હાસ્ય વ્યંગ્ય
અમો એવા રે એવા, ગુજરાતીઓ – રતિલાલ બોરીસાગર
શ્રી રતિલાલ બોરીસાગરનો પ્રસ્તુત હાસ્યલેખ નવનીત સમર્પણના દીપોત્સવી વિશેષાંકની એક જ વિષય “અમો એવા રે એવા ગુજરાતીઓ” વિશે વિવિધ હાસ્યલેખકોના લેખો માંથી લેવામાં આવ્યો છે. લેખકે નરસિંહ મહેતાના કાવ્ય “અમો એવા રે એવા” નું સરસ પ્રતિકાવ્ય પણ સાથે આપ્યું છે. હાસ્યરસનો ખજાનો એવો આ લેખ પ્રસ્તુત કરવાની તક અક્ષરનાદને આપવા બદલ શ્રી રતિલાલ બોરીસાગર સાહેબનો ખૂબ ખૂબ આભાર.
(ગુજરાતી ઉચ્ચારોમાં) શુદ્ધ શું ? અશુદ્ધ શું? – ચુનીલાલ મડિયા (હાસ્યનિબંધ)
ગુજરાતી ભાષાના ઉચ્ચારો અને તેમાંની અશુદ્ધિઓ વિશે માર્મિક ભાષામાં હાસ્યરસની સાથે તાર્કિક દલીલો સાથે અને ચોટદાર ઉદાહરણો સહિત આ લેખ આપણી ભાષા શુદ્ધિ વિશેની વાતોની ઠેકડી ઉડાડે છે. બહુ વખત પહેલા અક્ષરનાદ પર ડો. શ્યામલ મુન્શીની ‘ ળ ને બદલે ર ‘ એ રચના મૂકેલી એ પછી આ બીજી એ જ પ્રકારની રચના છે, જો કે એ પદ્ય રચના હતી તો આ હાસ્યનિબંધ છે, પરંતુ અહીં ભાષા શાસ્ત્રીઓને દર્પણ દેખાડવાનો પ્રયત્ન છે.
પ્રાંતભાષાઓનું અને એક જ ભાષાના શબ્દોના વૈવિધ્યપૂર્ણ ઉચ્ચારોનું પોતાનું એક સાર્વભૌમત્વ સ્થપાઈ રહ્યું છે ત્યારે સાહિત્યના ક્ષેત્રમાં, લેખનમાં શુધ્ધિકરણ અનિવાર્ય છે જ પરંતુ તેની અતિશયોક્તિ અથવા ઉચ્ચારશુદ્ધિનું તીવ્ર સભાનપણું હાસ્યાસ્પદ સ્થિતિઓ તરફ ન લઈ જાય એ પણ જોવું રહ્યું એમ દર્શાવતો શ્રી ચુનીલાલ મડિયાનો આ હાસ્યનિબંધ ખરેખર માણવાલાયક છે.
તમારે લગ્ન કરવા છે? શરતો અને પૂર્વધારણાઓ … – જીજ્ઞેશ અધ્યારૂ
શ્રી સુરેશ દલાલની ક્ષમાયાચના સાથે તેમની ખૂબજ સુંદર રચના “તમને તારાઓની બારાખડી ઉકેલતાં આવડે છે ?” નું પ્રતિકાવ્ય બનાવવાનો પ્રયત્ન કર્યો છે.
અમારા સહકાર્યકર અને મિત્ર અને વ્યવસાયે સિવિલ ઇજનેર શ્રી ભરત માલાણીના શુભલગ્ન પ્રસંગે તેમને આ રચના સપ્રેમ પ્રસ્તુત કરી છે. પ્રભુ તેમના સહજીવનને આનંદ-ઉલ્લાસભર્યું, સફળ અને સુખદ બનાવે તેવી પ્રાર્થના. જો કે મિત્રોને લગ્નપ્રસંગે આવા કાવ્યો આપવા એવી કોઈ પ્રથા પાડી નથી પરંતુ એક મિત્રના લગ્નપ્રસંગે લખેલી રચના તારા Marriage થઇ જશે પછી આ બીજી એવી જ રચના થઈ છે.
શકુની ની રોજનીશી (ભાગ ૨) – જીજ્ઞેશ અધ્યારૂ
શ્રી શકુનીજી મહાભારતનું એક અનોખું પાત્ર છે. મહાભારતના સમગ્ર કથાસાગરમાં તેમનો ફાળો ઘણો મહત્વનો છે. શકુનીજીની એક ડાયરી મહુવાના ભવાની મંદિરના દરીયાકાંઠે ફરતા ફરતા અચાનક મને રેતી માંથી મળી આવી. આ મારું મૌલીક રી-(વિ)સર્જન કાર્ય છે એથી તેના બધાં કોપી કરવાના હકો મારા છે. સમયાંતરે અન્ય પાનાં પણ ઉપલબ્ધ થતાં રહેશે.












આપના પ્રતિભાવો