Daily Archives: March 3, 2008


કેટલાક ચુનીંદા શેર 4

ગઝલ સમ્રાટ શયદા ના ચુનીંદા શેર તમારી મ્હેફિલની એ જ રંગત, તમારી મ્હેફિલની એ જ હલચલ; હજાર બેસે, હજાર ઊઠે, હજાર જાયે, હજાર આવે. * * * * મને એ જોઈને હસવું હજારો વાર આવે છે, પ્રભુ તારા બનાવેલા તને આજે બનાવે છે ! * * * * આપ અથવા આપની યાદ જો તડપાવે નહીં તો પછી આ જિંદગાનીમાં મઝા આવે નહીં. … કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે ; અલગતા આપણી એમ જ સ્મરણને જીવતું રાખે -રઈશ મનીઆર * * * * મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ; આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ. – -ઓજસ પાલનપુરી તફાવત એ જ છે, તારા અને મારા વિષે, જાહિદ! વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું – અમૃત ધાયલ * * * * ઓ હૃદય, તેં પણ ભલા કેવો ફસાવ્યો છે મને, જે નથી મારા બન્યા એનો બનાવ્યો છે મને. – બેફામ અને આખરે… ભૂલી વફાની રીત ન ભૂલી જરી મને, લ્યો એના લગ્નની મળી કંકોતરી મને… કંકોતરીથી એટલું પુરવાર થાય છે, નિષ્ફળ બને જો પ્રેમ તો વહેવાર થાય છે – અસીમ રાંદેરી