Daily Archives: May 3, 2012


કચ્છી સાહિત્યમાળાના મોતી – સંકલિત 4

કચ્છી ભાષાસાહિત્યમાં રચનાકારો તો અનેક છે, અસાધારણ અને અનોખા છે. પણ ગુજરાતી સાહિત્યના વાચકો એમાંથી કયા નામો ગણાવી શકે? અસ્મિતાપર્વને લીધે શ્રી દુલેરાય કારાણીનું ફક્ત નામ મેં જાણ્યું, પણ આપણી કહી શકાય એવી કચ્છી ભાષાની મોંઘેરી મીરાંત – કચ્છી ભાષા સાહિત્ય વિશે વિગતે જાણવાની તક મળી શ્રી પ્રભાશંકર ફડકેના પુસ્તક ‘શબ્દને સથવારે’ વાંચતા વાંચતા. પ્રસ્તુત સુંદર અને અલભ્ય પુસ્તક કચ્છી ભાષા સાહિત્યના વિકાસક્રમ, સર્જકો તથા સર્જન વિશે અલગ અલગ લેખના માધ્યમથી ખૂબ વિસ્તૃત પરંતુ મુદ્દાસર વાત કરે છે. લેખક સાથે સાથે કૃતિઓનો રસાસ્વાદ કરાવવાનું પણ ચૂક્યા નથી, અને એ આપણા માટે તો આશિર્વાદ સમાન જ છે. પ્રસ્તુત પુસ્તકની વધુ માહિતિ તથા તેની સમીક્ષા તો રજૂ કરવામાં આવશે જ, પરંતુ આજે પ્રસ્તુત છે કચ્છી ભાષા સાહિત્યના કેટલાક રત્નો – પદ્યકણિકાઓ જે શ્રી પ્રભાશંકર ફડકેના પુસ્તક ‘શબ્દને સથવારે’માંથી સાભાર લીધી છે. અક્ષરનાદને આ પ્રસ્તુતિ કરવાની પરવાનગી આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.