સાહિત્યકાર મુજબ સંગ્રહ... : કાકા કાલેલકર


ચિંતન વૈવિધ્ય – કાકા કાલેલકર 1

કાકાસાહેબ દૈનંદિની વાસરી ઘણાં વર્ષો લખતાં રહેલા, તેમને થતું કે જીવન પરત્વે, સમાજ કે ઈતિહાસ પરત્વે ચિંતન કરીએ અને એ વાટે પોતાના પૂરતું જીવનનું તત્વજ્ઞાન ઘડીએ. આવા રોજીંદા ચિંતનને તેમણે ડાયરીના પાનાંની મર્યાદામાં બાંધીને લખવાનું શરૂ કર્યું. વર્ષ ૧૯૬૮માં તેમણે બસો સત્તાવીસ દિવસ માટે આવું ચિંતન નોંધ્યું છે, તેમાંથી ત્રણ મોતી આજે પ્રસ્તુત કર્યા છે. પ્રસ્તુત લેખ ‘પ્રાસંગિક પ્રતિસાદ’ જે તે દિવસનું ચિંતન – પુસ્તકમાંથી સાભાર લેવાયા છે. અત્રે પ્રસ્તુત ત્રણ મણકા વિવિધ વિષય જેમ કે, રિવાજી દુઃખ વિશે, ધર્મને બદલે લોકકેળવણી વિશે અને વિશ્વાસમૂલક આસ્તિકતા વિશે લખાયેલા ટૂંકા લેખો છે.


જેલવાસના અનુભવો.. – કાકા કાલેલકર 10

પાછલા આંગણાની દીવાલ પર દયાભાજન હોલાઓનું જોડું ઘણીવાર આવીને બેસતું. કહે છે કે તમામ પ્રાણીઓમાં હોલો અત્યંત નિષ્પાપ અને ભોળું જાનવર છે. આખો દિવસ ‘પ્રભુ-તુ’, ‘પ્રભુ-તુ’ એમ રટ્યા કરે છે. મહારાષ્ટ્રમાં હોલાને ‘કવડા’કહે છે. અહીંના અને ત્યાંના હોલાઓમાં નામભેદ છે એટલું જ નહીં પણ શબ્દભેદ પણ છે. મહારાષ્ટ્રના હોલા ‘પ્રભુ-તુ’ બોલતા નથી. તેમનો અવાજ લગભગ ‘કુટુર્ર’, ‘કુટુર્ર’, ‘કુટુર્ર’ એવો થાય છે. આ ઉપરથી ત્યાંના ગામડાંના લોકોએ એક લોકવાર્તા ઉપજાવી કાઢી છે: કવડો પહેલાં માણસ હતો. તેના ઘરમાં એક તેની સ્ત્રી અને સીતા કરીને એક તેની બહેન હતાં. એક દિવસ તેણે બહેનને અને સ્ત્રીને શેર શેર ડાંગર આપી કહ્યું, મને આના પૌંઆ બનાવી આપો….


આચમન.. (કેટલાક વિચારપ્રેરક લખાણો) – સંકલિત 12

માણસમાં વિચાર કરવાની ક્ષમતા છે પણ તેથી કાંઈ દરેક માણસ વિચાર કરે જ છે એવું નથી. વિચાર કરવામાં વાચન સહાયક નીવડે છે, પણ વિચારશીલ માણસ માટે વાચન અનિવાર્ય જ છે એવું યે નથી. અનેક સ્ત્રી-પુરુષો વાંચી નથી શક્તાં. છતાં તેઓ વિચારી તો શકે જ છે. વાચનથી આપણને અનેક વિચારબિંદુઓ મળે છે, આપણી માહિતિ વધે છે; જીવન વિશેની આપણી સમજણને વાચન વધારે છે. જીવનની વિવિધ સમસ્યાઓ કેવી રીતે ઉકેલી શકાય છે એ વિશેનું અનુભવામૃત આપણે વાચન દ્વારા પામીએ છીએ. આવા જ કેટલાક નાના પરંતુ વિચારપ્રેરક લખાણોનું એક નાનકડું સંકલન આજે પ્રસ્તુત છે.


ઓતરાતી દીવાલો – કાકાસાહેબ કાલેલકર 4

જેલના અનુભવ એટલે શું હોય? જેલના અમલદારો સાથેના પ્રસંગો, ત્યાંણો ખોરાક, મજૂરી કરતાં પડેલા કષ્ટો, બીજા કેદીઓ સાથેની વાતચીત, અથવા તો જેલમાં મળતા આરામના વખતમાં વાંચેલી ચોપડીઓ અને લખેલા લખાણો એટલો જ ખ્યાલ સામાન્યપણે રખાય છે. પણ જેમાં માણસનો સંબંધ જ ન હોય એવો પશુપક્ષી, ઝાડપાન, ટાઢતડકા, વરસાદ ને ધુમ્મસનો અનુભવ કંઈ જેલમાં ઓછો નથી હોતો. જિંદગીનો મોટો ભાગ જેણે શહેર બહાર કુદરતના ખોળામાં ગાળ્યો છે, નવરાશના મહિનાઓ રખડુ મુસાફર થઈ ગાળવામાં જેણે આનંદ માણ્યો છે એવા મારા જેવાને જેલની ચાર દીવાલની અંદર પ્રકૃતિ માતાનો એવો અનુભવ ન મળે તો તેની શી વલે થાય? મારી દ્રષ્ટિએ આ વિભાગનો જેલનો અનુભવ જેટલો મહત્વનો તેટઓ જ રમણીય છે. આ અનુભવમાં ઈર્ષા દ્વેષ કશું ન મળે, દયા ખાવાપણું કે દયા માગવાપણું બહુ ઓછું હોય અને છતાં એમાંથી હ્રદયને જોઈતો ખોરાક પૂરેપૂરો મળે.


ચોમાસું માણીએ ! – કાકા કાલેલકર 7

કાકાસાહેબ કાલેલકર આપણી ભાષાના પ્રથમ હરોળના નિબંધકાર ગણાય છે. નિબંધોના તેમના અનેક પુસ્તકોમાં આપણને રાષ્ટ્રપ્રેમી, પ્રકૃતિપ્રેમી, સંસ્કૃતિચિંતક, સૌંદર્યચાહક, કલા અને સાહિત્યના ચિરંતન પ્રેમી અને પ્રવાસશોખીન કાકાસાહેબના વ્યક્તિત્વનો અનેરો પરિચય થાય છે. પ્રસ્તુત નિબંધમાં ચોમાસાની ઋતુમાં બદલાતી પ્રકૃતિસૃષ્ટિનું ચિત્રાત્મક શૈલીએ નિરૂપણ થયું છે. આકાશના વાદળોની લીલા તથા ઊષા અને સંધ્યાના અવનવા રંગોના સૌંદર્યનું વર્ણન કરી પ્રકૃતિલીલાનું રસપાન કરવાનું સૂચવે છે. વરસાદ પડતાંની સાથે જ સમગ્ર સૃષ્ટિ નવપલ્લવિત થઈ જાય છે. અહીં પ્રકૃતિ, ભૂપૃષ્ઠ અને કીટસૃષ્ટિ – એ ત્રણેયનું કાવ્યાત્મક અને મધુર ભાષામાં નિરૂપણ થયું હોવાથી નિબંધનું ગદ્ય આસ્વાદ્ય બન્યું છે.


ત્રણ પુરાતન વટવૃક્ષો – કાકા કાલેલકર 2

‘સંસ્કૃતિનો વિસ્તાર’ એ લેખમાં હિંદુસ્તાનના પ્રતિક તરીકે મેં જે ચીત્ર આપ્યું છે.તેમાં એક વિશાળ વટવૃક્ષ તળે એક સાદી રૂપાળી ‌‌‌‌‌‌‌ઝૂંપડીને બારણે વાછરડા સાથે ગાય બાંધેલી છે.અનેક વડવાઈઓના વિસ્તારથી આસપાસનો પ્રદેશ પોતાની છાયાં તળે લેનાર પરોપકારી વટવૃક્ષ; ઊનાળમાં ઠંડક અને શીયાળામાં હુંફ આપનાર ઘાસની ઝૂંપડી; અને આજીવન તેમ જ મરણ પશ્વાત પણ સેવા આપનાર કારુણ્યમૂર્તિ ગૌમાતા; આ ત્રણે વસ્તુઓ આશ્રમ સંસ્કૃતિની પ્રતિક છે. આ ચિત્રની અંદર હિંદુસ્તાનની પ્રાકૂતિક પરિસ્થિતિ પણ ચિત્રિત થાય છે, અને હિંદુસ્તાનનું આર્યહદય પણ વ્યક્ત થાય છે. હિંદુસ્તાન આવાં વિશાળ વટવૃક્ષ આખી દુનિયામાં વિખ્યાત છે. પરદેશના લોકો જ્યારે આપણાં દેશમાં આવે છે ત્યારે આ દેશના એક કૌતુક તરીકે આવાં વૂક્ષો જોઈ આવે છે. અડિયાર, કબીરવડ અને કલકત્તાનું વાનસ્પત્યમ એ આ રીતે આપણાં ત્રણ તીર્થસ્થાનો છે.


અધ્યાપક માટે ઉપાસના-મૂર્તિ – કાકા કાલેલકર 2

લાગણી અને પ્રેમસૂત્રમાં પરોવાયેલા ગુરૂ શિષ્યના સંબંધો વિશેનો એક લેખ શ્રી ક્ષિતિમોહન સેનની કલમે હમણાં જ માણ્યો. ગુરૂ શિષ્ય પરંપરા અને એ આખીય શિક્ષણ પધ્ધતિ વિશે ઘણુંય લખાયું છે. એક શિષ્ય માટે ગુરૂ તેની ઉપાસનામૂર્તી હોઈ શકે, પરંતુ એક અધ્યાપક માટે તેની ઉપાસના મૂર્તી કોણ હોવું જોઈએ એ વિષય પર શ્રી કાકા કાલેલકરના વિચારો અત્રે પ્રસ્તુત કર્યા છે. ગુરૂપૂર્ણિમા આવી રહી છે ત્યારે શિષ્યના ધર્મને એક ગુરૂની નજરોથી નિહાળવાની અને સન્માન આપવાની ઉચ્ચભાવના અહીં પ્રસ્તુત વાતમાં વર્ણવાઈ છે. ગુરૂપૂર્ણિમા આવી રહી છે ત્યારે આશા છે પ્રસ્તુત પ્રસંગ સમયોચિત બની રહેશે.


પરમ સખા મત્યુ – કાકા કાલેલકર (પુસ્તક ડાઉનલોડ) 4

કાકાસાહેબ કાલેલકરે આ પુસ્તકની પ્રસ્તાવનામાં લખ્યું છે તેમ, ” આત્મા શું છે? પરમાત્મા શું છે? જીવન શું છે? ધર્મ શું છે? સમાજ શું છે? નાગરિકોનું કર્તવ્ય શું છે? એવા એવા સવાલ મનુષ્યજીવન માટે જેટલા મહત્વના છે, તેટલા જ મહત્વના સવાલ છે: મરણ શું છે? અને એના પ્રત્યે આપણી વૃત્તિ કેવી રહેવી જોઇએ? આથી મનનશીલ મનુષ્યો એ વિશે થોડું વધારે ચિંતન મનન કરવું જોઇએ. આ પ્રકારનું શ્રવણ, મનન અને ચિંતન કરીને હું જે કાંઇ પામ્યો છું તેનો નાનકડો સંગ્રહ કરી, એ તમામનો સાર મેં આ પુસ્તકના લેખોમાં આપ્યો છે.” હીરા વિશે જેમ વર્ણન કરવાની જરૂર ન હોય તેમ આ પુસ્તક વિશે વધુ ન લખતાં તેમાંથી લીધેલા કેટલાક ચિંતન વિચારો અને અંતે પુસ્તક ડાઉનલોડની લિન્ક આપી છે.


પરમ સખા મૃત્યુ – કાકા કાલેલકર 5

મરણ અંગે શ્રવણ મનન અને ચિંતન કરીને પોતે જે કાંઇ પણ પામ્યા એ તમામનો સંગ્રહ કરીને કાકા કાલેલકરે આ પુસ્તક પરમ સખા મૃત્યુમાં આપ્યો હતો. દરેક પરિવારના પરિચિત સમાજમાં અવારનવાર કોઇ ને કોઇ મૃત્યુ થતું રહે છે. તે નિમિત્તે સ્મશાનમાં કે સદગતને ઘરાઅંગણે દુ:ખમાં સહભાગી બનવા એકત્રથતા લોકોના વિચારોને સાચો માર્ગ આપવાનો કાકા કાલેલકરનો આ પ્રયત્ન છે. આ પુસ્તકના થોડાક અંશો અત્રે મૂક્યા છે.