાપોથી સ્વરૂપે શ્રી મહેન્દ્ર મેઘાણીએ પ્રસ્તુત કરેલું. એ ખિસ્સાપોથીને આજે ઓનલાઈન ઇ-પુસ્તક સ્વરૂપે વહેંચતા આનંદ થાય છે. પ્રસ્તુત છે સ્વામી આનંદ વિશે શ્રી ઉમાશંકર જોશી અને શ્રી સુરેશ દલાલની વાત. પુસ્તક ડાઊનલોડ વિભાગમાં સૌ વાંચકમિત્રો ડાઊનલોડ કરી શકે તે માટે ઉપલબ્ધ છે. આપ એ કડી પર રાઈટ ક્લિક કરીને Save As… પસંદ કરી તમારા કોમ્પ્યુટરમાં નિરાંતે વાંચન માટે પણ સંગ્રહી શક્શો. પુસ્તક વિશે આપના પ્રતિભાવો આવકાર્ય છે.


લાંચ – રતિલાલ બોરીસાગર 5

પ્રસિદ્ધ તત્વચિંતક ખલિલ જિબ્રાનના પુસ્તક ‘ધ પ્રોફેટ’નું સ્વ. શ્રી કિશોરલાલ મશરૂવાળાએ કરેલ સુંદર ભાષાંતર ‘વિદાય વેળાએ…’ ની શૈલીમાં લખાયેલી હાસ્યકટાક્ષ રચનાઓનું શ્રી રતિલાલ બોરીસાગરનું પુસ્તક ‘જ્ઞ થી ક સુધી’ એક સાદ્યાંત મલકાવતું, કટાક્ષો રૂપી ચાબખા વીંઝતું ખલિલ જિબ્રાને જે વિષયોનું તત્વચિંતન કરેલું એ જ વિષયોના વિશાળ વિષયરસને આવરી લઈને, ‘લગ્ન’ થી ‘મૃત્યુ’ સુધીના વિષયો વિશે વ્યંગની ધારથી લખ્યું છે. અને એકે એક શબ્દ માણવાલાયક, વિચારવ્યસન લાયક બન્યો છે. આ જ પુસ્તકમાંથી આજે પ્રસ્તુત છે ‘લાંચ’ વિશે ચિંતનનું વજન દૂર કરીને નિપજતુ હાસ્ય.


ધીરે ધીરે પધારો, નાથ ! – કરસનદાસ માણેક 3

અંગ્રેજી શબ્દકોષ મુજબ પ્રાર્થનાના મુખ્યત્વે બે અર્થ જોવા મળે છે, પહેલી તે ઈશ્વર પાસેથી ઐચ્છિક વસ્તુની, વાતની નમ્ર માંગણી અને બીજી તે વિનંતિ કે માંગણી સ્વીકારાઈ જાય તે પછી ઈશ્વરનો આભાર માનતી પ્રાર્થના. પણ અમુક પ્રાર્થનાઓ આવા આલંબનોથી પાર હોય છે. ક્યારેક જવલ્લે જ આપણી પ્રાર્થનાઓ દ્વારા અંતરના અજ્ઞાનને દૂર કરીને પ્રકાશને પામવાની, મુક્તિની, પ્રભુનો સાક્ષાત્કાર પામવાની ઈચ્છા વ્યક્ત થાય છે. શ્રી કરસનદાસ માણેકની પ્રસ્તુત ભાવકવિતા આવી જ અનુભૂતિ કરાવી જાય છે.


ટેકનોલોજીનાં દબાણ નીચેનો સમાજ – આર્નોલ્ડ ટૉયન્બી (અનુ. તખ્તસિંહ પરમાર) 2

માનવ જીવનનું અસ્તિત્વ ટકાવવાનો પ્રશ્ન પ્રત્યેક યુગમાં વિચારાયો છે, ચર્ચાયો છે. કાળના પ્રબળ પ્રવાહ સામે, વિશ્વના પ્રત્યેક પળે પલટાતા સંયોગોમાં અર્થાત ભાવિમાં ટકી રહેવા માટે, આમ તો બધા વર્ગને, ખાસ કરીને યુવાનોને માર્ગદર્શન મળે, તેઓનું દ્રષ્ટિબિંદુ કેળવાય તેવી, બે દેશો વચ્ચેના વિદ્વાનો – પશ્ચિમના ટૉયન્બી અને પૂર્વના વકાઈઝુમી વચ્ચેના સંવાદ દ્વારા સર્જાયેલી આ ઉદબોધક પ્રશ્નોત્તરી પ્રગટ કરાયેલી, શ્રી તખ્તસિંહ પરમાર દ્વારા તેનો ગુજરાતી અનુવાદ કરાયેલો છે. ટેકનોલોજીની ક્રાંતિના પરીણામે ઉભા થયેલા પ્રશ્નો અને યુદ્ધ જેવા માનવ અસ્તિત્વને પડકારતા પ્રશ્નોને પ્રસ્તુત લેખમાં ટોયન્બી સ્પર્શે છે.


કુંભ લગ્ન – ભારતી દલાલ 7

સંજોગો ક્યારેક તદ્દન વિરુદ્ધનું કામ કરતા હોય તેમ લાગ્યા કરે છે. જે વસ્તુની વાંછના હોય તે ન જ મળે એવું સતત બનતું પણ અનુભવાય. આવી જ એક સ્ત્રીની મનોવેદના, નસીબની વાતો, બાળક માટેની ઇચ્છા વગેરેને સાંકળીને એક સરસ વાત અહીં પ્રસ્તુત થઈ છે. સરી જતા નસીબને, ક્ષણોને, સંબંધોને પકડી રાખવાનો એક પ્રયાસ થતો અહીં જોઈ શકાય છે.


બાળકનું ઘરમાં સ્થાન કયું? – ગિજુભાઈ બધેકા 7

આપણે ઇચ્છીએ છીએ કે જેવાં આપણે છીએ તેવાં બાળકો થાય. આપણે પોતે જ ઠરાવી દીધું છે કે બાળકો માટે આપણો આદર્શ પૂરતો છે. આપણાથી ઉચ્ચ વૃત્તિનાં ને શક્તિનાં બાળકો થઈ શકે એ ખ્યાલ આપણામાં છે? દુનિયા આગળ વધે છે કે પાછળ જાય છે? બાળવિચારને આપણા હદયમાં કેટલું સ્થાન છે? આપણે કહીએ છીએ કે એનાથી એ ન બને; આપણે માનીએ છીએ કે એનામાં વ્યવસ્થા કરવાની શક્તિ જ નથી. પણ આપણને આંખ જ ક્યાં છે? અજ્ઞાન ઘોર અંધારું આપણી ફરતું ફરી વળ્યું છે. એના ઉપરના વિશ્વાસથી એને કોઇવાર આપણને તક આપી છે? બાળકો વિશેના આવા જ વિચારો સાથે આંખો ખોલી નાંખે તેવા તથ્યો સાથે ગિજુભાઈ બધેકાના આ લેખને આજે ‘મા બાપોને’ એ પુસ્તકમાંથી અહીં લીધો છે.