-
More
સો સો રે સલામુ મારા ભાંડુડાને... - ઝવેરચંદ મેઘાણી (Audiocast)...
ઝવેરચંદ મેઘાણીનું એક ઓછું જાણીતું પણ અત્યંત ચોટદાર ગીત ‘છેલ્લી સલામ’ આજે સાંભળીએ. ગાંધીજીએ બ્રિટિશ સરકારના 1935ના કોમી ચુકાદા સામે અનશન આરંભેલું. ગોળમેજી પરિષદમાં ગયેલા ત્યારે તો તેમણે કહેલું જ કે, 'હરિજનોને તમે હિન્દુથી અલગ બેઠકો અને અલગ મતદાન આપશો તો હું મારો જીવ હોડમાં મૂકીશ.' એ તો હાથીના દાંત, નીકળ્યા તે નીકળ્યા. પણ બ્રિટિશ સરકારને એમ કે ગાંધીએ તો બીજા રાજકીય નેતાઓની જેમ પોલી ધમકી આપી હશે, એટલે હરિજનોને અલગ મતાધિ... -
More

'સૌરાષ્ટ્રની રસધાર' નાટ્યપ્રસ્તુતિ ભાગ ૧ ..... દેપાળદે (Audiocast)...
ત્રણેક મહીના પહેલા એક સાંજે અચાનક જ મિત્ર હાર્દિકભાઈ યાજ્ઞિકનો ફોન આવ્યો, કહે, આપણે શ્રી ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ એવી સૌરાષ્ટ્રની રસધારને નાટક સ્વરૂપે રજૂ કરવી છે, તેમાંથી તમારી પસંદગીની વાર્તાઓ કહો. ગત વર્ષે 'જય સોમનાથ' નાટકના ઑડીયો રેકોર્ડીંગ, નાટ્યલેખન અને પરિકલ્પના તથા દિગ્દર્શન વડે તેમણે અનેકોના મન મોહી લીધેલા, એ સ્ટુડીયોમાં સાંભળીને મારા રુંવાડા ઉભા થઈ ગયા હતા એ દિવસ મને હજુ પણ યાદ છે. આ વર્ષે સૌરાષ્ટ્રની રસધા... -
More

ભજનયોગ (ભાગ ૧) - સંકલન : સુરેશ દલાલ (ઈ-પુસ્તક ડાઉનલોડ)...
પ્રસ્તુત પુસ્તક 'ભજનયોગ', એ શ્રી સુરેશ દલાલ દ્વારા સંકલન પામેલ ભક્તિગીતોનું, એ અંગેના ચિંતન વિશેનું સુંદર આચમન છે. કેટલાક પુસ્તકો રોજે રોજ આચમન કરી શકાય એવું પવિત્ર ગંગાજળ જેવું વાતાવરણ ખડું કરી આપે છે, પ્રસ્તુત પુસ્તક એવી જ મનનીય અને ચિંતનસભર સામગ્રીથી ભરપૂર છે. પ્રસ્તુત પુસ્તકમા જેમના ભજનો / રચનાઓનો રસાસ્વાદ કરાવ્યો છે તથા વિગતે સમજણ આપી છે એ રચનાકારોમાં મકરન્દ દવે અખો આનંદધનજી આંડાલ ઈન્દુલાલ ગાંધી ઉમાશં... -
More
માઇકલ - રસિક ઝવેરી
હું બારી પાસેની મારી રોજિંદી બેઠક પર ગોઠવાયો. ત્યાં બેસવું મને ગમે. ત્યાંથી મને સ્ટૉબૅરી વેચતી પેલી ત્રિપુટી દેખાય. યુવાન દંપત્તિ અને ભટૂરિયું. હવે તો ખાસ્સી પહેચાન થઈ ગઈ હતી. લંચ અવરમાં ત્યાં ખાસ્સી ભીડ જામે. લાલ ઝાંયવાળી તાજી સ્ટ્રૉબૅરી અને સ્ફૂર્તિલાં એ યુગલ કરતાંયે મને વધુ આકર્ષણ તો એ રોજગારને રળિયામણો બનાવનાર ચારેક વરસના કિલકિલાટ કરતા બાળક માઇકલનું. સ્ટૉબૅરીની બાંકડાગાડી, પતિપત્ની અને ભટૂર એ ચારેયના સહયોગથી એક ... -
More
મિથ્યાભિમાન - દલપતરામ
જીવરામ ભટ્ટ એક રતાંધળો મિથ્યાભિમાની બ્રાહ્મણ છે, તેની પત્ની જમના, રઘનાથ તેના સસરા, દેવબાઈ તેની સાસુ અને સોમનાથ તેનો સાળો છે. ગંગા એ જમનાની સહિયર છે. આજથી એકસોચાલીસ વર્ષ પૂર્વે લખાયેલ આ પ્રહસન એક જાહેરાતના જવાબમાં લખાયેલું. ૧૮૬૯ના જુલાઈમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તરફથી એવી જાહેરાત કરાયેલી કે મિથ્યાભિમાન વિશે હાસ્યરસમાં નાટકરૂપે બુદ્ધિપ્રકાશ જેવડા ૫૦ પૃષ્ઠનો નિબંધ લખીને મોકલશે તેમાં સૌથી સરસ નિબંધને કચ્છના ગોવિંદજ... -
More
અમિતાભ બચ્ચન (પુસ્તક સમીક્ષા તથા પ્રસંગો) ભાગ ૧ - સં. જીજ્ઞેશ અધ્યારૂ...
પ્રથમ ભાગ :- અમિતાભ બચ્ચનના જીવનનો વિગતે પરિચય અને તેમના તથા શ્રી હરિવંશરાય બચ્ચન અને શ્રીમતી તેજી બચ્ચનના જીવનને વિગતે વર્ણવતું પુસ્તક 'અમિતાભ બચ્ચન' સૌમ્યો વંદ્યોપાધ્યાય દ્વારા લખાયેલું છે. આ પુસ્તકની પ્રસ્તાવનામાં એક પ્રસંગ છે. પ્રસંગ તો વિદેશનો છે પણ ભારતીય જનમાનસની સિનેમા પ્રત્યેની ગાંડપણની હદ સુધીની ભાવનાને પણ તે તાદ્દશ બંધ બેસે છે. ઈ.સ. ૧૯૪૨ના અરસાની આ વાત છે જ્યારે બીજા વિશ્વયુદ્ધની તાણમાંથી બહાર આવવા અમેરિ... -
More

શબ્દનું ફૂટ્યું કિરણ, અજવાસ જેવું છે બધે... - જીજ્ઞા ત્રિવેદી (Audioca...
શબ્દનું ફૂટ્યું કિરણ અજવાસ જેવું છે બધે, અર્થના આકાશમાં ચળકાટ જેવું છે બધે. આંખના અવકાશને પણ ભીંજવી જાણે સહજ, લાગણીના તારમાં ઝંકાર જેવું છે બધે. સપ્તરંગોથી મઢેલી જિન્દગી પણ છે અહીં, કલ્પનાનાં દ્વાર પર શણગાર જેવું છે બધે. શ્વાસમાં સૌરભ ભળી છે જ્યારથી વિશ્વાસની, આયખાના બાગમાં પમરાટ જેવું છે બધે. ઝખ્મથી મળતું થયું એ દર્દની શોધ દવા, કે દુઆઓથી સભર ઉપચાર જેવું છે બધે. ઝાંઝવાના જળ સમી છે વળગણો ચારે તરફ, ... -
More
ફેસબુકમાં લોગ ઈન વેળાએ... - જીજ્ઞેશ અધ્યારૂ...
અને તે પછી મોબાઈલ હાથમાં લઈ કીપેડથી સતત ટાઈપ કરતી એક યુવતી બોલી, અમને ફેસબુક વિશે કંઈ કહો, ત્યારે તે બોલ્યા, તમારું ફેસબુક એ તમારું ફેસબુક નથી. પણ માર્ક ઝકરબર્ગની પોતાની પોતા માટેની જ કામનાનું તે અનૌરસ સંતાન છે. તે તમારી દ્વારા ચાલે છે પણ તમારાથી ચાલતું નથી. તેમાં તમારું ખાતું છે છતાં તે તમારું નથી. કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ, આઈફોન કે ટેબલેટ વગર જો તમે જીવી શકો તો કેટલું સારું? પણ સોશિયલ નેટવર્કિઁગ મા... -
More

ફિલ્મ કરતાંય રોમાંચક જીવનવૃતાંત - ધ ડેઝર્ટ ફ્લાવર ભાગ ૧...
એક મિત્રની સૂચવેલી આ ફિલ્મ અને તેની આત્મકથાની વાર્તા, પાર્શ્વસંગીત અને ફિલ્મની ગુણવત્તા જોઈને હું ખરેખર પ્રભાવિત થઈ ગયો. 'ધ ડેઝર્ટ ફ્લાવર' નામની આ ફિલ્મ એ જ નામના પુસ્તક પર આધારિત છે જે અમેરિક્ન સુપરમોડેલ, અભિનેત્રી અને યુનાઈટેડ નેશન્સના સ્ત્રીઓમાં જનન અવયવોની સુન્નતના ક્રૂર રિવાજને નાબૂદ કરવા માટેના વિશેષ રાજદૂત તરીકેની નિમણૂંક પામનાર વારિસ ડીરીના જીવન પર આધારિત છે. એથીય વધુ એ સંઘર્ષની કથા છે, જીવનમાં સતત મુશ્કેલીઓન... -
More
ઓચિંતુ કોઇ મને રસ્તે મળે... - ધ્રુવ ભટ્ટ (Audiocast)...
અક્ષરનાદના જન્મદિવસે ગત વર્ષથી શરૂ કરેલ આયોજનને આગળ વધારવાના પ્રયત્નરૂપ અક્ષરપર્વ - ૨ ના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે ગત વર્ષે યોજાયેલા અક્ષરનાદના સુંદર પર્વની યાદોમાંથી મેં ગાયેલું એક ગીત આજે પ્રસ્તુત છે. શ્રી ધ્રુવ ભટ્ટનું આ ગીત આમેય મારી કાયમી પસંદગી છે. અને અક્ષરપર્વમાં પણ મેં એ જ ગાયુ હતું. હાર્દિકભાઈ યાજ્ઞિકના સંચાલન હેઠળ યોજાયેલ 'સૂર ઉમંગી' આયોજનની આ અનેરી યાદ સતત મનમાં રહી છે, અને એટલે જ આ આયોજનનો વિડીયો પહ...
નવી કૃતિઓ…
- દીવાનો બની જા સમજદાર જેવો.. – ગની દહીંવાળા
- બે ટૂંકી વાર્તાઓ… – નિમિષા દલાલ
- ઉનાળા વિશે… (ખલિલ જીબ્રાનના ‘ધ પ્રૉફેટ’ ના ગદ્ય સ્વરૂપમાં)
- નોનવેજ કંપારી (ટૂંકી વાર્તા) – હાર્દિક યાજ્ઞિક
- અડકીને ચાલો તોય અળગા, સાજન.. – હરીન્દ્ર દવે
- ત્રણ પ્રસંગકથાઓ… – હર્ષદ દવે
- ગુલમ્હોર મ્હોર્યા એટલે.. (વસંતગઝલ) – રમેશ પારેખ
- શકુનીની રોજનીશી (ભાગ ૮) – હસ્તિનાપુર પ્રીમીયર લીગ
- દીકરો – વિનોદિની નીલકંઠ
- પીર રે પોકારે મુંજાં ભાવરાં રે ! – જેસલ પીર
પ્રતિભાવો…
ટાઈમલાઈન
અત્ર… તત્ર….
ધ્યાનમાં રાખો…….
© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.
આ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...
-
ઈ-પુસ્તક ડાઊનલોડ
- Rasdhar Ni Vartao Part I (1.7 MiB, 20,302 hits)
- Rasdhar Ni Vartao Part II (2.0 MiB, 17,850 hits)
- Abraham Lincoln (1.2 MiB, 15,382 hits)
- Use Wordpress to make your website (863.9 KiB, 14,274 hits)
- Mansai Na Diva (1.9 MiB, 12,834 hits)
- Vivah Sanskar (1,005.7 KiB, 11,979 hits)
This Day Past Years
2011
2010
અક્ષરનાદ વિશે મિત્રોને જણાવો II Designed by Akshar Web Art
Website Copyright © 2013 અક્ષરનાદ II Aksharnaad.com by Pratibha Adhyaru
II Total Clicks II
Website Copyright © 2013 અક્ષરનાદ II Aksharnaad.com by Pratibha Adhyaru
II Total Clicks II
.png)
