Posts tagged વિકાસ બેલાણી
શબ્દોથી પર એક લાગણી તે પ્રેમ – વિકાસ બેલાણી
કોઈકના જીવનની સત્યકથા એક વાર્તા માત્ર ન હોઈ શકે, અને લાગણીઓનું એ ઘોડાપૂર, વ્યક્તિવિશેષ માટે વીતેલા એ પ્રસંગોની મહત્તા આમ કોઈ કૃતિમાં પૂર્ણપણે વ્યક્ત પણ ન જ થઈ શકે એવું મારું સ્પષ્ટ માનવું છે. એટલે જ્યારે શ્રી વિકાસ બેલાણીએ તેમના મિત્ર એવા વિશ્વાસની આ વાત અક્ષરનાદ માટે મોકલી ત્યારે બે ઘડી થયું કે આ વાત મૂકવી જોઈએ કે નહીં? સૂરતમાં એક ખાનગી કંપનીમાં ઇલેક્ટ્રીકલ ઈજનેર તરીકે કામ કરતા મિત્ર વિકાસ બેલાણી અમારા જૂના સહકર્મચારી હતાં. અને આ વાત સત્યઘટના છે, કોલેજમાં ભણતા, મુગ્ધાવસ્થાના આકર્ષણમાં પ્રેમરોગી થતાં કોઈને પણ આ વાત સામાન્ય લાગે, પરંતુ એ વ્યક્તિવિશેષ માટે તો એ અસામાન્ય જ રહેવાની. આ વાત અહીં મૂકવાનો હેતુ પૂર્ણ થાય એવી શુભકામનાઓ સાથે અનેક શુભેચ્છાઓ.
તારા વિનાની જીંદગી (ગઝલ) – વિકાસ બેલાણી
સૂરતમાં એક ખાનગી કંપનીમાં ઇલેક્ટ્રીકલ ઈજનેર તરીકે કામ કરતા મિત્ર વિકાસ બેલાણી અમારા જૂના સહકર્મચારી હતાં. તેમની આ રચના ઘણાં વખતે આવી છે. જીવનને, પ્રેમને એકબીજાની જરૂરત કેટલી છે એ સ્પષ્ટ કરવાનો અહીં તેમણે પ્રયત્ન કર્યો છે. પ્રિયતમ વગરના એકલા પ્રેમીની હાલત અહીં વ્યક્ત કરવાનો પ્રયાસ થયો છે. તેમની હજુ વધુ રચનાઓ, ભાવપ્રધાન એવી તેમની ગદ્ય-પદ્ય રચનાઓ વધુ રચાતી રહે અને આપણને મળ્યા કરે તેવી ઈચ્છા સાથે તેમને શુભકામનાઓ.
દીકરીઓનો દબદબો – જીગ્નેશ અધ્યારૂ અને વિકાસ બેલાણી
સૂરજ ઉગે તે પહેલા, ઉગતા તારા ટહુકા ઓ દીકરી. હોઉં ગમે તેટલો દૂર, પૂગતા તારા ટહુકા ઓ દીકરી. – જીગ્નેશ અધ્યારૂ દીકરી વિષે શું ને કેટલું લખવું? મારા અને મારી પત્નીના, અરે મારા આખાંય કુટુંબના પ્રેમનું, સ્નેહનું કેન્દ્ર એટલે મારી “દીકરી”. જે સૂવે તો અમારી દુનિયા પૂરી થાય અને ઉઠે તો શરૂ થાય એવી
ગૃહસ્થી અને શાકભાજી – વિકાસભાઈ બેલાણી
“એઈ સાંભળો છો?” આવું ઉદબોધન હું અવારનવાર મારા શ્રીમતીજી ના મુખે થી સાંભળું છું અને સાંભળતાજ તુંરત યાદ કરી લઉ છું કે સવારે નહાઈને મે બંને કાન બરાબર સાફ કરેલા! તદુંપરાંત મને ઝીણા ઝીણા અવાજો પણ સંભળાઇ જાય એવી તીવ્ર શ્રવણ શક્તિ મળી છે, જેના દ્વારા હું અવારનવાર લોકોની ગુસપુસો સાંભળતો હોઉં છું. આટલું સરસ રીતે સાંભળી શકતો












આપના પ્રતિભાવો