Monthly Archives: July 2013


પરંપરાની પેલે પાર.. (વાર્તા) – વલીભાઈ મુસા 10

સમાજને બદીરૂપ પરંપરા અને નકારાત્મક રૂઢીઓને તોડીને આગળ વધવા માંગતી આજની યુવાપેઢીની વાત કરતી પ્રસ્તુત વાર્તા શ્રી વલીભાઈ મુસાની રચના છે. આજના યુવાનો સમાજને નુકસાનકારક એવી પ્રણાલીઓને તોડીને નૂતન સમાજની રચનામાં યોગદાન આપી શકે છે એ મતલબની વાત કહેતો વલીભાઈનો પ્રસ્તુત પ્રયત્ન વાચકમિત્રો સમક્ષ તેમણે આજે અક્ષરનાદના માધ્યમથી મૂક્યો છે. અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવાની તક આપવા બદલ તેમનો આભાર તથા અનેક શુભકામનાઓ.


સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ ૪) 3

અક્ષરનાદ પર સતત હપ્તાવાર પ્રસ્તુત થઈ રહેલ ધારાવાહીક નવલકથા સંત દેવીદાસનો આ ચોથો અને હ્રદયસ્પર્શી ભાગ છે. પુરુષો માટે સંસારનો ત્યાગ કરીને લોકસેવાનો ભેખ લેવો જેટલું મુશ્કેલ કાર્ય છે એથી ક્યાંય વધુ મુશ્કેલ એ સ્ત્રીઓ માટે હોય છે, એમાંય અમરમાંનો એ સમયનો પ્રસ્તુત કિસ્સો તો હ્રદયદ્રાવક છે. આ નવલકથાના અનેક ઉચ્ચતમ શિખરોમાંનું પ્રથમ છે અમરમાંને પોતાને શરીર, સંસાર અને ભોગ પ્રત્યે થયેલ અભાવ. આવા જ પ્રેરણાદાયક ચરિત્રો અને ઐતિહાસીક તથ્યો સૌરાષ્ટ્રને તેની ઉન્નત સંસ્કૃતિ અને સેવાભાવનાની ધરોહરની સતત યાદ અપાવે છે. આજે પ્રસ્તુત છે અમરમાંની જીવન પ્રત્યેના વૈરાગ્યની ઘટનાનું હ્રદયસ્પર્શી વર્ણન…


ભલાઈનો બદલો… – હર્ષદ દવે 17

એનિડ બ્લાયટનની એક વાર્તા ઉપર આધારિત હર્ષદભાઈ દવે રચિત પ્રસ્તુત વાર્તાની સરળ પરંતુ ઉપયોગી અને અચૂક શીખામણ આ બાળવાર્તાને મોટેરાંઓને માટે પણ એટલી જ જરૂરી અને પ્રેરક બનાવે છે. આપણા ધર્મગ્રંથો અને વેદો પુરાતનકાળથી જે વાત કહેતા આવ્યા છે એ સરળ અને બાળકો સમજી શકે એવા સ્વરૂપે મૂલતઃ ‘કોઈકને મદદ કરવી’ ના વિચાર સાથે શરૂ થયેલ હારમાળા કેવું સુંદર સ્વરૂપ લે છે એ અહીં જોઈ શકાય છે. અક્ષરનાદને આ સુંદર અને પ્રેરણાત્મક કૃતિ પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી હર્ષદભાઈ દવેનો ખૂબ ખૂબ આભાર.


વાચકોની કાવ્યરચનાઓ.. – સંકલિત 5

વાચકોની અસંખ્ય પદ્યરચનાઓ અક્ષરનાદને મળતી રહે છે, રોજ લગભગ એક કૃતિ મળે છે, અને તેમાંથી પ્રસ્તુત – પ્રસિદ્ધ કરવા યોગ્ય ભલે “અમૅચ્યોર” પરંતુ શરૂઆતનું બ્યૂગલ વગાડતી નવોદિત રચનાકારોની આ કૃતિઓને સૌપ્રથમ મંચ આપવાનો આનંદ અક્ષરનાદ શરૂઆતથી જ લેતું – વહેંચતુ આવ્યું છે. જે રચનાઓ અહીં પ્રસ્તુત નથી થતી તેમાંથી આશાસ્પદ રચનાકારોને તેમની રચનાઓમાં ભૂલસુધાર વિશે તેમને સૂચવવાનો પ્રયત્ન રહે છે. આજે બે વાચકમિત્રો, અંજલીબેન જાદવ અને નિરજભાઈ માકડિયાની પદ્યરચનાઓ અત્રે પ્રસ્તુત કરી છે. ઉપરાંત મિત્ર શ્રી પી. યુ. ઠક્કરની એક પદ્યરચના પણ અહિં પ્રસ્તુત કરી છે. આશા છે વાચકમિત્રોને ગમશે. અક્ષરનાદને આ કૃતિઓ પ્રસિદ્ધ કરવા યોગ્ય ગણવા બદલ સર્વેનો આભાર.


માંદો પડ્યો તે મહાસુખ માણે.. – રમેશભાઈ ચાંપાનેરી 16

જેમ ચોમાસુ એટલે વરસાદમાં તરબોળ થવાની અને એને માણવાની મૌસમ, એમ જ ચોમાસું એટલે અનેકવિધ બીમારીઓ અને અસુખનો પણ સમય. માંદગીના સમયમાં અનેક અસુખ ભોગવતા બીમાર વ્યક્તિને પણ કેટલીક વાતોએ એ માંદગીને લઈને સુખ હોય હે એવું સાબિત કરવાનો પ્રયત્ન કરતો પ્રસ્તુત હાસ્યલેખ શ્રી રમેશભાઈ ચાંપાનેરીએ અક્ષરનાદને પાઠવ્યો છે. માંદગી પણ કેટલાક સુખ આપી શકે એવી વાત પ્રસ્તુત કરતો આ લેખ વાંચીને સહજ મરકી જવાય. અક્ષરનાદને પ્રસ્તુત લેખ પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ શ્રી રમેશભાઈનો ખૂબ ખૂબ આભાર.


બે લઘુકથાઓ.. – દુર્ગેશ ઓઝા 14

૧. અભિનય ‘નહિ….. દયા કરો સાહેબ, મારા બૈરી-છોકરા રખડી પડશે…. સાહેબ, મારી ભૂલ થઇ ગઈ….’ ‘ભૂલ તારી નહિ, મારી થઇ ગઈ. સ્ટોપ ધીસ નોનસેન્સ. “નહિં” આ રીતે બોલવાનું છે ?’ દિગ્દર્શક શર્માસાહેબ બરાડી ઊઠ્યા. હા, તેનો ગુસ્સો અકારણ તો નહોતો જ… અસરરહિત ઉચ્ચારણ… ભાવશૂન્ય ચહેરો..! શર્માંસાહેબે રમણલાલ તરફ એક કરડી નજર ફેંકી, જે એવું કહી રહી હતી કે આ બધા માટે એ જ જવાબદાર હતા. હા, રમણલાલે જ મોટે ઉપાડે આ માણસની ભલામણ કરતા કહેલું કે, ‘માણસ ગરીબ છે, પણ છે ભારે હોશિયાર. એને તક આપવા જેવી છે. એનુંય કામ થઇ જશે ને તમારી ફિલ્મના છેલ્લા સીનનો “વટેય” પડી જશે.’ પણ એને બદલે આ તો માથે પડ્યો’તો ! સંવાદ દ્વારા જે ભાવ વ્યક્ત થવો જોઈએ તેનો અંશમાત્ર પણ આ માણસ જન્માવી નહોતો શક્યો. ‘આ રમણલાલે પણ ઠીક મને ભેખડે ભરાવ્યો…. ગરીબ પરંતુ કલાના ‘ખાં’ કહીને કોક લેભાગુને ઉપાડી લાવ્યા ! લગભગ છેક સુધી જકડી રાખે એવી ફિલ્મ જો છેલ્લે જ આમ પછડાટ ખાઈ જાય તો મારું તો કર્યું-કારવ્યંઉ બધું ધૂળમાં જ મળી જાય ને ?’ શર્માજી ઝડપભેર આ બધું વિચારી રહ્યા ને પછી રમણલાલ પાસે જઈને કાનમાં કશુંક ગણગણ્યા, શૂટિંગ કરનારાને પણ કશીક છાની સૂચના આપી પોતાનો નિર્ણય જાહેર કર્યો: ‘સોરી, યંગમેન, તમને ઘણી તક આપી. મને નથી લાગતું કે તમે અમારી ફિલ્મમાં કામ કરી શકો… વચ્ચે બોલવાની કોશિશ ન કરો… પહેલાં મારી વાત પૂરી સાંભળી લો… એક વાક્ય પણ તમે બરાબર બોલી નથી શકતા. એટલે તમને આ ફિલ્મમાંથી હવે રજા આપવામાં આવે છે… ને રમણલાલ, આ ભાઈને જે એડવાન્સ પૈસા આપ્યા’તા એ પાછા લઇ લેજો…’ ‘નહિ……..! દયા કરો સાહેબ, […]


ગોટમભાઈ વરસાદમાં.. (બાળવાર્તા) – મીનાક્ષી ચંદારાણા 4

બાળમાનસને નાનપણથી જ જો સાહિત્ય પ્રત્યે રુચિ લેતું કરવું હોય તો બાળસાહિત્યથી સચોટ ઉપાય અન્ય કોઈ નથી. બાળકો માટે જ સરાળ ભાષામાં વિશેષ ઉપલબ્ધ કરાવાયેલ અધ્યાત્મિક કથાઓ, મહાનુભાવોના જીવનપ્રેરક ચરિત્રો, રોજબરોજની ઘટનાઓ અને સમજણને આવરી લેતી નાની વાર્તાઓ, એ બધું બાળકોના માનસ પર સચોટ અસર કરે છે. બાળહાથીની વરસાદમાં નહાવા જવાની ઈચ્છા અને તેની માતાનો તેના પ્રત્યેનો ચિંતાનો ભાવ પ્રસ્તુત વાર્તાના પાયામાં છે. સરસ મજાની આ વાર્તા બાળમિત્રોને ગમશે એવી આશા છે. પ્રસ્તુત બાળવાર્તા અક્ષરનાદ પર પ્રસિદ્ધ કરવાની પરવાનગી બદલ મીનાક્ષીબેનનો ખૂબ ખૂબ આભાર.


અક્ષરનાદનાં ઈ-પુસ્તકો… 9

અક્ષરનાદનો ઈ-પુસ્તક વિભાગ શરૂ થયો ત્યારથી આજ સુધી તેને સતત વાચકોનો અલભ્ય પ્રેમ અને પ્રોત્સાહન મળ્યા છે. અનેક વિટંબણાઓ પસાર કરીને તથા એક એક ઈ-પુસ્તક પાછળ ટાઈપીંગ, બબ્બે વખત પ્રૂફ રીડીંગ, ગોઠવણી અને પ્રસિદ્ધિ સુધીની સમગ્ર યાત્રામાં પૂરાયેલી અથાગ મહેનતને અંતે મળેલા ૫૦૦થી વધુ પ્રતિભાવ એ જ સૂચવે છે કે વાચકમિત્રોએ આ વિભાગને વધાવ્યો છે, માણ્યો છે અને પ્રસરાવ્યો છે.

અક્ષરનાદ પર ઉપલબ્ધ ૪૪ ઈ-પુસ્તકોના અત્યાર સુધી કુલ ૩,૨૫,૦૦૦ થી વધુ ડાઊનલોડ પૂર્ણ થયાં છે.


ત્રણ ગઝલરચનાઓ.. – ડૉ. મુકેશ જોષી 13

અભ્યાસે સિવિલ ઈજનેર અને વ્યવસાયે વોટર રિસોર્સ એન્જીનીયરીંગ વિભાગ, સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, ગાંધીનગર ખાતે જનરલ મેનેજરના પદ પર કાર્યરત શ્રી ડૉ. મુકેશ બી. જોષી એક અદના ગઝલકાર છે અને તેમની થોડીક ગઝલો તેમણે અક્ષરનાદના ભાવકો સાથે વહેંચવા માટે પાઠવી છે. એ કૃતિઓમાંથી ત્રણ ગઝલ આજે પ્રસ્તુત કરી છે. સુંદર, પૂરતા શેર ધરાવતી અને ગઝલની શિસ્તને વરેલી કૃતિઓ તેમની વિશેષતા જણાય છે. અક્ષરનાદ પરની આ પ્રથમ કૃતિ બદલ ડૉ. મુકેશ જોશીને શુભેચ્છાઓ અને આવી જ અનેકવિધ સબળ રચનાઓ બદલ હાર્દિક શુભકામનાઓ સાથે આભાર.


પ્રેરણાનાં પુષ્પો – હર્ષદ જોષી 3

જીવનના અનુભવોને વિચારોની એરણે ચડાવી પ્રાપ્ત થતા વિચારપ્રવાહને એક માર્ગે વાળી, ‘પ્રેરણાનાં પુષ્પો’ એ શીર્ષક હેઠળ શ્રી હર્ષદભાઈ જોષીએ પુસ્તકમાં પ્રસ્તુત કર્યા છે. પ્રસ્તુત બે ચિંતન નિબંધો પણ એ જ પુસ્તકમાંથી લેવામાં આવ્યા છે. પુસ્તક અક્ષરનાદને મોકલવા બદલ શ્રી હર્ષદભાઈનો આભાર તથા અનેક શુભેચ્છાઓ.


જિંદગી.. – દેવિકા ધૃવ 7

શ્રી દેવિકાબેન ધ્રુવની એક અછાંદસ પદ્યરચના આજે પ્રસ્તુત છે, કૃતિમાં જીવનને વિષયવસ્તુ બનાવીને તેની સાથે અનેકવિધ ઉપમાઓ તથા સરખામણીઓની શબ્દરમતે એક સુંદર મનોભાવ પ્રસ્તુત કરાયો છે, દેવિકાબેનની પ્રસ્તુત રચના વાચકના મનને એક આગવી તાજગીથી ભરી દે છે.. રચના પોતાનું વૈશિષ્ટ્ય લઈને આવે છે. અક્ષરનાદને આ કૃતિ મોકલવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ દેવિકાબેનનો ખૂબ ખૂબ આભાર તથા અનેક શુભકામનાઓ.


અભિવ્યક્તિ Vs પ્રેમ (ટૂંકી વાર્તા) – જીજ્ઞેશ અધ્યારૂ 19

આજે મારી જ કલમે એકાદ વર્ષ પહેલા આકાર પામેલી એક વાર્તા પ્રસ્તુત કરી છે. પોતાની કૃતિ માટે પ્રસ્તાવના બાંધવી એ થોડુંક અજુગતું લાગે છે, ખાસ કરીને જ્યારે વાત કડવી સચ્ચાઈ તરફ આંગળી ચીંધતી હોય, અને અહીં બતાવેલ વાત તો…. ચાલો, વાચકમિત્રો પર જ એ છોડી દઈએ… આ અધૂરી પ્રસ્તાવના પ્રતિભાવમાં પૂરી થશે તો ગમશે…


લાગણીઓનું લાક્ષાગૃહ (વાર્તા) – નિમિષા દલાલ 11

નિમિષાબેન દલાલની પ્રસ્તુત વાર્તા એક માતાની લાગણીઓને ખૂબ સુંદર રીતે અને ચોક્કસ ઘટનાક્રમની એરણે વાચા આપે છે. નિમિષાબેનની વાર્તાઓ અક્ષરનાદને સતત મળતી રહે છે એ સદભાગ્ય છે, તેમની કૃતિઓ વાચકને ભાવવિશ્વની અનોખી સફરે લઈ જાય છે અને વાર્તાતત્વમાં એકરસ થઈને વાચક એ ઘટનાપ્રવાહમાં સાંગોપાંગ ડૂબી રહે છે એ જ તેમના સર્જનની ખૂબીઓ છે. પ્રસ્તુત વાર્તા અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ નિમિષાબેનનો ખૂબ ખૂબ આભાર.


ત્રણ વરસાદી ગીત.. – ધૃવ ભટ્ટ 14

‘તમે ગાયાં આકાશ ભરી પ્રીતે
તે ગીત કહો મારાં કહેવાય કઈ રીતે’

કહીને પોતાના ગીતોને સર્વના આનંદ માટે ખુલ્લા મૂકી દેનાર સર્જક એટલે ધૃવભાઈ ભટ્ટ. હું અને મૃગેશભાઈ તેમને મળવા ગયેલાં ત્યારે તેમણે ભેટ કરેલી ગીતોની આ પુસ્તિકા, ‘ગાય તેનાં ગીત’ માંથી ઉપરોક્ત ત્રણ વરસાદી ગીતો આજે પ્રસ્તુત કર્યા છે. મૌસમ પણ છે, મિજાજ પણ છે અને કાચા સોનાને ઝીલવાની તાલાવેલી પણ ખરી ! પ્રસ્તુત ગીતો અક્ષરનાદ પર મૂકવાની પરવાનગી બદલ શ્રી ધૃવભાઈનો આભાર.


પ્રયોગશીલ નાટ્યક્ષેત્રનો વીર : મનોજ શાહ – મનોજ જોશી 6

મનોજભાઈ શાહના નાટ્યક્ષેત્રમાં પદાર્પણ, તેમના સશક્ત નાટકો અને તેમના દિગ્દર્શનની હથોટી વિશે મિત્ર વિપુલભાઈ ઉપાધ્યાય (વિપુલ ભાર્ગવ) પાસેથી પૃથ્વી થિયેટર, મુંબઈના કૅફૅટેરીયામાં બેસીને આયરીશ કોફીની ચુસકીઓ વચ્ચે મનોજભાઈની હાજરીમાં જ સાંભળેલું, એ પછી તેમની સાથે ડિનરનો લાભ મળ્યો ત્યારે તેમના સરળ પરંતુ સાહિત્ય પ્રત્યે સમર્પિત વ્યક્તિત્વનો સુપેરે પરિચય થયો. આપણી કૃતિઓને નાટ્ય રૂપરંગમાં વણીને જે રીતે તેઓ મંચ પર મૂકે છે એ અવર્ણનીય અને અદભુત છે. અહીં એક અફસોસ પણ છે, અન્ય કોઈ પણ ભાષાએ પોતાના આવા લાડકા સપૂતને માથે બેસાડ્યો હોય જ્યારે ગુજરાતના કેટલા લોકોને મનોજભાઈના આ પ્રદાન વિશે ખ્યાલ હશે? હાલમાં રજૂ થયેલું ‘હું ચંદ્રકંત બક્ષી’ ના દિગ્દર્શક પણ તેઓ જ છે. તેમના વિશે શ્રી મનોજ જોશીએ ‘ફુલછાબ’ દૈનિકમાં સાપ્તાહિક કટાર અંતર્ગત થોડાક વર્ષ પહેલા લખેલ પરિચય લેખને આજે અહીં પ્રસ્તુત કર્યો છે જે પુસ્તક ‘શબ્દસૂરના સાથિયા’ માંથી સાભાર લીધો છે.


સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ ૩) 2

અક્ષરનાદ પર સતત હપ્તાવાર પ્રસ્તુત કરી શકાય એવી કૃતિઓ જેમ કે નવલકથાઓ, વિષયવિશેષ સંપાદિત વાર્તાઓ, ચિંતનલેખો વગેરેની શ્રેણી શરૂ કરવાની શ્રી હાર્દિકભાઈ યાજ્ઞિક અને શ્રી ગોપાલભાઈ પારેખની સહીયારી ઈચ્છાના સ્વરૂપે હવેથી એક નવા વિભાગ તરીકે અક્ષરનાદ પ્રસ્તુત કરે છે પ્રેરણાદાયક જીવનચરિત્રો અને સદાબહાર નવલકથાઓનો અનોખો ભંડાર. આ ચરિત્રો અને નવલકથાઓ પૂર્ણતાને અંતે ઈ-પુસ્તક વિભાગમાં સ્થાન પામશે. આ શ્રેણી અઠવાડીયે એક વાર પ્રસ્તુત થશે.

આ નવીન શ્રેણીમાં પ્રથમ પ્રયાસ સ્વરૂપે આજથી પ્રસ્તુત છે શ્રી ઝવેરચંદ મેઘાણીની કલમની પ્રસાદી રૂપ જીવનચરિત્ર ‘સંત દેવીદાસ’. ‘પુરાતન જ્યોત’ માંથી લેવામાં આવેલ સંત દેવીદાસ અને અમરમાંની અનોખી સેવાભેખની આ હ્રદયંગમ વાત આપ સૌને પણ પ્રેરણા અને હકારાત્મક વિચારની અનોખી ભેટ આપશે એવી શ્રદ્ધા સાથે સત દેવીદાસ અને અમરમાંના ચરણોમાં પ્રસ્તુત છે એક અનોખો મનોહર વાતવસ્તાર ‘સંત દેવીદાસ’ નવલકથાનો ભાગ 3.


મુક્તક સપ્તક – જીતેન્દ્ર પ્રજાપતિ 11

આજની પેઢીના સંવેદનશીલ ગઝલકાર તરીકે જેમની ઓળખ પ્રસ્થાપિત થઈ ચૂકી છે તેવા શ્રી જિતેન્દ્ર પ્રજાપતિ અક્ષરનાદ સાથે ખૂબ પ્રાથમિક તબક્કાથી સંકળાયેલા છે, અક્ષરનાદની આ યાત્રામાં તેમનો સતત સહકાર અને શુભેચ્છાઓ મળતી રહી છે. તેમને કરેલા લાંબા લાંબા કૉલ્સ દરમ્યાન મોબાઈલ પર તેમની નવી લખાયેલી કૃતિઓને સાંભળવી અને સાઈટ પર અનેક સહકાર્યકરોના આશ્ચર્ય વચ્ચે તેમની ગઝલોને ‘વાહ સાહેબ, વાહ’ કહેવું એ એક અગમ્ય લહાવો છે. અનેક સિદ્ધહસ્ત ગઝલકારો અને સંપાદકો દ્વારા તેમની કલમના ગરિમાગાન સાંભળ્યા છે. આજે પ્રસ્તુત છે તેમની નવી રચનાઓ – મુક્તક સપ્તક. અક્ષરનાદને આ કૃતિઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર તથા અનેક શુભેચ્છાઓ. તેમનાં હસ્તાક્ષરમાં પણ એક મુક્તક અહીં પ્રસ્તુત કર્યું છે.


બે લઘુકથાઓ.. – આશિષ આચાર્ય 13

આશિષભાઈ આચાર્યની આ બે લઘુકથાઓ આપણા સંબંધોના મહત્વ અને આજના સમાજ જીવનની માનસીક કુરૂપતા છત્તી કરે છે. પ્રસ્તુત બે લઘુકથાઓ ગુર્જર પ્રકાશન દ્વારા ઓક્ટોબર ૨૦૦૯માં પ્રસિદ્ધ વાર્તા ઉત્સવમાં છપાઈ હતી. અક્ષરનાદને આ બે લઘુકથાઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી આશિષભાઈ આચાર્યનો ખૂબ આભાર તથા તેમની કલમને શુભકામનાઓ.