-
More
ઓચિંતુ કોઇ મને રસ્તે મળે... - ધ્રુવ ભટ્ટ (Audiocast)...
અક્ષરનાદના જન્મદિવસે ગત વર્ષથી શરૂ કરેલ આયોજનને આગળ વધારવાના પ્રયત્નરૂપ અક્ષરપર્વ - ૨ ના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે ગત વર્ષે યોજાયેલા અક્ષરનાદના સુંદર પર્વની યાદોમાંથી મેં ગાયેલું એક ગીત આજે પ્રસ્તુત છે. શ્રી ધ્રુવ ભટ્ટનું આ ગીત આમેય મારી કાયમી પસંદગી છે. અને અક્ષરપર્વમાં પણ મેં એ જ ગાયુ હતું. હાર્દિકભાઈ યાજ્ઞિકના સંચાલન હેઠળ યોજાયેલ 'સૂર ઉમંગી' આયોજનની આ અનેરી યાદ સતત મનમાં રહી છે, અને એટલે જ આ આયોજનનો વિડીયો પહ... -
More
ઉપયોગી એન્ડ્રોઇડ એપ્લિકેશન્સ - ભાગ ૧...
Acer, HTC, Motorola, Samsung, Sony Ericsson જેવી અનેક મોબાઈલ ફોન બનાવતી કંપનીઓ જે સંચાલન પદ્ધતિનો ઉપયોગ કરીને મોબાઈલ તથા અન્ય સાધનોને વધુ સગવડભર્યા અને સરળ બનાવે છે એ ટેકનોલોજીનું નામ છે એન્ડ્રોઈડ સંચાલન પદ્ધતિ અથવા ઓપરેટીંગ સિસ્ટમ. એન્ડ્રોઈડ એ મહદંશે સ્માર્ટફોન અને ટેબલેટ વગેરે મોબાઈલ સાધનો માટે વપરાતી ઓપરેટીંગ સિસ્ટમ છે. ૨૦૦૩માં સ્થપાયેલ એન્ડ્રોઈડ ઈન્ક. ને ગૂગલ દ્વારા ૨૦૦૫ના આખરમાં ખરીદવામાં આવી. સૌપ્રથમ એન્ડ્રોઈડ ... -
More
અમિતાભ બચ્ચન (પુસ્તક સમીક્ષા તથા પ્રસંગો) ભાગ ૧ - સં. જીજ્ઞેશ અધ્યારૂ...
પ્રથમ ભાગ :- અમિતાભ બચ્ચનના જીવનનો વિગતે પરિચય અને તેમના તથા શ્રી હરિવંશરાય બચ્ચન અને શ્રીમતી તેજી બચ્ચનના જીવનને વિગતે વર્ણવતું પુસ્તક 'અમિતાભ બચ્ચન' સૌમ્યો વંદ્યોપાધ્યાય દ્વારા લખાયેલું છે. આ પુસ્તકની પ્રસ્તાવનામાં એક પ્રસંગ છે. પ્રસંગ તો વિદેશનો છે પણ ભારતીય જનમાનસની સિનેમા પ્રત્યેની ગાંડપણની હદ સુધીની ભાવનાને પણ તે તાદ્દશ બંધ બેસે છે. ઈ.સ. ૧૯૪૨ના અરસાની આ વાત છે જ્યારે બીજા વિશ્વયુદ્ધની તાણમાંથી બહાર આવવા અમેરિ... -
More
મિથ્યાભિમાન - દલપતરામ
જીવરામ ભટ્ટ એક રતાંધળો મિથ્યાભિમાની બ્રાહ્મણ છે, તેની પત્ની જમના, રઘનાથ તેના સસરા, દેવબાઈ તેની સાસુ અને સોમનાથ તેનો સાળો છે. ગંગા એ જમનાની સહિયર છે. આજથી એકસોચાલીસ વર્ષ પૂર્વે લખાયેલ આ પ્રહસન એક જાહેરાતના જવાબમાં લખાયેલું. ૧૮૬૯ના જુલાઈમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તરફથી એવી જાહેરાત કરાયેલી કે મિથ્યાભિમાન વિશે હાસ્યરસમાં નાટકરૂપે બુદ્ધિપ્રકાશ જેવડા ૫૦ પૃષ્ઠનો નિબંધ લખીને મોકલશે તેમાં સૌથી સરસ નિબંધને કચ્છના ગોવિંદજ... -
More
સો સો રે સલામુ મારા ભાંડુડાને... - ઝવેરચંદ મેઘાણી (Audiocast)...
ઝવેરચંદ મેઘાણીનું એક ઓછું જાણીતું પણ અત્યંત ચોટદાર ગીત ‘છેલ્લી સલામ’ આજે સાંભળીએ. ગાંધીજીએ બ્રિટિશ સરકારના 1935ના કોમી ચુકાદા સામે અનશન આરંભેલું. ગોળમેજી પરિષદમાં ગયેલા ત્યારે તો તેમણે કહેલું જ કે, 'હરિજનોને તમે હિન્દુથી અલગ બેઠકો અને અલગ મતદાન આપશો તો હું મારો જીવ હોડમાં મૂકીશ.' એ તો હાથીના દાંત, નીકળ્યા તે નીકળ્યા. પણ બ્રિટિશ સરકારને એમ કે ગાંધીએ તો બીજા રાજકીય નેતાઓની જેમ પોલી ધમકી આપી હશે, એટલે હરિજનોને અલગ મતાધિ... -
More
સદાશિવ આશરો એક તમારો... - મૂળશંકર પ્રેમજી જોશી...
સદાશિવ આશરો એક તમારો ભોલેનાથ આશરો એક તમારો...ટેક જળ સ્થળ ને જડ ચેતન સહુમાં વાસ સદા છે તમારો, પામર પ્રાણી હું કંઈ નવ સમજ્યો ખેલ અજબ છે તમારો રે... સદાશિવ. અજબ અલૌકિક રૂપ તમારું ને ભાલમાં ચંદ્ર રૂપાળો, કરમાં કમંડલ ત્રિશૂળ ડમરુ છે યોગી વેશ તમારો રે... સદાશિવ. જગ હિત કાજે ઝીલ્યાં જટામાંને ગંગાનો ગર્વ ઊતાર્યો, મૃત્યુના દૂતને મોકલ્યો પાછો માર્કંડેયને ઉગાર્યો રે... સદાશિવ. દેવ ને દાનવ સાથે મળીને સાગર ... -
More

શબ્દનું ફૂટ્યું કિરણ, અજવાસ જેવું છે બધે... - જીજ્ઞા ત્રિવેદી (Audioca...
શબ્દનું ફૂટ્યું કિરણ અજવાસ જેવું છે બધે, અર્થના આકાશમાં ચળકાટ જેવું છે બધે. આંખના અવકાશને પણ ભીંજવી જાણે સહજ, લાગણીના તારમાં ઝંકાર જેવું છે બધે. સપ્તરંગોથી મઢેલી જિન્દગી પણ છે અહીં, કલ્પનાનાં દ્વાર પર શણગાર જેવું છે બધે. શ્વાસમાં સૌરભ ભળી છે જ્યારથી વિશ્વાસની, આયખાના બાગમાં પમરાટ જેવું છે બધે. ઝખ્મથી મળતું થયું એ દર્દની શોધ દવા, કે દુઆઓથી સભર ઉપચાર જેવું છે બધે. ઝાંઝવાના જળ સમી છે વળગણો ચારે તરફ, ... -
More
મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે... - તખ્તદાન રોહડિયા 'દાન...
મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે... અગમ અગોચર અલખધણીની ખોજમાં રેવું રે... મોજમાં રેવું... કાળમીંઢ પાણાના કાળજાં ચીરીને કૂંપળું ફૂટે રે, આભ ધરા બીચ રમત્યું હાલે, ખેલ ના ખૂટે રે, આ લહેર આવે લખલાખ રત્નાકરની લૂંટતા રહેવું રે... મોજમાં રેવું કાળ કરે કામ કાળનું એમાં કાંઈ ન હાલે રે, મરવું જાણે મરજીવા ઇ તો રમતા તાલે રે, એનો અંત આદિ નવ જાણ્ય તારે તો તરતા રહેવું રે... મોજમાં રેવું લાય લાગે તોય બળે નઇ એવા કાળ... -
More
માઇકલ - રસિક ઝવેરી
હું બારી પાસેની મારી રોજિંદી બેઠક પર ગોઠવાયો. ત્યાં બેસવું મને ગમે. ત્યાંથી મને સ્ટૉબૅરી વેચતી પેલી ત્રિપુટી દેખાય. યુવાન દંપત્તિ અને ભટૂરિયું. હવે તો ખાસ્સી પહેચાન થઈ ગઈ હતી. લંચ અવરમાં ત્યાં ખાસ્સી ભીડ જામે. લાલ ઝાંયવાળી તાજી સ્ટ્રૉબૅરી અને સ્ફૂર્તિલાં એ યુગલ કરતાંયે મને વધુ આકર્ષણ તો એ રોજગારને રળિયામણો બનાવનાર ચારેક વરસના કિલકિલાટ કરતા બાળક માઇકલનું. સ્ટૉબૅરીની બાંકડાગાડી, પતિપત્ની અને ભટૂર એ ચારેયના સહયોગથી એક ... -
More

'સૌરાષ્ટ્રની રસધાર' નાટ્યપ્રસ્તુતિ ભાગ ૧ ..... દેપાળદે (Audiocast)...
ત્રણેક મહીના પહેલા એક સાંજે અચાનક જ મિત્ર હાર્દિકભાઈ યાજ્ઞિકનો ફોન આવ્યો, કહે, આપણે શ્રી ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ એવી સૌરાષ્ટ્રની રસધારને નાટક સ્વરૂપે રજૂ કરવી છે, તેમાંથી તમારી પસંદગીની વાર્તાઓ કહો. ગત વર્ષે 'જય સોમનાથ' નાટકના ઑડીયો રેકોર્ડીંગ, નાટ્યલેખન અને પરિકલ્પના તથા દિગ્દર્શન વડે તેમણે અનેકોના મન મોહી લીધેલા, એ સ્ટુડીયોમાં સાંભળીને મારા રુંવાડા ઉભા થઈ ગયા હતા એ દિવસ મને હજુ પણ યાદ છે. આ વર્ષે સૌરાષ્ટ્રની રસધા...
નવી કૃતિઓ…
- બે ટૂંકી વાર્તાઓ… – નિમિષા દલાલ
- ઉનાળા વિશે… (ખલિલ જીબ્રાનના ‘ધ પ્રૉફેટ’ ના ગદ્ય સ્વરૂપમાં)
- નોનવેજ કંપારી (ટૂંકી વાર્તા) – હાર્દિક યાજ્ઞિક
- અડકીને ચાલો તોય અળગા, સાજન.. – હરીન્દ્ર દવે
- ત્રણ પ્રસંગકથાઓ… – હર્ષદ દવે
- ગુલમ્હોર મ્હોર્યા એટલે.. (વસંતગઝલ) – રમેશ પારેખ
- શકુનીની રોજનીશી (ભાગ ૮) – હસ્તિનાપુર પ્રીમીયર લીગ
- દીકરો – વિનોદિની નીલકંઠ
- પીર રે પોકારે મુંજાં ભાવરાં રે ! – જેસલ પીર
- વિચારકણિકાઓ… – ધૂમકેતુ
પ્રતિભાવો…
ટાઈમલાઈન
અત્ર… તત્ર….
ધ્યાનમાં રાખો…….
© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.
આ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...
-
ઈ-પુસ્તક ડાઊનલોડ
- Rasdhar Ni Vartao Part I (1.7 MiB, 20,240 hits)
- Rasdhar Ni Vartao Part II (2.0 MiB, 17,815 hits)
- Abraham Lincoln (1.2 MiB, 15,333 hits)
- Use Wordpress to make your website (863.9 KiB, 14,240 hits)
- Mansai Na Diva (1.9 MiB, 12,804 hits)
- Vivah Sanskar (1,005.7 KiB, 11,948 hits)
This Day Past Years
2011
2008
અક્ષરનાદ વિશે મિત્રોને જણાવો II Designed by Akshar Web Art
Website Copyright © 2013 અક્ષરનાદ II Aksharnaad.com by Pratibha Adhyaru
II Total Clicks II
Website Copyright © 2013 અક્ષરનાદ II Aksharnaad.com by Pratibha Adhyaru
II Total Clicks II
.png)
