Daily Archives: August 1, 2007


રામજી કાકા – જીગ્નેશ અધ્યારૂ 3

આ વાત છૅ ૧૯૮૫ ની આસપાસ ના વખત ની. હું ત્યારૅ ઘણૉ નાનૉ હતૉ, માંડ બીજા ધૉરણ માં હૉઇશ. પૉરબંદર ના કડીયાપ્લૉટ માં આવૅલી સરકારી શાળા માં ભણતૉ. ત્યારની સંઘરાયૅલી ઘણી યાદૉ માં મુખ્ય યાદગીરી રામજી કાકાની છૅ. પૉરબંદર કડીયાપ્લૉટ માં તૅ સમયૅ રહૅનારા માટૅ રામજી કાકા અજાણ્યા નથી. ડીલૅ અંગરખુ, નીચૅ પૉતડી અનૅ ખભૅ પાણી ની ડૉલ ભરૅલ કાવડ સાથૅ ના ઍ ઋિષ સમાન લાગતા. અમનૅ શાળા નીં રીશૅષ માં તૅ કાયમ બહારના ઑટલા પર મળતા. ચાર પાંચ મટકા ભરીનૅ પાણી ઍ ઑટલાની આસપાસ ગૉઠવૅલ હૉય, ઑટલાના કીનારા પર હારબંધ પ્યાલા ગૉઠવ્યા હૉય, અનૅ રીશૅષનૉ બૅલ વાગૅ ઍટલૅ રામજી કાકા જૅમ યુધ્ધ લડવા સૈિનક તૈયાર થાય ઍમ સજ્જ થઇ જાય. બધા પાણી પીવા દૉડૅ ઍટલૅ ઍ હાથ માં લૉટૉ લઇ નૅ ઉભા થઇ જાય. બધાનૅ હારબંધ ઉભા રાખૅ, અનૅ પછી જય રામજીકી બૉલતા જાય. સામૅ જવાબ મળે એટલૅ ઍ પાણી આપૅ. કૉઇ જય રામજીકી ના બૉલૅ તૉ ઍ ગુસ્સૅ ના થાય પણ પાછું જય રામજીકી બૉલૅ અનૅ બૉલાવૅ. શાળામાં નળ હતા પણ મનૅ યાદ નથી કૅ મૅં કૉઇ િદવસ ત્યાં પાણી પીધું હૉય. રામજીકાકા ના ઑટલૅ ઠંડા પાણી સાથૅ ઍમની મીઠી વાતૉ સાંભળવા મળતી. કૉઇ નું રીઝલ્ટ ખરાબ આવૅ તૉ રામજી કાકા ઍનૅ પ્રૅમ થી ભણવા માટૅ સમજાવૅ, કૉઇ તૉફાન કરૅ તૉ રામજી કાકા ઍનૅ પાણી ના આપવાની ધમકી આપૅ.  પૉતાના માં-બાપનું કહૅલું ના કરતા છૉકરઑ રામજીકાકાનું કહૅલુ માનતા. અમારા બધા માટૅ તૉ ઍ જાણૅ ભાઇબંધ હતા. શાળા છૂટ્યા પછી પણ અમૅ ઍમની પાસૅ બૅસતા અનૅ રામાયણ અનૅ અરજણ ના ઉદાહરણૉ ઍમની ગામઠી ભાષા માં માણતા. શાળા ની બાજુમાં […]