પ્રેમની બાજી – જીગ્નેશ અધ્યારૂ
Mar 7th

તારી ‘હા’ કે ‘ના’ પર છોડી દીધું જીવન,
અને તરતજ સુખોની ધાત થઈ ગઈ
હજી તો મેં મારા મનને સમજાવ્યુ ય નો’તું,
મુફલીસોની ચર્ચામાં મારીય વાત થઈ ગઈ.
મંઝીલ વગરનો રસ્તો ને સાહીલ વગરનો દરીયો,
સુવાસ વગરના ફૂલ જેવી ઔકાત થઈ ગઈ
ખુદા પર થી ય ઊઠી ગયો છે ભરોસો જ બાદલ,
કે પ્રેમમાં પડ્યા ને બાજી મ્હાત થઈ ગઈ.
- જીગ્નેશ અધ્યારૂ
| Print article | Clutter free reading |
No comments yet.
No trackbacks yet.
ઉનાળા વિશે… (ખલિલ જીબ્રાનના ‘ધ પ્રૉફેટ’ ના ગદ્ય સ્વરૂપમાં)
about 4 weeks ago - 10 comments
પહેલેથી આપવામાં આવેલા – નિશ્ચિત કોઈક વિષયવિશેષને અનુલક્ષીને લખી હોય એ પ્રકારની આ મારી પ્રથમ કૃતિ છે. ખલિલ જિબ્રાનના ‘ધ પ્રૉફેટ’ ના ગદ્ય સ્વરૂપે લખાયેલ ઉપરોક્ત ‘ગ્રીષ્મ’ વિશેષ કૃતિ થોડાક કટાક્ષ અને થોડાક ચિંતન સાથેની સંમિશ્રિત કૃતિ છે. ઉનાળો એ આપણી ત્રણ ઋતુઓમાંની એક એવી આગવી ઋતુ છે જેમાં ઋતુલક્ષી અનેક ફાયદા – ગેરફાયદાઓ નિહિત છે. આ જ વાતને ધ્યાનમાં લઈને આજના વગ્રની તે સમયના ‘પ્રૉફેટ’ સાથેની વાત અહીં મૂકવાનો પ્રયત્ન કર્યો છે. ક્યાંક ભાષા ભદ્રંભદ્રીય પણ થઈ જતી લાગે એ શક્ય છે. આશા છે આપને ગમશે.
શકુનીની રોજનીશી (ભાગ ૮) – હસ્તિનાપુર પ્રીમીયર લીગ
about 1 month ago - 8 comments
શ્રી શકુનીજી મહાભારતનું એક અનોખું પાત્ર છે. મહાભારતના સમગ્ર કથાસાગરમાં તેમનો ફાળો ઘણો મહત્વનો છે. શકુનીજીની એક ડાયરી ભૂતકાળમાં મહુવાના ભવાની મંદિરના દરીયાકાંઠે ફરતા ફરતા અચાનક મને રેતીમાંથી મળી આવી હતી, તેના અમુક વિશેષ પાનાંઓ હું સમયાંતરે અહીં ઉપલબ્ધ કરાવતો રહું છું જેમાં શકુનીજીની સંમતિ ગણી લઊં છું કારણકે ડાયરી મને મળી આવી છે. આજે પ્રસ્તુત છે હસ્તિનાપુર પ્રીમીયર લીગના આયોજન અને કારણો વિશેનો શકુનીજીનો આત્મકથાનક વિચાર.. શકુનીજી માટે પ્રતિભાવો અહીં જ આવકાર્ય છે કારણકે રૂબરૂમાં તેમને મળવા ઘણે લાંબે જવુ પડે તેમ છે.
જીવનનો સૌથી ખરાબ અકસ્માત…
about 2 months ago - No comments
ક્યારે કઈ ક્ષણ તમને જીવનભર યાદ રહી જાય એવો પાઠ ભણાવે, કોણ જાણતું હશે? જિંદગીમાં જોઈએ છે એ બધુંય, એથી વધારે પ્રભુ સતત આપ્યા કરે છે એવા ભ્રમમાં ગુલતાન મનને ગત ૧૯મી માર્ચે ત્યારે એવડો મોટો ભયાનક અને જીવનભરનો અત્યાર સુધીનો સૌથી ખરાબ અનુભવ થયો કે ભ્રમણાઓ ભાંગીને ભુક્કો થઈ ગઈ, હોશ અને હકારાત્મકતાના લીરે લીરા ઉડી ગયા, શારીરિક – માનસીક આઘાત તો ખરો જ, સાથે સાથે કેટલાક સંબંધોની સચ્ચાઈ પણ અવાંચ્છિતપણે સામે આવી ગઈ. આજે મારા બ્લોગ ‘અધ્યારૂનું જગત’ પર મૂક્યો છે થોડાક દિવસ પહેલા જ થયેલ દુર્ઘટના વિશેનો ઘટનાક્રમ – જીવનનો સૌથી ખરાબ અકસ્માત…
૨૬ જાન્યુઆરીની ભારતીયોમાં પરિભાષા…
about 4 months ago - 8 comments
આટલા વિશાળ દેશની વિવિધતાઓમાં એક દુઃખની વાત એ પણ છે કે ભારતીય હોવા કરતા આપણે ગુજરાતી, તમિલ, મલિયાલી, બિહારી, કાશ્મીરી જેવા અનેક વિભાગોમાં વહેંચાયેલા છીએ. પ્રસાશનની સરળતા માટે બનાવાયેલ વિભાગો માણસથી માણસને અલગ કરી રહ્યા છે. ગુજરાતની વાત કરો તો એમાં પણ કાઠીયાવાડી, અમદાવાદી, સૂરતી, કચ્છી… આપણને ગમે તેટલો મોટો સમુદ્ર મળે – ખાબોચીયું જ આપણું સ્વર્ગ હોય એમ લાગે છે. અને ખાબોચીયાના રાજા સમુદ્રને કદી સન્માન બક્ષી શકે એવી આશા કે અપેક્ષા રાખવી અસ્થાને છે. સ્વાર્થમાં લિપ્ત અને કૂપમંડુક રાજનેતાઓ, સતત પૈસાદાર અને સમૃદ્ધ થવા ગરીબોને વધુ ગરીબ કરી રહેલ ઉદ્યોગપતિઓ, ભ્રષ્ટ તંત્ર અને સ્વકેન્દ્રિત મનોસ્થિતિવાળા સમાજથી આગળ વધીને આપણા સ્વતંત્રતા સેનાનીઓએ જોયેલ સ્વપ્નના ભારતની આપણે પ્રાપ્તિ કરી શકીએ એવી અપેક્ષા આજે વ્યક્ત કરવાની જરૂર સૌથી વધુ છે.
વાચકમિત્રોને પુસ્તકલેખનમાં ભાગ લેવાની તક..
about 5 months ago - 19 comments
આપને જાણ છે તેમ, ‘૨૫૧ ઉપયોગી અને અનોખી વેબસાઈટ્સ’ પુસ્તકનું લેખન હવે પૂર્ણ થવામાં છે અને થોડાક સમયમાં તે પ્રસિદ્ધ કરી શકાય તે માટેના પ્રયત્નો ફરીથી પૂરજોશમાં શરૂ કરવામાં આવ્યા છે. આ પુસ્તક અક્ષરનાદની ‘Know More ઈન્ટરનેટ’ શ્રેણીને આધારે તથા તેને વધુ વિસ્તૃત કરીને તૈયાર કરવામાં આવ્યું છે. પુસ્તકમાં જેનો પરિચય અપાયો છે તે બધી જ વેબસાઈટ્સ મારી પસંદગીની અને મને ઉપયોગી નીવડી હોય તેવી છે.
Innocence of (Oh my) God !! – જીજ્ઞેશ અધ્યારૂ
about 8 months ago - 12 comments
છેલ્લા થોડાક દિવસોમાં બે ફિલ્મો જોવા – જાણવા – વિચારવા – માણવાનો અવસર મળ્યો. એક હતી વિવાદાસ્પદ અને ઘણાખરા દેશોમાં પ્રતિબંધિત ઈસ્લામ વિરોધી ફિલ્મ – ઈનોસંસ ઓફ મુસ્લિમ્સ અને બીજી કાનજી વિરુદ્ધ કાનજી / ધ મેન વ્હૂ સ્યૂઅડ ગોડ પર આધારીત પણ સંપૂર્ણપણે ભારતીય ‘ઓહ માય ગોડ’. બંને ફિલ્મો વિશેના મારા વિચાર અને મંથન પ્રસ્તુત કર્યું છે. આપના પ્રતિભાવોનું સ્વાગત છે…
શકુની ની રોજનીશી (ભાગ ૭) – કોલસાનું કાળું કુરૂક્ષેત્ર
about 9 months ago - 7 comments
ગોટાળા, આંતરીક રાજકારણ અને સમય પારખીને પલટી જતા રાજકારણીઓ – ના આ ફક્ત આજના સમયની વાત નથી, મહાભારતકાળમાં પણ એવું જ કાંઈક હતું એ સ્પષ્ટ થાય છે શકુનીજીની ડાયરી પરથી. આજે તેમની ડાયરીનું ગતાંકથી આગળનું એક પૃષ્ઠ પ્રસ્તુત છે. કોલસાનું કાળુ રાજકારણ ત્યારે પણ ખેલાયું હતું. ખંધા રાજકારણીઓ તો સર્વવ્યાપક, સાવર્ત્રિક અને સમયના બંધનોથી પર સમસ્યા છે. આજે વાંચીએ શકુનીજીના વિચારો, તારીખ ૪ સપ્ટેમ્બર ૨૨ ડી.કે. (ડ્યુરીંગ કૃષ્ણ).
ઈ-પુસ્તક કઈ રીતે બનાવશો? – જીજ્ઞેશ અધ્યારૂ (ઈ-પુસ્તક ડાઉનલોડ)
about 10 months ago - 8 comments
વડીલો માટે આમ તો કોમ્પ્યુટર શીખવું, બ્લોગિંગ વિશેની સુવિધાઓ, વેબસાઈટ, સોફ્ટવેર વગેરે જેવી વિવિધ જાણકારી મેળવી બ્લોગિંગ શરૂ કરવું એ કાંઈ નાનીસૂની વાત નથી. ગુજરાતી બ્લોગજગતમાં રીટારર્ડ વડીલ બ્લોગરમિત્રો ઘણાં છે, અને તેમના સતત બ્લોગિંગથી એક સમય એવો આવે છે જ્યારે તેમને પોતાના લેખનની ઈ-પુસ્તિકા પ્રકાશિત કરવાની ઈચ્છા થાય એ સ્વભાવિક છે. આવા વડીલોને મદદ કરવા ઈ-પુસ્તક બનાવવાની તદ્દન સાધારણ અને મૂળભૂત પદ્ધતિ અહીં પ્રસ્તુત નાનકડા ઈ-પુસ્તકમાં પ્રસ્તુત કરી છે
નવનિર્માણ (ટૂંકી વાર્તા) – જીજ્ઞેશ અધ્યારૂ (મમતા સામયિક જુલાઈ 2012)
about 10 months ago - 18 comments
અમારા સહ-પ્રવાસીઓના અનુભવ રૂપ પ્રવાસવર્ણનો અને અન્ય લેખ તો ઘણા સામયિકોમાં પ્રસિદ્ધ થયા છે જ, પરંતુ મારી વાર્તા કોઈ સામયિકમાં પ્રસિદ્ધ થઈ હોય એવો આ પ્રથમ પ્રસંગ છે. શ્રી મધુ રાય દ્વારા શરૂ કરાયેલ વાર્તાઓ માટેના વિશેષ સામયિક ‘મમતા’ ના જુલાઈ 2012ના અંકમાં મારી વાર્તા ‘નવનિર્માણ’ પ્રસિદ્ધ થઈ છે એ મારા માટે આનંદનો અનેરો અવસર છે. ભૂકંપ અમારા – સિવિલ ઈજનેરોના માંદલા પડેલ પ્રૉફેશનમાં ઑક્સિજનની જેમ આવેલો, જેને જુઓ એ બધા તેનો ફાયદો લેવામાં મચી પડ્યા હતા એવો મારો અંગત અનુભવ છે. હું તો ત્યારે હજુ બેચલર ડિગ્રી મેળવીને નવો સવો બહાર પડેલો. પછી ભૂજ ગયો અને નોકરીમાં જોડાયો તેના દસ દિવસમાં ખોટા સિક્કાની જેમ પાછો આવ્યો. મનમાં સંગ્રહાઈ રહેલો એ જ ઘટનાક્રમ વાર્તા સ્વરૂપે બહાર નીકળ્યો છે આજે બાર વર્ષ પછી અને શ્રી મધુ રાયનો આભાર એટલે વિશેષ માનવો જોઈએ કે તેમણે એ અનુભવને સાચા માર્ગદર્શન વડે પ્રસ્તુત કરવાની આ સુંદર તક મને આપી અને મમતા જેવા વાર્તાકારો માટેના વિશેષ સામયિકમાં તેને સ્થાન આપ્યું. મહદંશે સત્યઘટના અને વાર્તા માટે જરૂરી નાનકડા ફેરફારો આ વાતનું મૂળ છે. આશા છે આપને આ પ્રયત્ન ગમશે. આપના પ્રતિભાવોની અપેક્ષા રહેશે.
ઈ-પુસ્તકો અને ગુજરાતી પ્રકાશન – જિજ્ઞેશ અધ્યારૂ
about 11 months ago - 13 comments
નવનીત સમર્પણ સામયિકના જુલાઈ ૨૦૧૨ના અંકમાં મારો ઈ-પુસ્તકો અને ગુજરાતી પ્રકાશન અંગેનો લેખ પ્રસિદ્ધ થયો છે. એ લેખ આપ સૌના વાંચન માટે ઉપલબ્ધ છે. વૈશ્વિક પ્રકાશન ઉદ્યોગ અને ઈ-પ્રકાશનના આંકડાઓ તથા ભારતીય અને અંતે ગુજરાતી પ્રકાશન ઉદ્યોગની ઈ-પ્રકાશન તરફની નિરસતાને આલેખવાનો પ્રયત્ન અત્રે કર્યો છે. જે ઉદ્દેશથી આ લેખ પ્રસ્તુત થયો છે એ યોગ્ય વ્યક્તિઓ સુધી પહોંચે એ જ તેની સાર્થકતા.
.png)
