સાહિત્યકાર મુજબ સંગ્રહ... : મુકુલ ચોક્સી


ચૂમી છે તને – મુકુલ ચોકસી 5

ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને, બે ગઝલની વચ્ચેના ગાળામાં ચૂમી છે તને. પર્વતો પાછળ સવારે, ને બપોરે ઝીલમાં, સાંજ ટાણે પંખીના માળામાં ચૂમી છે તને. સાચું કહું તો આ ગણિત અમથું નથી પાકું થયું, બે ને બે હોઠોના સરવાળામાં ચૂમી છે તને. કાળી રાતોમાં છુપાઈને ગઝલની આડમાં, પાંચ દસ પંક્તિના અજવાળામાં ચૂમી છે તને. લોકોએ જેમાં ન પગ મુકવાની ચેતવણી દીધી, પગ મૂકીને એ જ કુંડાળામાં ચૂમી છે તને. પાંપણો મીંચાય ને ઉઘડે એ પલકારો થતાં, વાર બહુ લાગી તો વચગાળામાં ચૂમી છે તને. -મુકુલ ચોકસી


પ્રેમ એટલે કે . . .- મુકુલ ચોક્સી

પ્રેમ એટલે કે . . . . પ્રેમ એટલે કે, સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો. સ્વપ્નમાં પળાય એવો કાયદો પ્રેમ એટલે કે, તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા ચોર્યાસી લાખ વહાણૉનો કાફલો ક્યારે નહીં માણી હો, એવી કોઈ મોસમનો કલરવ યાદ આવે, એ પ્રેમ છે. દાઢી કરતા જો લોહી નીકળે ને ત્યાંજ કોઈ પાલવ યાદ આવે, એ પ્રેમ છે. પ્રેમ એટલે કે, સાવ ઘરનો જ એક ઓરડોને તોય આખા ઘરથી અલાયદો, કાજળ આંજીને તને જોઉં તો તું લાગે, એક છોકરીને તે શ્યામવર્ણી વાદળ આંજીને જોતાં એવું લાગ્યું કે, મને મૂકીને આકાશને તું પરણી પ્રેમમાં તો ઝાકલ આંજીને તને જોવાની હોય અને ફૂલોમાં ભરવાનો હોય છે મુશાયરો પ્રેમ એટલે કે… -મુકુલ ચોક્સી