અક્ષરનાદ

સિવિલ (જીયોટેકનીકલ) એન્જીનીયર અને મરીન બાંધકામ ક્ષેત્રમાં પાછલા દસ વર્ષથી સતત કાર્યરત,૨૦૦૭ થી અક્ષરનાદ.કોમ વેબસાઈટ પર લેખન / સંપાદન તથા બ્લોગ અધ્યારૂ નું જગત પર લેખન

Homepage: http://aksharnaad.com

Yahoo Messenger: jigneshadhyaru

Jabber/GTalk: adhyaru19


Posts by અક્ષરનાદ

‘અલબેલા’ ની દરિયાઈ સાહસકથા – હસમુખ અબોટી

આપણા સાહિત્યમાં દરિયાઈ સાહસકથાઓનું આગવું સ્થાન છે, સત્યઘટના પર આધારિત શ્રી ગુણવંતરાય આચાર્યની રચના એવી ‘હાજી કાસમની વીજળી’ હોય કે ‘દરિયાલાલ’, ‘સક્કરબાર’ હોય કે ‘દરીયાપીર’, એ બધીય વાતો જકડી રાખનારી દરિયાઈ સાહસકથાઓ છે, ગુજરાતના કિલોમીટરો લાંબા દરિયાકિનારા અને પેઢીઓથી ચાલતી દરિયાઈ ખેડને લઈને અનેક કથાઓ અને ઘટનાઓ પ્રચલિત થઈ છે. માડાગાસ્કર જવા રવાના થયેલ જહાજ ‘અલબેલા’ ની સફરનો અંતિમ ભાગ ખૂબજ મુશ્કેલ રહ્યો અને તેનો કેવો કારમો અંત આવ્યો તેની વાત પ્રસ્તુત રચનામાં શ્રી હસમુખ અબોટી દ્વારા તાદ્દશ થઈ છે. હવે આવી સાહસકથાઓની રચના ભાગ્યે જ થાય છે, આશા કરીએ કે આપણા લોકોના કૌવત અને આવડતને દર્શાવતી આવી વધુ કૃતિઓ આપણને મળતી રહે. દરિયાઈ પારિભાષિક શબ્દોનો અર્થ સહિતનો એક નાનકડો સંગ્રહ પણ વાતને અંતે આપ્યો છે.

અમાસની રાતનું અજવાળુ – ચિંતન શેલત

પ્રસ્તુત રચના અમદાવાદથી અક્ષરનાદના વાંચકમિત્ર ચિઁતનભાઈ શેલતની છે. દીવાની જ્યોતમાં બળી મરતા પતંગીયાની વાતને કેન્દ્રસ્થાને રાખીને એક પ્રેમીના હ્રદયની વાત કહેવાનો તેમણે પ્રયાસ કર્યો છે, પ્રકાશના વિવિધ સ્ત્રોતોને દર્શાવીને – સરખામણી કરીને તેમણે અનોખી સુંદરતા સર્જી છે. આ સુંદર રચના અક્ષરનાદને મોકલવા બદલ શ્રી ચિંતનભાઈનો ખૂબ ખૂબ આભાર.

સિદ્ધયોગી સાથે મુલાકાત – સ્વામી રામ, અનુ. કુન્દનિકા કાપડીઆ

ઈ.સ. ૧૯૨૫ માં ગઢવાલમાં જન્મેલા અને હિમાલયમાં અનેક વર્ષો સુધી તેમના ગુરુના માર્ગદર્શન હેઠળ શિક્ષાપ્રાપ્તિ માટે ભ્રમણ કરનાર અને હિમાલયના યોગીઓની સાંખ્યશાખાના વારસદાર એવા સ્વામી રામને ઈ.સ. ૧૯૫૨માં તેમના ગુરુ દ્વારા પશ્ચિમમાં જઈને અધ્યાત્મ અને યોગના ફેલાવા માટે કામ કરવાની પ્રેરણા આપવામાં આવી. એ માટે પશ્ચિમમાં તેમણે હિમાલયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ યોગ સાયન્સ અને ફિલોસોફી ની સ્થાપના કરી. અમેરીકા અને યુરોપમાં તેમના ઈન્સ્ટીટ્યૂટની સભ્યસંખ્યા ખૂબ વધી, જો કે સાથે તેઓ અનેક વિવાદોમાં પણ સપડાયાં. તેમના દ્વારા તેમના હિમાલયના જીવન અને ગુરુ સાથેના સમયને લઈને આલેખાયેલ પુસ્તક, “લિવિંગ વિથ ધ હિમાલયન માસ્ટર્સ” એક અનોખુ પુસ્તક છે, જેનો ગુજરાતી અનુવાદ ૧૯૮૫માં કુન્દનિકા કાપડીઆ દ્વારા કરાયો છે. આજે પ્રસ્તુત છે સ્વામી રામના તેમના ગુરુ સાથેના તથા હિમાલયના અન્ય યોગીઓ સાથેના સંવાદનો એ પુસ્તકમાંથી થોડોક આસ્વાદ.

સદગત કોઠાડાહ્યો – સિરાજ પટેલ ‘પગુથનવી’

કોઠાડાહ્યો એટલે સામાન્ય બુદ્ધિ ધરાવતો સામાન્ય માણસ, સાવ સાધારણ અર્થમાં ‘કોમન મેન’, ભારતના, વિશ્વના કોઈપણ અર્થતંત્રનો પ્રબુદ્ધ નાગરીક. જો કે પ્રબુદ્ધની વ્યાખ્યા થોડીક અલગ છે. સમાજ આજે આવી તદ્દન સામાન્ય બુદ્ધિને દફનાવી ચૂક્યો છે, આજની વાતો સાંભળીએ તો ક્યારેક સમાજની સ્થિતિ પર અફસોસ વ્યક્ત કરવા સીવાય કાંઈ થઈ શકે તેમ નથી. પ્રામાણિક, નિષ્પક્ષ, તાટસ્થપૂર્ણ વ્યવહાર, સંયમ, કોઠાસૂઝ પ્રેરિત અભિગમ આદી અંગ્રેજી પ્રજાનાં વ્યાવર્તક લક્ષણો ગણાય છે. અંગ્રેજ સમસ્યા સંદર્ભે સહજ કોઠાસૂઝથી ઉકેલ શોધે છે. પણ હવે પરિસ્થિતિ બદલાઈ છે. સમસ્યાના હલ માટે કોઠાડાહ્યા લોકોએ ચીંધેલી પ્રણાલિઓને વિસારે પાડી અમેરિકાદત્ત પ્રવિધિઓ પ્રયોજાય છે. સમાજે કોઠાડાહ્યાને દફનાવી દીધો, તેનો વિષાદ પ્રગટ કરતાં “લંડન ટાઈમ્સે” એક મૃત્યુનોંધ છાપી છે, જેનો ભાવાનુવાદ પ્રસ્તુત છે.