બાળ સાહિત્ય
મુન્ની મારી બે’ન – અલ્પ ત્રિવેદી
શ્રી અલ્પ ત્રિવેદી મહુવા (ભાવનગર) ની એક આગવી રચનાત્મક પ્રતિભા છે. જાન્યુઆરી 1977માં તેમની નવલકથા “છેલ્લું પગથીયું પ્રેમનું” પ્રસિધ્ધ થઇ હતી. તેમનો કવિતા સંગ્રહ “પછી” પ્રસિધ્ધિના પંથે છે. આ સર્જન ઉપરાંત તેમણે ખૂબ સરસ એવા બાળગીતો પણ ઘણાં રચ્યા છે. બાળકોની ભાષામાં સરળ સહજ રીતે તેમની વાતો અને ભાવનાઓની અભિવ્યક્તિ એ કુશળ કલાકારનું જ કામ છે. તેમણે રચેલા બાળગીતોના સંગ્રહમાંથી આજે એક સરસ મજાનું બાળગીત અહીં મૂક્યું છે.
એક દિ મમ્મી નાની થઇ ગઇ – ડો. આઇ. કે. વીજળીવાળા
ડો. આઇ કે વીજળીવાળાની આ ખૂબ સુંદર કલ્પના એક નાનકડી બાળકીના મનની કલ્પના છે. જો હું મમ્મી હોઉં અને મારી મમ્મી મારી જેટલી નાની અને મારી દીકરી હોય તો તેને હું કઇ રીતે રાખું એવી સુંદર કલ્પનાને સરસ બાળકાવ્યમાં મઢીને તેમણે ખરેખર મોટી કમાલ કરી છે. સાંભળો આ બાળકી શું કહે છે….
ચાલોને રમીએ હોડી હોડી – પિનાકીન ત્રિવેદી
ચાલોને રમીએ હોડી હોડી એ શ્રી પિનાકીનભાઇ ત્રિવેદીએ રચેલું સદાબહાર બાળગીત છે. ગુજરાતી માધ્યમમાં ભણતા કદાચ જ કોઇ એવા બાળકો હશે જેમને આ ગીતે નહીં આકર્ષ્યા હોય. બાળપણ વીતી જવા છતાં હોડી બનાવતા નાના બાળકોને જોઇને આ ગીત અચૂક યાદ આવેજ.
દાદાજીનો ડંગોરો – ત્રિભુવન વ્યાસ
દાદાનો ડંગોરો લીઘો, એનો તો’મેં ઘોડો કીઘો. ઘોડો કૂદે ઝમઝમ, ઘૂઘરી વાગે ઘમઘમ, ઘરતી ઘ્રુજે ઘમ ઘમ, ઘમઘમ ઘરતી થાતી જાય, મારો ઘોડો કૂદતો જાય, કૂદતાં કૂદતાં આવે કોટ, કોટ કૂદીને મૂકે દોટ. સહુના મનને મોહી રહ્યો, એક ઝવેરી જોઇ રહ્યો. ઝવેરીએ તો હીરો દીઘો, હીરો મેં રાજાને દીઘો. રાજાએ ઉતાર્યો તાજ, આપ્યું મને આખું












આપના પ્રતિભાવો