એક અગત્યની સૂચના – સંપાદક
Dec 19th
પ્રિય મિત્રો,
કેટલાક અવગણી ન શકાય તેવા સંજોગો અને શારીરીક સમસ્યાઓને લીધે અક્ષરનાદ પર હજુ પણ એક અઠવાડીયા સુધી પ્રકાશન કરી શકાય તેમ નથી. તો આ સમયગાળા પછી આશરે તા. ૨૯ ડીસેમ્બર સુધી પ્રકાશન સુધી સ્થગિત કરવામાં આવી રહ્યું છે. આશા છે આપ સૌ દરગુજર કરશો.
અક્ષરનાદ પર ૨૯ ડીસેમ્બર થી ફરીથી રોજ એક કૃતિ સાથે મળીશું.
– જીગ્નેશ અધ્યારૂ
| Print article | This entry was posted by AksharNaad.com on December 19, 2009 at 4:43 PM, and is filed under જત જણાવવાનું કે. Follow any responses to this post through RSS 2.0. You can leave a response or trackback from your own site. |
No trackbacks yet.
ચાલો ગઝલ શીખીએ .. ભાગ ૬ – જીજ્ઞેશ અધ્યારૂ (રદીફ, કાફિયા, મત્લા, મક્તા..)
about 4 days ago - 1 comment
આ પહેલા આ શૃંખલામાં આપણે ગઝલની પૃષ્ઠભૂમી, લઘુ ગુરૂ અક્ષરો વિશે, ગઝલના શુદ્ધ તથા મિશ્ર અને વિકારી છંદો, છંદશાસ્ત્ર પ્રમાણેના ગઝલ સિવાયના પ્રકારો વિશે જાણ્યું. ગઝલના વિશિષ્ટ અંગ રૂપ બહર વિશે વિગતે ચર્ચા કર્યા પછી આજે એના બીજાં અંગો રૂપ રદીફ, કાફીયા, મત્લા અને મક્તા વિશે વાત કરીએ. ગઝલના પૂર્ણ સ્વરૂપને સમજવા આ અંગોની અને તેમના વિશેના વિવિધ નિયમોની સમજ મેળવવી જરૂરી બની રહે છે. જો કે એ પહેલા આ વિશિષ્ટ અંગો ગઝલમાં ક્યાં ક્યાં આવે છે એ જોવા એક ઉદાહરણરૂપ ગઝલ અને તેની સાથે વિવિધ અંગોનું સ્થાન જાણીએ. એ પછી ગઝલના એ અંગોની વિસ્તૃત ચર્ચા લઈએ.
એક ક્ષણને જીવવાને … – જીજ્ઞેશ અધ્યારૂ (ગઝલ)
about 1 week ago - 10 comments
હમણાં થોડાક વખત ઉપર એક વડીલના સંપર્કમાં આવેલો, વાત પરથી તેઓ દુઃખી જણાતા હતાં, કહે, “ભગવાને કાયમ અન્યાય જ કર્યે રાખ્યો, તેનામાં આસ્થા રાખનાર પર કાયમ તે કસોટીઓ અને પરીક્ષાઓના ડુંગર ખડક્યા જ કરે છે. તેના પરની શ્રદ્ધા કદી ડગી નથી, પરંતુ એનો પ્રત્યુત્તર તેણે કદી સાનુકૂળ આપ્યો નથી.” જો કે તેમના દુઃખો વ્યાજબી હતા, એમના પુત્રો તેમને મૂકવા કોઈ “વ્યવસ્થિત” વૃદ્ધાશ્રમ શોધતા હતાં. જો કે તેમની પાસે એટલી મિલ્કત છે કે તે પોતે એક આખોય વૃદ્ધાશ્રમ ખોલી અને પાલવી શકે, પણ એ મિલ્કત માટેના કારસાઓ પણ ચાલ્યા જ કરે છે. એમની વેદનાઓ અને શ્રધ્ધા વચ્ચે અથડાતી લાગણીઓને સ્વરૂપ આપવાનો આ ગઝલ એક નાનકડો પ્રયત્ન છે.
ચાલો ગઝલ શીખીએ… ભાગ ૫ – જીજ્ઞેશ અધ્યારૂ (મિશ્ર વિકારી બહેરોની છંદસમજ..)
about 1 week ago - 1 comment
આ પહેલા ગઝલની પૃષ્ઠભૂમી, લઘુ ગુરુ અક્ષરોની સમજ, છંદશાસ્ત્ર પ્રમાણેના ગઝલ સિવાયના પ્રકારો વિશે આપણે વિગતે માહિતિ મેળવી અને ગઝલના છંદશાસ્ત્ર અંતર્ગત આઠ સંપૂર્ણ છંદો વિશે જાણકારી પછી આજે મિશ્ર વિકારી છંદો અને તેમના ઉદાહરણો જોઈએ. શ્રી રઈશ મનીઆર તેમના પુસ્તક ‘ગઝલનું છંદોવિધાન’માં ગઝલનું મુખ્ય સંધી (પદભાર) ને આધારે ગણવિભાજન દર્શાવે છે, તે મુજબ આપણે આજે મિશ્ર તથા વિકારી છંદો વિશે ઉદાહરણો સહિત જોઈશું.
ચાલો ગઝલ શીખીએ… ભાગ ૪ – જીજ્ઞેશ અધ્યારૂ (આઠ સંપૂર્ણ બહેરોની છંદસમજ..)
about 2 weeks ago - 6 comments
“ચાલો ગઝલ શીખીએ…” શૃંખલા અંતર્ગત આ પહેલા ગઝલની પૃષ્ઠભૂમી, લઘુ ગુરુ અક્ષરોની સમજ અને છંદશાસ્ત્ર પ્રમાણેના ગઝલ સિવાયના પ્રકારો વિશે આપણે વિગતે માહિતિ મેળવી. હવે ગઝલના છંદો વિશે જાણીએ. આ વિષય લાંબો અને વિશદ છણાવટવાળો હોઈ વિભાગોમાં વહેંચેલો છે, અને તેથી ક્રમશઃ તેના ખંડો પ્રસ્તુત થશે. આજે રૂકન, અરકાન, અને તેનાથી બનતી આઠ સંપૂર્ણ (સાલિમ) બહેરોની માહિતિ એ. આ પહેલાના આ શ્રેણીના લેખો અહીં ( ચાલો ગઝલ શીખીએ) ક્લિક કરીને વાંચી શકાય છે.
વહાલની વાવણી…. “મા ફલેષુ કદાચન” – જીજ્ઞેશ અધ્યારૂ
about 3 weeks ago - 3 comments
સૂરત શહેરની ગુજરાતી ગઝલના સમૃદ્ધ વારસાની મીરાંત જોતાં તેને ગુજરાતી ગઝલનું મક્કા હોવાનું જે ઉપનામ મળ્યું છે, તે સમયની સાથે વધુ ને વધુ સાર્થક થઈ રહ્યું છે. ગઝલકારોની અનેક પેઢીઓ જોઈ ચૂકેલા આ શહેરના અગ્રણી ગઝલકારોની પંગતમાં બેસે તેવું એક જાણીતું નામ એટલે શ્રી ગૌરાંગ ઠાકર. ગઝલના ચાહકોને તેમનો પરિચય આપવાની જરૂરત ન પડે એવી કાબિલેદાદ છબી તેમણે તેમના પ્રથમ ગઝલસંગ્રહ “મારા હિસ્સાનો સૂરજ (મે ૨૦૦૬)” વડે ઉભી કરી છે. તેમની રચનાઓમાં પરંપરાનું અનુસરણ જોવા મળે છે, તો પ્રયોગશીલતા તેમની ગઝલોની જીવંતતા છે. ભાવ ઉર્મિઓની અનેરી અભિવ્યક્તિ તેમની હથોટી છે, તો અધ્યાત્મિકતાનો રંગ પણ તેમાં ભળેલો જોવા મળે છે. તેમની રચનાઓમાં વિષયોની જેટલી વિવિધતા અને વિપુલતા છે, એટલી જ સમૃદ્ધિ અને નાવિન્ય પણ છે. તેમનો બીજો ગઝલસંગ્રહ “વહાલ વાવી જોઈએ” મે ૨૦૧૦માં પ્રકાશિત થયો છે. લાગણીના ખેતરમાં કવિએ જે વહાલ વાવ્યું છે તેનો આસ્વાદ લઈએ.
….તોય કા’ને અંતમાં રાધા સ્મરી – જીજ્ઞેશ અધ્યારૂ
about 4 weeks ago - 6 comments
ગાલગાગા ગાલગાગા ગાલગા એ લગા’ત્મક સ્વરૂપમાં સર્જનનો પ્રયત્ન કર્યો છે એવી આ ગઝલ રાધિકાના મનોભાવો વ્યક્ત કરવાનો એક પ્રયત્ન છે. જો કે અહીં રદીફ અને કાફિયાની અપાર છૂટછાટ લીધી હોઈ દોષ લાગી શકવાની શક્યતાને લીધે ગઝલ કહેવી ઉચિત છે-નથી તે અલગ વિષય છે, માટે ફક્ત પદ્ય કહીશું. રાધાના કા’ન પ્રત્યેના અપાર અને અફાટ સ્નેહને કોઈ પણ પરિમાણમાં વ્યક્ત કરવું અશક્ય છે, પરંતુ લોકો તેમની વાતો કરે છે. અને છતાંય એ સ્નેહના પ્રવાહને કોઈ દુન્યવી આયોજનો અટકાવી શક્યા નથી. એક જ સમયે મહુવા – પીપાવાવ બસમાં સળંગ અવતરેલી આ રચનામાં ક્યાંય કોઈ સુધારો કર્યો નથી, કે એમ કરવા મન માન્યું નથી. ફક્ત ભાવવિશ્વની દ્રષ્ટિએ પ્રસ્તુત રચનાને નિહાળવા વિનંતિ. પ્રસ્તુત રચનાને અમે “દિલ કે અરમાં આંસુઓમેં બહ ગયે” ગીતના રાગમાં ગાયેલી, અને ખૂબ મજા પડી હતી.
“સવાઈબેટ” ગુજરાતના દરિયાકાંઠાનું અનેરું મોતી – જીજ્ઞેશ અધ્યારૂ
about 1 month ago - 6 comments
ગુજરાત પાસે ૧૬૦૦ કિલોમીટરથીય વધુ લાબો દરિયાકાંઠો છે અને તેથી જ બીજા કોઈ પણ રાજ્યની સરખામણીએ ગુજરાતમાં દરિયાનું મહત્વ અદકેરું છે, પરાપૂર્વથી ગુજરાતીઓને દરિયા સાથે અનેરો સંબંધ રહ્યો છે. આવી લાંબી દરિયાઈ પટ્ટી પર પ્રાચીનકાળથી અનેક ધાર્મિક, વ્યાપારીક અને પ્રવાસન સ્થળો વિકસ્યા છે અને ભારતીય પ્રવાસન નકશામાં તેમનું અગત્યનું સ્થાન છે. પરંતુ આવા જાણીતા સ્થળો સિવાય પણ આ દરિયા કિનારે ઘણાંય અપ્રસિદ્ધ પણ મોતી સમાન મૂલ્યવાન સ્થળો આવેલાં છે. કદાચિત તેમની ઉપેક્ષા અને અવગણના થઈ છે, એટલે આવા સ્થળો વિશે ખૂબ ઓછી જાણકારી ઉપલબ્ધ છે. ગુજરાતના દક્ષિણ પશ્ચિમ કિનારે દરિયાની વચ્ચે આવેલા એક નાનકડા ટાપુ એવા શિયાળબેટ વિશે આ પહેલાં એક લેખમાં અક્ષરનાદ પર લખ્યું જ હતું. આજે વાત કરવી છે તેની તદ્દન નજીક આવેલા એવા બીજા નાનકડા ટાપુની.
ચાલો ગઝલ શીખીએ (ભાગ ૨) – જીજ્ઞેશ અધ્યારૂ (લઘુ ગુરુ અક્ષરોની સમજ)
about 1 month ago - 8 comments
વાણી શબ્દોની બનેલી છે અને શબ્દો અક્ષરોના બનેલા છે. અક્ષરોમાં સ્વરો તેમજ સ્વરના ટેકાથી ઉચ્ચારાતા વ્યંજનોનો સમાવેશ થાય છે. અક્ષરો ઉચ્ચારના એકમ છે. પદ્યના લયબદ્ધ પઠન અને તાલ સહિતના ગાયન માટે અક્ષરોને લઘુ અને ગુરુ એમ બે માપમાં વહેંચી શકાય. ભારતીય પિંગળના અક્ષરમેળ અને માત્રામેળ, બંને પ્રકારના છંદોમાં લઘુ અને ગુરુની વિભાવના પાયાના સ્થાને છે. લઘુ અને ગુરુ અક્ષરના ઉચ્ચાર સમયનું પ્રમાણ ગઝલની પરિભાષામાં વજન તરીકે ઓળખાય છે. તેથી ગુરુ અક્ષરનું વજન લઘુ અક્ષરના વજનથી બમણું છે તેમ કહેવાય છે. આજે લઘુ ગુરુ અક્ષરોની વિભાવનાની અહીં વિગતે ચર્ચા કરીશું તથા નિયમોમાંથી લેવામાં આવતા અપવાદો વિશે નોંધવાનો પ્રયત્ન પણ કરીશું.
સત્કાર્યની ધૂપસળી “ગાંડાઓનો આશ્રમ…” – જીજ્ઞેશ અધ્યારૂ
about 1 month ago - 7 comments
આપણાં આદ્ય કવિ નરસિંહ મહેતાએ પાંચ સદી પહેલા વર્ણવેલા વૈષ્ણવજનના લક્ષણો આજના સમયમાં પણ કોઈ એક માણસમાં જોવા મળી શકે એવી વાત જો હું કહું તો કેટલા માનશે? અત્યારના સમયમાં જ્યારે લોભ, લાલચ અને સ્વાર્થનો ભરડો સર્વત્ર જોવા મળે છે અને માણસ જ માણસનો શત્રુ છે, બીજાની નબળાઈનો લાભ લઈ ફાયદો ઉઠાવતા લોકોનો આ વખત છે ત્યારે પરાઈ પીડને જાણતા, પરદુઃખે ઉપકાર કરતાં અને તોય મનમાં લેશ પણ અભિમાન ન લાવતાં, અને એ આખીય પ્રક્રિયાનો મૂળ ભાગ હોવા છતાં તેનાથી સાવ અલિપ્ત જાણે કે એક દ્રઢ વૈરાગી હોય તેવા એક વ્યક્તિ વિશેની આ આખીય વાત કહેવી છે.
શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી સાથે એક મુલાકાત – જીજ્ઞેશ અધ્યારૂ
about 1 month ago - 10 comments
શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીના નામમાં જ તેમનો આખોય પરિચય આવી જાય છે. કોઈ ગુજરાતી એવો મળે જે મેઘાણીના પ્રભાવથી અછૂતો રહ્યો હોય? ભાવનગરમાં આવેલા લોકમિલાપ ટ્રસ્ટ વિશે ઘણુંય સાંભળેલું, વાંચેલું, પરંતુ આજ સુધી જવાનો અવસર મળ્યો નહોતો. પણ અચાનક એક રવિવારે જાણે પૂર્વનિર્ધારીત હોય તેમ તેમને મળવા જવાનો ઉમળકો થયો, ફોન લગાડ્યો અને તેમણે જ સામે રીસીવ કર્યો. મેં મારો પરિચય તેમને આપ્યો, અને મળવા આવવા માટે અનુમતિ માંગી. “ચોક્કસ આવો, મને ગમશે” એવી તેમની વાત મારી તેમને મળવાની ઈચ્છા વધારતી ગઈ. મેં કહ્યું, “સાહેબ, હું તો આવું જ છું.” સાડા દસે મહુવાથી નીકળ્યો, અને સંજોગોવશાત ભાવનગર પહોંચ્યો ત્યારે દોઢ વાગ્યો હતો. સંસ્કારમંડળ ઉતરીને એક રીક્ષાવાળાને પૂછ્યું, “લોકમિલાપ …..” એણે રસ્તો બતાવ્યો અને ….












about 8 months ago
I Wish Get Well Soon…
Praful Thar
about 8 months ago
જીગ્નેશભાઈ,
તમે અનુભવેલી અને વર્ણવેલી તકલીફ બાબતે એક બ્લોગરમિત્ર તરીકે,તમે શક્ય એટલાં જલ્દી સ્વસ્થ અને સ્ફૂર્તિલાં થઈ રોજે રોજના કાર્યનું ટાઈમ-ટેબલ ફરીથી ,રાબેતા મુજબ સંભાળી લો
એવી હાર્દિક શુભકામનાઓ.
અને હા,
ઈશુનું નવું વર્ષ ૨૦૧૦ પણ મુબારક……….