સાહિત્યકાર મુજબ સંગ્રહ... : જયંત પાઠક


વસંતગીતો.. – સંકલિત 3

હમણાં થોડાક દિવસ પહેલા એક સહકર્મચારીને પૂછેલું, આપણી ઋતુઓ કઈ? તેમને ખબર નહોતી. આમ પણ હવે શિયાળો, ઉનાળો અને ચોમાસુ પણ રહ્યાં નથી. શિયાળામાં વરસાદ પડે છે અને ચોમાસામાં ગરમી, આવી મૂંઝવણભરી પરિસ્થિતિમાં શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ અને હેમંત કઈ રીતે યાદ આવે? અત્યારે કઈ ઋતુ ચાલે છે એનો જવાબ આપવામાં પણ ઘણાં માથું ખંજવાળશે. જો કે વસંતપંચમી અધધધ લગ્નોને લીધે ઘણાંયને ખ્યાલ હશે, પણ એ વસંતવૈભવને લીધે નહીં, લગ્નોને લીધે. પણ આપણે તો, વસંતને હજુ વાર છે પણ, શિશિરમાંથી વસંત તરફ જઈ રહ્યાં છીએ એ વાતને ધ્યાનમાં રાખીને વસંતગીતો-કાવ્યો માણીએ.


પાંચ વર્ષાકાવ્યો – સંકલિત (ભાગ ૪) 1

આજે ફરીથી વર્ષાકાવ્યોનો આ ચોથો ભાગ પ્રસ્તુત છે. આવા સુંદર કાવ્યો શોધાતા રહ્યાં, અનેક પુસ્તકો ફંફોસાતા રહ્યાં અને એક પછી એક એ ધોધમાર કૃતિઓ અને કાવ્યરચનાઓ મળતા રહ્યા છે એ અલગ આનંદની વાત છે. અહીં શક્ય હોય તેટલા વિવિધ રચનાકારોની વર્ષા અંગેની એક એક કૃતિ લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને અત્યાર સુધી પ્રસ્તુત થયેલ વીસેય કાવ્યોમાં એક પણ રચનાકારની બે કૃતિ નથી એ આપ જોઈ શક્શો. હજુ વધુ કાવ્યો આવતીકાલે પ્રસ્તુત કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.


મૃત્યુ – જયન્ત પાઠક 5

મૃત્યુ વિશે શ્રી જયંત પાઠકની ઉપરોક્ત રચના ઘણુંય અર્થગંભીર કહી જાય છે, કાંઈક એવું જે સમજવા થોડુંકં આંતરદર્શન કરવું પડે, તે મૃત્યુને કાચબો કહે છે, મધમાખી કહે છે, ઈંડુ કહે છે અને એ બધાંયના સ્પષ્ટીકરણ પણ તેમની આગવી છટામાં આપે છે. જીવનની ઘણી તારીખો, ક્ષણો આખાય જીવનની દિશા બદલી દેતી હોય છે. આવીજ એક ખૂબ જ કપરી ક્ષણ અમારા પરિવારને તા. ૧૦ એપ્રિલ ૨૦૧૦ના દિવસે ધ્રુજાવી ગઈ. મારા પત્નિ પ્રતિભા અધ્યારૂના પિતાજીનું અવસાન થયું. મહુવાથી મુંબઈનો એ રસ્તો, એ સફર જીવનનો સૌથી અઘરો પંથ હતો, કોઈક આપણી આસપાસ સત્તત વહાલનો વરસાદ હોય, છત્રછાયારૂપ હોય, અને અચાનક જતા રહે, વહાલથી હસતા, હસાવતા, સદાય વાતાવરણને જીવંતતાથી ભરી દેનારા જ્યારે સાવ અચાનક મૂંગા થઈ જાય ત્યારે એ મૌનને પચાવવું અઘરું હોય છે. કોઈકની ગેરહાજરી જ આપણને એ અહેસાસ કરાવી જાય કે તેમના વગરના જીવનનો વિચાર પણ નહોતો ત્યારે એવું જીવન જીવવાનું આવ્યું. થાય કે કાશ ! ભગવાન વીતેલો સમય, થોડોક સમય ફરીથી જીવવા આપે…..


શિશુની કવિતા – જયંત પાઠક 4

એક બાળકના અભિવ્યક્તિ સામ્રાજ્યમાં, તેની લીટાઓની અભિવ્યક્તિમાં કવિ કવિતા ગોઠવવાનો પ્રયત્ન કરતા જણાય છે, પરંતુ પછી તેઓ પોતે જ તેની વ્યર્થતા સમજાવે છે, બાળકની અભિવ્યક્તિની ગોઠવણ કરવાનું કામ છોડતાં તેઓ કહે છે,

બાળકે લખેલી કવિતા વચ્ચે
આડા અવળા લીટા કરવાનું માંડી વાળું છું

અભિવ્યક્તિની આ જ ઉંચાઈ અને સરળતા શ્રી જયંત પાઠકની કવિતાઓને મનનીય, સુંદર અને વિશેષ બનાવે છે.


માં – જયન્ત પાઠક 4

બાળકના નાના થી મોટા થવાની પ્રક્રિયામાં એ તેની માતાથી જાણ્યે અજાણ્યે થોડો થોડો દૂર થતો જાય છે. જેમ જીવનમાં નવી ક્ષિતિજો ખૂલતી જાય તેમ તે ક્યારેક બીજા શહેરમાં, ક્યારેક વિદેશમાં એમ વિસ્તરે છે અને એની સાથે સાથે માતાથી તેનું અંતર પણ. આવાજ ભાવોને અભિવ્યક્તિનું સુંદર સ્વરૂપ આપતી શ્રી જયન્ત પાઠકની આ રચના મનમાં એક આગવી છાપ ઉભી કરે છે.


એક એવીતે પ્રીત અમે કીધી – જયંત પાઠક 5

શ્રી જયંતભાઇ પાઠકની કવિતાઓનો સંગ્રહ “સમગ્ર કવિતા” ઘણા દિવસોથી મમળાવી રહ્યો છું. એકે એક કાવ્યમાં છલકતા કવિના ભાવવિશ્વની સંવેદનાઓનું ખૂબજ મનોહર નિરૂપણ થયું છે. મને ખૂબ ગમી તેવી તેમની આ કવિતા પ્રીતના કારણે વિવિધ “પામવાની” સંવેદનાઓની સરસ અભિવ્યક્તિ કરાવી જાય છે.


વરસાદ પછી વગડો – જયંત પાઠક

પડી ગયો વરસાદ ટપક ટપ ટપક્યાં કરતા પાન પછી અચાનક આભ ઉઘડ્યાં સૂરજના કર અડકે ઝલમલ તડકે તરૂને ભીનલ વાન રડતાં રડતાં હસી પડ્યું લો રાન ! – જયન્ત પાઠક