સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : પ્રેમ એટલે


ऐ अजनबी – એ આર રહેમાન 3

આજે થયુ લાવો કાંઈક અલગ મૂકું, અને આમેય આજે સવાર થી શ્રી એ. આર. રહેમાન નું આ ગીત ગણગણતો હતો…તો એ જ આજે અહીં મૂક્યું છે….અમારા ગ્રૃપના બધા મિત્રોની લગભગ આ એક સર્વ સ્વિકૃત પસંદ હતી….એટલે જ એ યાદ કરૂં છું તો હોસ્ટેલ નો રૂમ અને આ ગીત ગાતા મિત્રો યાદ આવી જાય છે… ओ पाखी पाखी परदेसी ऐ अजनबी तू भी कभी आवाज़ दे कहीं से मैं यहाँ टुकड़ों में जी रहा हूँ तू कहीं टुकड़ों में जी रही है ऐ अजनबी तू भी कभी … रोज़ रोज़ रेशम […]

rahman-2004

beauty

મેં તજી તારી તમન્ના – મરીઝ 9

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે, કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે. સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ, કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે. એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા! એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે. આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો, આમ જો પૂછો બહુ મોઘાં અમારાં દામ છે. જિંદગીના રસને પીવામાં જલ્દી કરો ‘મરીઝ’, એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે. – ‘મરીઝ’


ચૂમી છે તને – મુકુલ ચોકસી 5

ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને, બે ગઝલની વચ્ચેના ગાળામાં ચૂમી છે તને. પર્વતો પાછળ સવારે, ને બપોરે ઝીલમાં, સાંજ ટાણે પંખીના માળામાં ચૂમી છે તને. સાચું કહું તો આ ગણિત અમથું નથી પાકું થયું, બે ને બે હોઠોના સરવાળામાં ચૂમી છે તને. કાળી રાતોમાં છુપાઈને ગઝલની આડમાં, પાંચ દસ પંક્તિના અજવાળામાં ચૂમી છે તને. લોકોએ જેમાં ન પગ મુકવાની ચેતવણી દીધી, પગ મૂકીને એ જ કુંડાળામાં ચૂમી છે તને. પાંપણો મીંચાય ને ઉઘડે એ પલકારો થતાં, વાર બહુ લાગી તો વચગાળામાં ચૂમી છે તને. -મુકુલ ચોકસી


હોય છે – મરીઝ

બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે, જેને મળું છું, મુજથી સમજદાર હોય છે. ઝંખે મિલનને કોણ જો એની મજા કહું ! તારો જે દૂરદૂરથી સહકાર હોય છે. ટોળે વળે છે કોઈની દિવાનગી ઉપર, દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે. દાવો અલગ છે પ્રેમનો દુનિયાની રીતથી, એ ચૂપ રહે છે જેને અધિકાર હોય છે. કાયમ રહી જાય તો પેગંબરી મળે, દિલમાં જે એક દર્દ કોઈ વાર હોય છે. જો એ ખબર પડે તો મજા કેટલી પડે, ઈશ્વર જગતમાં કોનો તરફદાર હોય છે. જાણે છે સૌ ગરીબ કે વસ્તુ બધી ‘મરીઝ’, ઈશ્વરથી […]


પ્રેમ એટલે શું? – ઊર્મિ 6

પ્રેમ એટલે હું નહીં… પ્રેમ એટલે તું ય નહીં… પ્રેમ એટલે- ‘હું’ થી ‘તું’ સુધી પહોંચવાની પ્રણયની નાનકડી કેડી… પ્રેમ એટલે મોસમનો વરસાદ નહીં… પ્રેમ એટલે વસંતનો શણગાર નહીં… પ્રેમ એટલે- પાનખર-રણે ઝઝૂમીને ફૂટી નીકળેલી એક કુંપળ… પ્રેમ એટલે કૃષ્ણ જ નહીં… પ્રેમ એટલે રાધા જ નહીં… પ્રેમ એટલે- કૃષ્ણની વાંસળીમાંથી રેલાતાં રાધાની ઊર્મિનાં સૂર… પ્રેમ એટલે કહેવા જેવી વાત નહીં… પ્રેમ એટલે સુંદર શબ્દોની લાશ નહીં… પ્રેમ એટલે- અંતરમાં થતો મૌન ઊર્મિનો મઘમઘાટ  – ઊર્મિ ( View Comments for the original link )


ત્રણ કવિતાઓ – મોહમ્મદ અલી “વફા”

1. કોણ માનશે? આશાનો એ મીનાર હતો કોણ માનશે? ને એજ ડૂબાડનાર હતો કોણ માનશે? વેરી અમારો પ્યાર હતો કોણ માનશે? હૈયાના આર પાર હતો કોણ માનશે? ફૂલોને કોરી ગઈ ગુલશન ની વેદના, માળીજ તોડનાર હતો કોણ માનશે? પોતે બળી બળીને બધે જ્યોતિ ધરી દીધી, એ દીપ તળે અંધાર હતો કોણ માનશે? કરતો રહ્યો નિદાન જે પ્યારના દર્દનુ, એ ઈશ્કનો બીમાર હતો કોણ માનશે? દાવા કર્યા ખુદાઈના મુસા ની સામે જઈ, એ ડૂબવા લાચાર હતો કોણ માનશે? ઝાકળના એની આંખમાં પૂર હતા “વફા” ને એજ મારનાર હતો કોણ માનશે? 2. […]


જીવનમાં – શૂન્ય પાલનપુરી

જીવનમાં આમ જો કે પ્રલોભન અનેક છે, જળમાં કમળ જેમ વિકસવાની ટેક છે. પાંપણ ઝુકી ગઈ એ શરણાગતિ નથી, સૌંદર્યની હજૂરે પ્રણયનો વિવેક છે. આંખો ભરીને બેઠી છે દરબાર દર્દનો, દિલમાં કોઈની યાદનો રાજ્યાભિષેક છે. આપો હ્રદયમાં સ્થાન તો ખોટું નથી કશું, માણસ તરીકે ‘શૂન્ય’ મજાનો છે, નેક છે. એ ઓર વાત છે કે નથી મોહ નામનો, બાકી તમારો ‘શૂન્ય’ તો લાખોમાં એક છે  – શૂન્ય પાલનપુરી visit Jignesh Adhyaru’s Photoblog and Unleash the real gujarat.


કાજળભર્યાં નયનનાં – અમૃત ઘાયલ

કાજળભર્યાં નયનનાં કામણ મને ગમે છે; કારણ નહીં જ આપું કારણ મને ગમે છે. લજ્જા થકી નમેલી પાંપણ મને ગમે છે; ભાવે છે ભાર મનને, ભારણ મને ગમે છે. જીવન અને મરણની હરક્ષણ મને ગમે છે; એ ઝેર હોય અથવા મારણ, મને ગમે છે. ખોટી તો ખોટી હૈયાધારણ મને ગમે છે; જળ હોય ઝાંઝવાંનાં તોપણ મને ગમે છે. હસવું સદાય હસવું, દુઃખમાં અચૂક હસવું, દીવાનગી તણું આ ડહાપણ મને ગમે છે. આવી ગયાં છો આંસુ, લૂછો નહીં ભલા થઇ, આ બારે માસ લીલાં તોરણ મને ગમે છે. લાવે છે યાદ […]