તદ્દન સરળ અને મૂળભૂત વાંચન અનુભવો - કૃતિની નીચે "સરળ વાંચન" કડી પર ક્લિક કરો

નવી પ્રસ્તુતિ...


  • હરખ શોકની હેડકી નહીં…. – સુરેશ દલાલ

    ગંગાસતીનું આ પ્રસિદ્ધ ભજન છે, એવા પણ લોકો હશે કે જેમને આમાંની કેટલીક પંક્તિઓ યાદ હશે, પણ ખબર નહીં હોય કે આ ભજન કોનું છે. કવિનું કામ આ રીતે ભાષામાં ઊપસતું હશે અને કવિનું નામ આજ રીતે ભાષામાં ભૂંસાઇ જતું હશે, ગંગાસતી અને પાનબાઇ, સાસુ અને વહુ, આજે 2012માં પણ આ સંબંધ સકારણ વગોવાય છે. મધ્યકાલિન યુગમાં ગંગાસતી અને પાનબાઇની જોડી આદર્શ સાસુવહુ તરીકે, ગુરુશિષ્યા તરીકે પ્રખ્યાત, એમ કહેવાય છે કે ગંગાસતીએ જે કાંઇ ગાયું તે પાનબાઇના અંતરાત્માને ઉછેરવા માટે. માં તો ગર્ભ ધારણ કરે અને શરીર આપે. પણ વહુની આવી માવજત આખા જગતમાં વિરલ કહી શકાય. સાસુ મહેણાં માટે જાણીતી છે, ગાણાં માટે નહીં. ગંગાસતીનું ગીત આત્માને જ્ઞાનથી અજવાળે એવું છે, આ બધા સંસારી સંતોને પોતે વિરલ કવિતા કરે છે એની કોઇ સભાનતા નહોતી. એક એક વ્યક્તિ વિદ્યાપીઠ જેવી, અનુદાન(ગ્રાંટ) નો પ્રશ્ન જ નહોતો. જે કાંઇ હતું તે ઇશ્વરનો અનુગ્રહ, પરમની કૃપા અને ગ્રેસ. આ જ વિષય પરત્વે – ભજન વિશે શ્રી સુરેશ દલાલે કરેલ ચિંતન આજે પ્રસ્તુત છે. પ્રસ્તુત લેખ અક્ષરનાદને પ્રસ્તુત કરવાની પરવાનગી આપવા બદલ શ્રી સુરેશભાઈ દલાલનો ખૂબ ખૂબ આભાર.

  • મૂળ સોતો ઉછર્યો તે હું જ – જિતેન્દ્ર પ્રજાપતિ

    જીતેન્દ્રભાઈ પ્રજાપતિ આપણા એક સિદ્ધહસ્ત ગઝલકાર છે એ વાત તેમની ગઝલો સુપેરે સાબિત અકરી આપે છે અને અક્ષરનાદની સાથે તેમની વિકાસયાત્રા આગળ વધી છે તે વાતનો અત્યંત આનંદ પણ ખરો. અનેક પ્રચલિત સામયિકો જેમ કે કવિતા, શહીદે ગઝલ, છાલક વગેરેમાં તેમની ગઝલો છપાઈ રહી છે એ તેમની નિપુણતાની સાક્ષી પૂરે છે. આજે પ્રસ્તુત છે તેમની એક એવી જ સુંદર ગઝલ.

  • માનવતાના વેરી – સ્વામી આનંદ

    વિશ્વ જે ઝડપે અણુયુદ્ધ તરફ આગળ વધી રહ્યુ છે, અણુશસ્ત્રો અને તેમના માટેના મિસાઈલ વગેરેની જે દોડ આજે ચાલી રહી છે તેમાં વિકાસ માટે વપરાવાના કરોડો અબજો રૂપિયા હોમાઈ રહ્યા છે. લોકો એક તરફ ગરીબ થઈ રહ્યા છે તો બીજી તરફ સુરક્ષાને નામે રાષ્ટ્રો અણુસત્તા બનવા તરફ આંધળી દોડ લગાવી રહ્યા છે. આ જ વિષય પરત્વે એક સ્વામી આનંદે વર્ષો પહેલા લખેલ લેખ આજે પ્રસ્તુત છે જે ‘માનવતાના વેરી’ માંથી લેવામાં આવ્યો છે.

  • બસ એટલું કે એના ઉપર મારો હક નથી… – બરકત વીરાણી ‘બેફામ’

    આજે પ્રસ્તુત છે બેફામ સાહેબની મારી મનગમતી ગઝલોમાંની એક અગ્રગણ્ય ગઝલ. આ ગઝલ મને ખૂબ ગમે છે તેના અનેક કારણો છે, એક તો તેનો ભાવ, પ્રથમ શેરથી જ એ સૂચવી દે છે કે આ વિરહ પછીની ગઝલ છે, એમાં જુદાઈ છતાંય પ્રગટ થતી પ્રેમની ખુમારી અનોખી છે, પોતાના અને પ્રેમીકાના ચૈતસિક જોડાણની વાત ગઝલકાર અહીં કહે છે. આજે ઘણા વખતે બેફામ સાહેબની ગઝલ મૂકવાનો અવસર મળ્યો છે, આશા છે મારી આ પસંદ આપ સૌને પણ ગમશે.





  • ઑડીયો પ્રસ્તુતિ...
    અક્ષરનાદમાંના 'નાદ'ને સાર્થક કરતો, વિવિધરંગી ઑડીયો સમાવતો વિભાગ, જુઓ આ ઑડીયો વિભાગની સંપૂર્ણ સૂચી
    વિવિધ વિભાગો...

    કવિતા, ગઝલ, મુક્તકો, અછાંદસ રચનાઓ સાથે અન્ય બધાં પ્રકારની પદ્ય રચનાઓનો વિશાળ રસથાળ એટલે...પદ્ય વિભાગ
    સોરઠી સંસ્કૃતિનો પરિચય કરાવતા અને ગુજરાતના ગૌરવસમા ગીર જંગલમાં વિહરતા થયેલા અનુભવોનું સ્મરણ એટલે....પ્રવાસ વર્ણન વિભાગ
    ખડખડાટ હસવું હોય અથવા તો મનમાં મરકવું હોય, તો ઉજવો ગુજરાતી સાહિત્યની કેટલીક સુંદર હાસ્ય વ્યંગ રચનાઓનો મેળો એટલે હાસ્ય વ્યંગ્ય વિભાગ...
    બાળગીતો, હાલરડાં, બાળકાવ્યો, બાળવાર્તાઓ, જોડકણાં અને અન્ય વિવિધ પ્રકારના બાળસાહિત્યનો ગુલદસ્તો એટલે...બાળ સાહિત્ય વિભાગ