સાહિત્યકાર મુજબ સંગ્રહ... : વિજય જોશી


અંતર્યાત્રા – વિજય જોશી 6

શ્રી વિજયભાઈ જોશીની પ્રસ્તુત અછાંદસ રચના તેમના જ એક અંગ્રેજી કાવ્યનો ગુજરાતી અનુવાદ છે. માણસ બ્રાહ્યજગતમાં તો અનેક યાત્રાઓ કરે છે, પરંતુ આંતરજગતમાં યાત્રા ક્વચિત જ થતી હોય છે. સૌથી મહત્વની યાત્રા અંતર્યાત્રા જ હોય છે પણ તેનો માર્ગ ભાગ્યે જ કોઈને ખબર હોય છે, સાચા પથ અંગેનું માર્ગદર્શન અને એ આખીય યાત્રા સ્વત્વની ખોજ છે. આવી જ વિચારસરણી સાથેની યાત્રા કરતા વિજયભાઈની આ કૃતિ ખરેખર સુંદર અને મર્મસભર છે. અક્ષરનાદને આ કૃતિ પાઠવવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર તથા અનેક શુભકામનાઓ.


પંખીડું – રોબર્ટ ફ્રોસ્ટ, અનુ. વિજય જોશી 6

અમેરિકન કવિ રોબર્ટ ફ્રોસ્ટ નિસર્ગના સાનિધ્યમાં રહેનારા કવિ હતા. સરળ શબ્દોમાં સામાન્ય દેખાતી ઘટનાને અસામાન્ય કરવાની કલાના ઉત્તમ સાધક હતા. કવિની દ્વિધા એના શીર્ષકથી શરુ થાય છે. બે અર્થો લઇ શકાય છે. એક અર્થ ક્ષુલ્લક (minor) અથવા બીજો અર્થ મંદ (minor musical note). શેક્સપીઅરના હેમ્લેટની દ્વિધા “કરું કે ન કરું” પ્રમાણે કવિ આ કાવ્યમાં પોતાની દ્વિધા દર્શાવે છે. પક્ષીના અવાજથી કંટાળી ગયા છે તો પણ એ ખબર છે કે પક્ષીનો ગાવાનો પણ એટલો જ અધિકાર છે. મનુષ્ય અને નિસર્ગ વચ્ચેનો દૈનંદિન સંઘર્ષ અહી દેખાય છે. કવિ માને છે કે વૈયક્તિક સ્વાતંત્ર્ય – જેના પર અમેરિકાનું બંધારણ રચાએલું છે- ખુબ મહત્વનું છે અને ગીતનો અવાજ અથવા વિરોધી મતને દબાવવું ખોટું છે અને સૃષ્ટિ સાથે સંઘર્ષને બદલે સંપર્ક રાખવાની સલાહ આપે છે.


બે અછાંદસ – વિજય જોશી 1

વિજયભાઈનો પરિચય અક્ષરનાદના વાચકોને આપવાની કોઈ આવશ્યકતા નથી. અક્ષરદેહે આ પહેલા પણ તેઓ અક્ષરનાદ પર ઉપસ્થિત થયેલા છે જ, આજે ફરી એક વાર બે સુંદર અછાંદસ લઈને તેઓ આપણી સમક્ષ ઉપસ્થિત થયાં છે. પ્રથમ અછાંદસમાં જ્યાં તેઓ જો – તો ની વાતને એક અનોખા પરિપ્રેક્ષ્યમાં મૂકે છે ત્યાં બીજી રચનામાં જીવનના મર્મને, તેની સાચી મહત્તાને સમજવાનો પ્રયત્ન કરતા જણાય છે. આવી સબળ કૃતિઓ તેમનું મોટું જમાપાસું છે. પ્રસ્તુત રચનાઓ અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવાબદલ શ્રી વિજયભાઈનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.


વાચકોની પદ્યરચનાઓ – સંકલિત 2

અક્ષરનાદનું એ સદભાગ્ય છે કે ઘણા વાચકમિત્રો તેમની કાવ્યસર્જનની યાત્રા અક્ષરનાદની સાથે કરી રહ્યા છે, ઘણા મિત્રો નિયમિતપણે તેમની પદ્યરચનાઓ અક્ષરનાદને પાઠવતા રહે છે. એ મિત્રોની રચનાઓ સતત પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરતો રહું છું, જે દર વખતે શક્ય થતું નથી. છતાંય સમયાંતરે એ રચનાઓ પ્રસ્તુત થવી જ જોઈએ એ ઇચ્છાને અનુસરીને આ કૃતિઓ ઘણી વાર મૂકાઈ છે અને આજે પણ મૂકી છે. એ સર્વે મિત્રોનો ખૂબ આભાર જેઓ અક્ષરનાદને નિયમિત તેમની રચનાઓ પાઠવવા યોગ્ય સમજે છે. કાવ્યસર્જનની પ્રક્રિયા સાથે સંકળાવા ઈચ્છતા દરેક રચનાકારને કોઈ માર્ગદર્શક કે ગુરુ મળતા નથી – અક્ષરનાદના માધ્યમથી આપ સર્વે સુજ્ઞ વાચકો આવા મિત્રોને આપના સાચા પ્રતિભાવ દ્વારા રસ્તો બતાવી શકો છો. આજે શ્રી કુસુમ પટેલ, શ્રી જનક ઝીંઝુવાડીયા, શ્રી રમેશભાઈ ચાંપાનેરી અને શ્રી વિજય જોશીની પદ્ય રચનાઓ પ્રસ્તુત છે.


ચાર અછાંદસ રચનાઓ – વિજય જોશી 5

ગાંધીજીને અસહકારની પ્રેરણા આપનારા મહાન અમેરિકન ફિલોસોફર હેન્રી ડેવિડ થરોં અછાંદસનું (Free Verse) વર્ણન કરતા કહે છે, “કદાચ કવિને ભિન્ન પ્રકારનો શબ્દનાદ સંભળાતો હશે, એ નાદ સાથે એને પગલાં માંડવા દ્યો – એક કે અગણિત.” તો ટી એસ ઈલિયટ કહે છે, ” “No verse is free for the man who wants to do a good job.” આજે પ્રસ્તુત છે શ્રી વિજય જોશી દ્વારા પ્રસ્તુત ચાર અનોખા અછાંદસ, વિષયો છે જીવ, કાળુ ગુલાબ, યેશુ અને ચિતા. ચારેય અછાંદસ ભિન્ન પૃષ્ઠભૂમિને અને નોખા વિષયોને રજૂ કરે છે.


મૂળાક્ષરો : જન્મ અને ઉદય – વિજય જોશી 1

પ્રાચીન કાળમાં ઈજીપ્તની હાઇરોગ્લીફ્સ, મેસેપોટેમિયાની ક્યુનીફોર્મ, ચીનની લોગોગ્રામ કે ઈંડસ વેલીની અજ્ઞાત લિપિ વાપરીને મનુષ્ય એક બીજાના સંપર્કમાં રહેતો હતો, આ બધા પ્રકાર સામાન્ય જનસમુદાયને ઉપલબ્ધ ન હતા. પણ લગભગ ૪૦૦૦ વર્ષ પહેલા જયારે અક્ષરને ચિન્હને બદલે નાદ (અક્ષરનાદ) અવાજ આપવામાં આવ્યો ત્યારથી અક્ષરોએ એમનો ચમત્કાર બતાવવાનું શરૂ કર્યું. અક્ષરો એ ભાષાના વસ્ત્રો છે – આભૂષણો છે. ભાષાએ વસ્ત્રો પહેરવાનું ક્યારે શરૂ કર્યું એની તપાસ કરીએ. ખાસ ધ્યાનમાં રાખવાની વાત એ છે કે આપણે અહી મૂળાક્ષરો અને લિપિ વિષેના સંશોધનની ચર્ચા કરીએ છીએ. બોલીની ભાષા દરેક દેશમાં ઘણી પ્રાચીન છે. વેદ અને ઉપનિષદો તો હજારો વર્ષોથી બોલાતા હતા પણ એ લખવાની ક્રિયા ઘણી મોડી ચાલુ થઈ.


મેકબેથ – શેક્સપીયર (પ્રસ્તાવક : વિજય જોશી) 4

અક્ષરનાદના સંપાદકમંડળમાં હમણાં જ જોડાયેલા શ્રી વિજયભાઈ જોશીની સહસંપાદક તરીકે આ પ્રથમ કૃતિ છે. શેક્સપીયરના પ્રચલિત નાટક મેકબેથની અહીં તેમણે સારાંશ આપવાનો યત્ન કર્યો છે. સ્કોટલેન્ડમાં ૧૧મી સદીમાં જન્મેલા રાજા મેકબેથ પર આધારિત હોવા છતાં ખરા મેકબેથ સાથે તેને બહુ ઓછું સામ્ય છે. શેક્સપીઅરે આ કાલ્પનિક નાટક ઈ.સ. ૧૬૦૬ માં લખ્યું હતું.


વાચકોની કાવ્યરચનાઓ – સંકલિત 2

આજે જેમની રચનાઓ પ્રસ્તુત કરી છે એ ચારેય વાચકમિત્રોની રચનાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે. આજે તેમની નવી રચનાઓ પ્રસ્તુત છે. ધવલભાઈ સોની રચિત પ્રથમ રચના છે પ્રેમ અને સંવાદની, પ્રેમ હમેશા આપવાથી વધે છે, પણ જ્યાં પ્રેમ હોય ત્યાં ઝઘડા હોય જ…. મીઠા ઝઘડા પ્રેમ વધારે છે… પહેલી રચનાનું શીર્ષક ‘સંવાદ તો કર’ કહે છે તેમ તેમાં એક યુગલની, એક સંબંધની વાત કરી છે. એક જ છત નીચે રહેતા હોવા છતાં બંને વચ્ચે જે અંતર છે તે દૂર કરવાની વાત કરી છે. તો તેમની જ બીજી કવિતા ‘પંખી તડપતુ મળ્યું’ માં કવિએ જિંદગીનાં અંત સમયને વણી લીધો છે. ત્રીજી કવિતા શ્રી રમેશભાઈ ચાંપાનેરીની રચના છે જેમાં તેઓ સંબંધોમાં વિશ્વાસના વિષયને અનોખી રીતે સ્પર્શે છે. ચોથી રચનામાં જનકભાઈ ઝીંઝુવાડીયા શહેર અને ગામડાના જીવન વચ્ચેની સરખામણી અનોખી અને પ્રભાવશાળી રીતે કરે છે. તો અંતિમ રચનામાં વિજયભાઈ જોશી અનોખી રીતે આગવી વાત મૂકે છે. સર્વે વાચકમિત્રોની કલમને અનેક શુભકામનાઓ અને અક્ષરનાદને રચનાઓ પાઠવવા બદલ સર્વેનો ધન્યવાદ.


થોડાંક હાઈકુ – વિજય જોશી 21

નાનકડી પણ ચોટદાર રચના એ એક સુંદર હાઈકુના લક્ષણ છે. મૂળે જાપાની કાવ્યપ્રકાર એવા હાઈકુ પોતાનું અર્થગાંભીર્ય લઈને આવે છે અને કવિ જે વાત ભાવક સુધી પહોંચાડવા માંગે છે તે ખૂબ સચોટ છતાં સરળ રીતે મૂકી જાય છે. અને એટલે જ હાઈકુનું સર્જન પોતાનામાં એક પડકાર છે. મૂળ વડોદરાના પણ ૪૦ વર્ષથી અમેરીકામાં સ્થાયી અને હવે નિવૃત્તિમય પ્રવૃત્તિશીલ જીવન અને કાવ્યમય પ્રકૃતિ સાથે આનંદ કરી રહેલા વિજયભાઈ ગુજરાતી, મરાઠી, હિન્દી અને અંગ્રેજીમાં કાવ્યરચનાઓ લખે છે. તેમની રચનાઓમાંથી આજે માણીએ થોડાક સુંદર હાઈકુઓ. અક્ષરનાદને આ સુંદર રચનાઓ પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ શ્રી વિજયભાઈનો ખૂબ ખૂબ આભાર.