“તેમ છતાં ….” – હાવર્ડ યુનિવર્સિટીના આચરણ સૂત્રો
Feb 11th
હાવર્ડ યુનિવર્સિટીના આચરણ સૂત્રો
બધા માણસો વિચારપૂર્વક જ વર્તે છે એવું નથી. તેઓ જે કાંઈ કરે છે તે યોગ્ય જ હોય છે એવું પણ નથી. મોટા ભાગના માણસો માત્ર પોતાનો જ વિચાર કરીને ચાલતા ને વર્તતા હોય છે. તેમ છતાં તેમની તરફ સદભાવ રાખવો અને તેમની સાથે પ્રેમપૂર્વક વહેવાર કરવો
તમે કાંઈ સારૂ કરશો તો લોકો કહેશે કે આમ કરવા પાછળ અંદરખાનેથી તમારો હેતુ સ્વાર્થી છે, તેમ છતાં સારું કરવાનું, ભલાઈના માર્ગે ચાલવાનું બંધ કરશો નહીં.
તમે આજે જે કાંઈ સારું કરશો, ભલાઈનું કામ કરશો તે કાલે ભૂલાઈ જશે, તેમ છતાં સારું કરતા રહેવાનું, ભલાઈ કરવાનું ચાલુ રાખો.
તમે પ્રામાણિકપણે વર્તશો, નિખાલસતાથી વાત કરશો તો તમે વિવાદમાં સપડાવાના અને તમારી ટીકાઓ પણ થવાની, તેમ છતાં પ્રામાણિકતા છોડશો નહીં, નિખાલસ રહેજો.
જે ઈમારત ઉભી કરતા તમને વરસો થયાં હોય તે રાતોરાત ધરાશાયી થઈ જાય એવું બને. તેમ છતાં ઈમારત ખડી કરવાનું કામ ચાલું રાખો, ઈંટ પર ઈંટ ગોઠવ્યા કરો.
લોકોને ખરેખર મદદ જોઈતી હોય છે. તમે તેમને મદદ કરો ને તેઓ તમારો પાડ માનવાને બદલે તમારી પર હુમલો કરે એવું પણ બને. તેમ છતાં લોકોને મદદ કરવામાં પાછા પડશો નહીં.
તમારી પાસે જે શ્રેષ્ઠ છે તે દુનિયાને આપો. બદલામાં તમને કદાચ લાતો મળશે, તેમ છતાં દુનિયાને તમારી પાસે જે શ્રેષ્ઠ છે તે આપી ચૂકો.
ચટણી
ભલાઈ કરવા પહેલવાન નહીં, ઈન્સાન થવાની જરૂરત છે.
{ઘણી વખત એવું બને કે કોઈકની ખરાબ આદતો, ખરાબ આચરણ કે અપ્રામાણિક નીતીઓથી મળતી ક્ષણિક સફળતાઓથી દોરાઈને, એ નકલી દોરદમામથી આકર્ષાઈને જીવનમાં ખોટા રસ્તે ચાલવાનો નિર્ણય કે વિચાર આવે, કદાચ એટલે જ વિદ્યાર્થીઓના મનમાં આવા કોઈ પણ વિચારના ઉદભવને પહેલેથી જ ડામવા હાવર્ડ યુનિવર્સિટી ઉપરોક્ત આચરણ સૂત્રો બતાવે છે. આપણી સારી આદતો, સંસ્કારો અને આચરણો જ આપણી સૌથી મોટી મૂડી છે, કોઈ ઈમારત પડી જાય તો તેના પાયા પર તેને ઉભી કરી શકાય, પણ પાયા વગરની ઈમારતનું ભાવિ બિસ્માર હોય છે, એ ભલે ગમે તેટલી ઊંચી હોય, નાનકડા વિઘ્ને પતન નિશ્ચિત છે.}
| Print article | This entry was posted by AksharNaad.com on February 11, 2010 at 12:01 AM, and is filed under અન્ય સાહિત્ય. Follow any responses to this post through RSS 2.0. You can leave a response or trackback from your own site. |












about 6 months ago
એકદમ સાચી વાત છૅ જીગ્નેશભાઇ !
જો આપણા દેશ ના લોકો જો આ નિયમો અમલમાં મુકે તો આપણે ક્યાથી ક્યા પહોચી જઈએ.
પણ અહિયા તો કોઇને બીજા માટૅ વિચારવાનો સમય જ નથી.
about 6 months ago
સાચા અને સારા સૂત્રો છે.આપણાથી જ શરુઆત થાય તો પરીણામ મળે…..
about 6 months ago
Good.
about 6 months ago
એક્દમ સાચેી વાત – આ બધા તો “રત્નો” કહેવાય